1. Home
  2. Tag "one dies"

અમદાવાદના વાડજ બ્રિજ નીચે ટેન્કરે બે બાળકોને લીધા અડફેટે, એકનું મોત

અમદાવાદ, 21 માર્ચ 2026: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાડજ બ્રિજ નીચે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટેન્કરના ચાલકે ગફલતભરી રીતે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા બે માસૂમ બાળકોને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં એક બાળકનું ટેન્કરના તોતિંગ ટાયર નીચે કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય […]

જામનગર-ખંભાળિયા હાઈવે પર રોડ ક્રોસ કરતી બે યુવતીઓને કારે અડફેટે લેતા એકનું મોત

જામનગર, 06 માર્ચ 2026: One dies after car hits two young women રાજકોટ-જામનગર- જામખંભાળિયા નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે જામનગર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર સમર્પણ સર્કલ પાસે રોડ ક્રોસ કરી રહેલી બે યુવતીઓને કારના ચાલકે અડફેટમાં લેતા બંને સગી બહેનો એવી યુવતીઓ ઈજાગ્રસ્ત બની […]

બોરસદ નજીક હીટ એન્ડ રન, કાર બે બાઈકને ટક્કર મારી પલાયન, એકનું મોત, બે ઘવાયા

આણંદ, 3 ફેબ્રુઆરી 2026: જિલ્લાના બોરસદ-ડાલી રોડ ઉપર કઠાણા ગામની રામપુરા નહેર નજીકથી પુરપાટ ઝડપે જઈ રહેલા એક કારના ચાલકે પોતાની કાર બેફામ રીતે હંકારી એક બાઈકને ટક્કર મારી હતી ત્યારબાદ કાર પાછી વાળી બોરસદ તરફ ભાગવા જતા અન્ય એક બાઈકને પણ ટક્કર મારતા સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિ […]

વડોદરામાં બેફામ કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લેતા એકનું મોત, બે લોકોને ઈજા

વડોદરા,22 જાન્યુઆરી 2026:  શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે આજે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો.શહેરના કોઠી ચાર રસ્તા પોલીસ હેડ ક્વાર્ટર પાસે પૂરફાટ ઝડપે આવેલા કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અન્ય એક કાર અને 2 ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં કાર ચાલક હિતેશભાઈ સૂર્યકાંત ઠક્કર ઉંમર વર્ષ 62નું સારવાર […]

ભાવનગરના કાળિયાબીડમાં થારના ચાલકે બે મહિલાને અડફેટે લીધા, એકનું મોત

પૂર ઝડપે થારના ચાલકે રાહદારી મહિલાઓ અને સ્કૂટરસવાર યુવતીને અડફેટે લીધા હતા અકસ્માત બાદ થારનો ચાલક ફરાર થઈ ગયો હતો પોલીસે થારના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી ભાવનગરઃ  શહેરના કાળીયાબીડ વિસ્તારમાં મોડીરાતે પૂરઝડપે થારકારના ચાલકે રાહદારી મહિલાઓ અને બાઈકસવાર યુવતીને અડફેટે લીધી હતી. કારચાલકે બન્નેને ટક્કર મારી 70 ફૂટથી વધુ દુર પટકી […]

જંબુસર નજીક દરિયામાં ONGCના ઓઈલ સર્વે માટે જઈ રહેલી બોટ પલટી, એકનું મોત

23 કામદારોને બચાવી લેવાયા, દરિયાની ભરતીના મોજામાં બોટ 5 સેકન્ડમાં પલટી, એક શ્રમિક લાપત્તા થતાં શોઘખોળ હાથ ધરાઈ ભરૂચઃ  જિલ્લાના જંબુસર નજીક દરિયામાં ભરતીના ઉંચા મોજામાં ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલી બોટ પલટી ગઈ હતી. જેમાં બોટના માલિકનું મોત નિપજ્યુ હતું. જ્યારે એક શ્રમિક લાપત્તા બન્યો હતો. જ્યારે 23 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. […]

જસદણના કનેસરા ગામ નજીક બે બાઈક પૂર ઝડપે સામસામે અથડાતા એકનું મોત

લગ્નની ખરીદી કરીને દંપત્તી બાઈક પર સવાર થઈને પરત ફરી રહ્યા હતા, અકસ્માતના બનાવની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રાજકોટઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માત જિલ્લાના જસદણ તાલુકામાં કનેસરા ગામ નજીક સર્જાયો હતો. બે બાઈક  સામસામે અથડાતાં એક […]

નવસારીમાં મોડી રાતે શ્વાનને બચાવવા જતા કાર ડિવાઈડર સાથે અથડાઈ, એકનું મોત

કારમાં સવાર ત્રણ સગીરોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા, અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઇ, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતના બનાવની તપાસ હાથ ધરી નવસારીઃ શહેરમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. ગઈ મોડી રાતે શહેરના તીઘરાથી કબીરપોર તરફ જઈ રહેલી એક કાર સેન્ટ્રલ મોલ નજીક ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ […]

વાઘોડિયામાં સ્ટ્રીટ લાઈટ રિપેર કરતા 3 કર્મચારીઓને કરંટ લાગ્યો, એકનું મોત

વીજ થાભલા પર ચડવા માટેની ઊંચી સીડી હાઈટેન્શન લાઈનના વાયરને અડી ગઈ, બે કર્મચારીઓને વીજ કરન્ટથી ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, MGVCLની ટીમ ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કર્યો, વડોદરાઃ શહેરના વાઘોડિયામાં સ્ટ્રીટ લાઈટ રિપેર કરવાની કામગીરી દરમિયાન થાભલા પર ચડવા માટેની ઊંચી સીડી 11 કેવીની હાઈ-ટેન્શન લાઈનને અડી જતા ત્રણ વીજકર્મીઓને વીજ […]

ભાવનગરના નવા રતનપર ગામે દરિયામાં નહાવા ગયેલા 4 યુવાનો ડૂબ્યા, એકનું મોત

સ્થાનિક લોકોની મદદથી ત્રણ યુવાનોને બચાવી લેવાયા, લાંબી શોધખોળ બાદ એક યુવકનો મૂતદેહ મળી આવ્યો, દરિયામાં અમાસની ઓટ અને કરન્ટને લીધે યુવાનો તણાયા ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ અને સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ સર્જાતા દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામે કૃષ્ણપરા ચોકડી પાસે આવેલી એક કંપની નજીક દરિયામાં નાહવા પડેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code