1. Home
  2. Tag "onion"

ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ. 330 કરોડનું પેકેજ જાહેર

કૃષિમંત્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે, હરહંમેશ ખેડૂતના કલ્યાણને વરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ખેડૂતોના હિત માટે વધુ એક ક્રાંતિકારી નિર્ણય લઈને રાજ્યના ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ. ૩૩૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. વિધાનસભા ખાતે જાહેર અગત્યની બાબત નિયમ-૪૪ અંતર્ગત નિવેદન રજૂ કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગૃહમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષ ૨૦૨૩ […]

ગુજરાતઃ બટાકા અને ડુંગળીના ખેડૂતોને સરકાર કરશે સહાય

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ખેડૂતોએ ડુંગળી અને બટાકાનું બમ્પર વાવેતર કર્યું હતું. હાલ મબલખ ઉત્પાદન થયું છે, જો કે, પુરતા ભાવ નહીં મળતા હોવાથી ખેડૂતોમાં નારાજગી ફેલાઈ હતી. તેમજ સરકારને સહાય કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે ઉંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ખેડૂતોને […]

ડુંગળીએ ખેડુતોને રડાવતા ધારાસભ્યો અને APMCના ચેરમેનોએ મુખ્યમંત્રીને કરી રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વખતે ડુંગળીના પાકનું બમ્પર ઉત્પાદન થયું છે, પણ ખેડુતોને પુરા ભાવ મળતા નથી. ડુંગળીના ભાવ એટલાબધા ઘટી ગયા છે. કે, ખેડુતોએ વાવેતરનો કરેલો ખર્ચ પણ નિકળતો નથી. આથી ખેડુતોએ ડુંગળીના પોષણક્ષણ ભાવ બાંધી આપવાની ખેડુતોએ માગણી કરી છે. ત્યારે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીના નેતૃત્વમાં એપીએમસીના આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ રજૂઆતને […]

ભાવનગરમાં ડુંગળીનું મબલત ઉત્પાદનઃ માર્કેટ યાર્ડમાં જંગી આવક

ડુંગળીના યોગ્ય ભાવ નહીં મળતા ખેડૂતો ચિંતિત ગયા વર્ષની સરખામણીએ ખુબ ઓછી રકમ મળી રહી છે ભાવ વધારો કરવાની ખેડૂતોની માંગણી અમદાવાદઃ ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન ભાવનગરમાં થાય છે અને ભાવનગરની ડુંગળીની દેશના વિવિધ રાજ્યોમાં ભારે માંગ રહે છે. દરમિયાન ભાવનગરનું માર્કેટયાર્ડમાં ડુંગળીની વ્યાપક આવક થઈ રહી છે. જો કે, ગયા વર્ષની સરખામણીએ ચાલુ […]

ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડુતોને ખર્ચ કાઢવો પણ મુશ્કેલ, નિકાસના નિયમો હળવા બનાવવા માગ

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં તળાજા અને મહુવા તાલુકામાં ડુંગળીના પાકનું મબલખ ઉત્પાદન થયુ છે. ત્યારે ડુંગળીના ગગડી ગયેલા ભાવ ખેડુતોને રડાવી રહ્યા છે. ડુંગળીના ભાવમાં 20 કિલોએ 150 થી 250 રૂપિયા સુધી નીચે ગયો છે. 50 હજાર ડુંગળીના થેલાની આવકમાં ભાવ ગગડી ગયા છે ત્યારે  બે લાખ ડુંગળીની બોરીની આવક થશે ત્યારે  ભાવ ક્યાં પહોંચશે, તે […]

મહુવાથી ડુંગળી દેશના અન્ય રાજ્યોમાં મોકલવા માટે રેલવે પુરતા રેન્ક ફાળવતું નથી,

ભાવનગરઃ જિલ્લાના મહુવા અને તળાજા વિસ્તારમાં લાલ ડુંગળીનું મબલખ ઉત્પાદ થયું છે. ડુંગળીનો મોટાભાગના જથ્થો પંજાબ, દિલ્હી ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં મોકલાતો હોય છે. ડીઝલના ભાવ વધ્યા બાદ રોડ ટ્રાન્સપોર્ટેશન મોંધુ બની ગયું છે. ત્યારે રેલવે દ્વારા વેપારીઓને પણ માલ મોકલવો સસ્તો પડે છે. પરંતુ રેલવે દ્વારા પુરતા રેન્ક ફાળવાતા નહીં હોવાથી વેપારીઓને ટ્રકો દ્વારા […]

ભાવનગરના મહુવા અને તળાજા તાલુકામાં ડુંગળીના પાકનું બમ્પર વાવેતર,

ભાવનગરઃ  જિલ્લાના મહુવા અને તળાજા તાલુકાના કાંઠાળ વિસ્તાર સહિત પાણી પિયતની સુવિધા વાળા ગામોમાં શિયાળુ ડુંગળી માટેની કાંજી કળીનું ચોપાણ છેલ્લા બે ત્રણ અઠવાડિયાથી શરૂ થઈ ગયું છે. દિવાળી પહેલા મગફળી સહિતના ખરીફ પાક લેવાયા બાદ ખાલી થયેલી જમીનના પાડામાં આ વખતે મહુવા અને તળાજા તાલુકાના ખેડૂતોએ ડુંગળીની કળીનું ચોપાણ શરૂ કરી દીધુ છે.  અત્યાર […]

શરદીમાં ડુંગળીનો આ રીતે કરો ઉપયોગ,મળશે જોરદાર રાહત

જ્યારે પણ શરદી થાય ત્યારે દરેક વ્યક્તિને નાક અને માથું દુખવાનું શરૂ થઈ જતું હોય છે, લોકોને માથામાં દુખાવો અને નાકમાં થોડી બળતરા થતી હોય તેવું લાગતું હોય છે, આવામાં જો ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે તો આનાથી શરદીમાં મહદઅંશે રાહત મેળવી શકાય છે. સૌથી પહેલા તો શરદીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે ડુંગળીના શરબતનું સેવન […]

તળાજા પંથકમાં ડુંગળીના વાવેતરમાં ઘટાડો, ખેડુતો અન્ય પાકના વાવેતર તરફ વળ્યાં

ભાવનગરઃ જિલ્લાના તળાજા અને મહુવા પંથકમાં  મોટાપાયે ડુંગળીનું ઉત્પાદન થાય છે. પરપ્રાંતના વેપારીઓ પણ જથ્થાબંધ ડુંગળીની ખરીદી માટે આવતા હોય છે. જો કે છેલ્લા વર્ષોમાં ડુગળી ઉત્પાદનમાં ખર્ચ વધી રહ્યો છે, તેની સામે ખેડુતોને પુરતું વળતર મળતું ન હોવાની પણ ફરિયાદો ઊઠી છે. ત્યારે આ વખતે તળાજા તાલુકામાં ખેડુતોએ ડુંગળીના વાવેતરમાં ઘટાડો કરીને અન્ય વાવેતર […]

સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડમાં હવે ડુંગળી વેચનારા ખેડૂતોને પ્રતિ કિલોએ રૂ.2ની આર્થિક સહાય મળશે

ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં ડુગળીનું સારૂએવું ઉત્પાદન થયુ છે. પણ ખેડુતોને પુરતા ભાવ ન મળતા તેમની હાલત કફોડી બની હતી. અને પોષણક્ષણ ભાવ આપવા ખેડુતોએ માગણી કરી હતી. આથી રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના માર્કેટ યાર્ડ્સમાં ડુંગળી વેચવા માટે આવનારા ખેડુતોને પ્રતિકિલોએ રૂપિયા બેની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code