1. Home
  2. Tag "ORDER"

પટણામાં 200 જૂની કલેક્ટર કચેરીની ઈમારતને તોડી પાડવા કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ બિહારની રાજધાની પટનામાં આવેલી 200 વર્ષ જૂની કલેક્ટર કચેરીની ઇમારતને તોડી પાડવાનો રસ્તો સાફ થઈ ગયો છે. સર્વોચ્ચ અદાલતે ઇમારતને તોડી પાડવાની મંજૂરી આપતા કહ્યું કે, દરેક વસાહતી ઇમારતને સુરક્ષિત કરવાની જરૂર નથી. આ ઈમારતનો ઉપયોગ એક સમયે અંગ્રેજો દ્વારા અફીણ અને મીઠાના સંગ્રહ માટે વેરહાઉસ તરીકે કરવામાં આવતો હતો. બિહાર સરકાર જૂની […]

સુપ્રીમ કોર્ટે રાજદ્રોહ અધિનિયમની કલમ ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે  રાજદ્રોહ અધિનિયમની કલમ 124A પર મનાઈ હુકમ ફરમાવ્યો છે એટલું જ નહીં સર્વોચ્ચ અદાલતે તમામ પેન્ડિંગ કેસ પર સ્ટે પણ મૂક્યો છે. તેમજ કેન્દ્ર સરકારને કાયદા અંગે ફરીથી વિચારણા કરવા નિર્દેશ કર્યો હતો. તેમજ તાકીદ કરી હતી કે, આ કલમ હેઠળ કોઈ નવો કેસ નોંધવામાં આવશે નહીં અને આ અંતર્ગત જેલમાં […]

નવી દિલ્હીઃ વિકલાંગ બાળકને ફ્લાઈટમાં ન બેસાડવા મુદ્દે સરકારે નારાજગી વ્યક્ત કરી, તપાસના આદેશ

નવી દિલ્હીઃ ખાનગી એરલાઈનના કર્મચારીઓએ રાંચી એરપોર્ટ પર એક વિકલાંગ બાળકને પ્લેનમાં બેસતા અટકાવ્યો હતો. એરલાઈન્સએ બચાવ કરતા કહ્યું હતું કે, બાળક પ્લેનમાં મુસાફરી કરતા નર્વસ હતો. આ ઘટના સામે આવ્યા બાદ એવિએશન રેગ્યુલેટર DGCAએ આ મામલે તપાસ શરૂ કરી છે. કેન્દ્ર સરકારે પણ આ અંગે ગંભીર નોંધ લીધી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય […]

વારાણસીઃ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સર્વેની કામગીરી સામે વિરોધ

લખનૌઃ વારાણસીમાં જ્ઞાનવાપી પરિસરમાં સર્વેની કામગીરીનો લઘુમતી કોમ કેટલાક લોકો વિરોધ કરી રહ્યાં છે. બીજી તરફ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જ્ઞાનવાપી મસ્જિમાં ઝુમ્માની નમાજ પઢવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. નમાજ બાદ કેટલાક અસામાજીક તત્વોએ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. નમાજ બાદ કેટલાક શખ્સોએ સુત્રોચ્ચાર કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર […]

ગ્રીષ્મા હત્યા કેસઃ આરોપી ફેનિલને અદાલતે મોતની સજા સંભળાવી

અમદાવાદઃ સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ નામના યુવાને સરાજાહેર ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની હત્યા કરી હતી. રાજ્યભરમાં ચકચારી મચાવનારા ગ્રીષ્મા હત્યા કેસમાં અદાલતે ઝડપી કાર્યવાહી પૂર્ણ કરીને આજે આરોપી ફેનિલને મોતની સજાનો આદેશ કર્યો હતો. કોર્ટે રેરસ્ટ ઓફ ધ રેર ગણીને આરોપીને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં ફેનિલ નામના યુવાને તાજેતરમાં […]

ડીસાઃ મુકબધીર સગીરા ઉપર બળાત્કાર ગુજારીને હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજાનો આદેશ

અમદાવાદઃ બનાસકાંઠાના ડીસામાં 11 વર્ષની મુકબધીર સગીરાનું અપહણ કરીને તેની ઉપર બળાત્કાર ગુજાર્યા બાદ તેની ઘાતકી હત્યા કરવાના ચકચારી કેસમાં અદાલતે આરોપીને ગુનેગાર ઠરાવીને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો. ડીસા કોર્ટના ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ આરોપીને ફાંસીની સજા થઈ હોવાનું જાણવા મળે છે. કેસની હકીકત અનુસાર દાંતીવાડા તાલુકામાં 11 વર્ષીય મુકબધીર બાળકીની લાશ મળી આવી […]

સુરતઃ સામુહિક બળાત્કાર કેસમાં બે આરોપીઓને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા

અમદાવાદઃ સુરતના ડુમસ પાસે યુવતી ઉપર સામુહિક બળાત્કાર ગુજારવાના કેસમાં અદાલતે બે આરોપીઓને કસુરવાર ઠરાવીને અંતિમ શ્વાસ સુધી કેદની સજાનો આદેશ કર્યો હતો. તેમજ પીડિતાને રૂ. 5 લાખનું વળતર ચુકવવા નિર્દેશ કર્યો હતો. અગાઉ આ કેસમાં અદાલતે બે આરોપીઓને ગુનેગાર ઠરાવીને સજા ફરમાવી હતી. કેસની હકીકત અનુસાર સુરતમાં ડુમસ ચોપાટી વન વિભાગની ઝાડીમાં સિમેન્ટના બાંકડા […]

ગ્રીષ્મા હત્યા કેસઃ અદાલતે આરોપી ફેનિલને ગુનેગાર જાહેર કર્યો

અમદાવાદઃ સુરતમાં ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ફેનિલને ગુનેગાર ઠરાવવામાં આવ્યો હતો. આવતીકાલે આરોપીને કોર્ટ સજાનો ચુકાદો સંભળાવે તેવી શકયતા છે. કોર્ટે આજીવન કેદ તથા ફાંસી કેમ ના આપવી તે અંગે આરોપી ફેનીલને સવાલ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગત 12મી ફ્રેબ્રુઆરીના રોજ સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ફેનિલ ગોયાણીએ સરાજાહેર […]

પાટણઃ મિલકતની તકરારમાં ભાઈ અને ભત્રીજીની હત્યા કરનારી બહેનને આજીવન કેદની સજાનો આદેશ

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણમાં ખળભળાટ મચાવનારા બેવડી હત્યા કેસમાં પોલીસે આરોપી મહિલાને કસુરવાર ઠરાવીને અદાલતે અંતિમ શ્વાસ સુધી કેદનો આદેશ કર્યો હતો. મહિલાએ મિલકત માટે પોતાના ભાઈ અને તેની દીકરીની હત્યા કરી હતી. મૃતકના પરિવારજનોએ આ ચુકાદાને આવકાર્યો હતો. કેસની હકીકત અનુસાર પાટણમાં કિન્નરી પટેલની મહિલાએ મિલકતની તકરારમાં સગાભાઈની હત્યા કરી હતી. એટલું જ નહીં […]

પશ્ચિમ બંગાળમાં હિંસા કેસની તપાસ સીબીઆઈ કરશે, હાઈકોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ કલકત્તા હાઈકોર્ટે શુક્રવારે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં થયેલી હિંસાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. 21 માર્ચની રાત્રે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના બોગતુઈ ગામમાં હિંસા અને આગચંપી થઈ હતી. શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલા ઉપપ્રમુખ ભાદુ શેખની હત્યા બાદ કેટલાક અરાજક તત્વોએ બોગાતુઈ ગામમાં લગભગ એક ડઝન ઘરોને આગ ચાંપી દીધી હતી, જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code