1. Home
  2. Tag "ORDER"

ગુજરાતમાં શૌચાલયોના બાંધકામમાં ગેરરીતિના મુદ્દે કમિટી બનાવીને તપાસ કરાવવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યમાં શૌચાલયના બાંધકામમાં મોટું કૌભાંડ થયું હોવાની હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની અરજીમાં બનાસકાંઠા જિલ્લામાં થયેલા શૌચાલય કૌભાંડની નોંધ લેતાં હાઇકોર્ટે સમગ્ર રાજ્યમાં તપાસ કરવા હુકમ કર્યો છે. જિલ્લા અને તાલુકા સ્તરે કમિટી બનાવીને તપાસ કરવા હાઇકોર્ટે આદેશ આપ્યા છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર […]

જાતિય શોષણનો ભોગ બનેલા લોકો માટે દરેક પોલીસ સ્ટેશનમાં વકિલોની પેનલ બનાવવા ડીજીપીને આદેશ

અમદાવાદઃ રાજ્યમાં જાતિય શોષણના બનાવો વધતા જાય છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે ડિરેકટર જનરલ ઓફ પોલીસને રાજ્યભરના તમામ પોલીસ સ્ટેશનોમાં જાતીય શોષણનો ભોગ બનેલા લોકોની મદદ કરવા માટે વકીલની પેનલ હોય તેની ખાતરી કરવાનો આદેશ આપ્યો છે. 27વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટના નિર્દેશોની અવગણના કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવતા હાઈકોર્ટે આ આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું […]

કર્ણાટક હિજાબ વિવાદઃ તુમકુરમાં આદેશના ઉલ્લંઘન મુદ્દે 10 વિદ્યાર્થિનીઓ સામે ફરિયાદ

બેંગ્લોરઃ કર્ણાટકમાં હિજાબ વિવાદ વકર્યો છે અને આ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દરમિયાન કર્ણાટક પોલીસે તુમકુર જિલ્લામાં કેટલાક વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી છે. 10 વિદ્યાર્થિનીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. 17મી ફેબ્રુઆરીના રોજ તુમકુરમાં ગર્લ્સ ઈમ્પ્રેસ ગવર્નમેન્ટ પીયુ કોલેજની બહાર હિજાબ મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા. કર્ણાટક હાઈકોર્ટએ પોતાના અંતિમ નિર્દેશમાં […]

બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોતની સજાનો આદેશ સાંભળ્યા બાદ પણ સફદર નાગોરીને કોઈ અફસોસ નથી !

ભોપાલઃ અમદાવાદ શહેરમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અદાલતે સુનાવણીના અંતે 38 આરોપીઓને મોતની સજાનો આદેશ કર્યો છે. જેમાં પ્રતિબંધિત સીમીના છ આતંકવાદીઓ ભોપાલની કેન્દ્રીય જેલમાં બંધ છે. જેમાં બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ મનાતા સફદર નાગોરીનો પણ સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફાંસીની સજાના આદેશ બાદ પણ નાગોરી નોર્મલ જોવા મળ્યો હતો. તેમજ તેણે […]

અમદાવાદના બોમ્બ બ્લાસ્ટ કેસમાં 1100થી વધારે સાક્ષીઓની જુબાની લેવાઈ

સાબરમતી જેલમાં સર્જાયેલા સુરંગકાંડનો કેસ પડતર બોમ્બ બ્લાસ્ટમાં 500થી વધારે ચાર્જશીટ કરાઈ અમદાવાદઃ શહેરમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અદાલતે 48 આરોપીઓને કસુરવાર ઠરાવીને 38ને મોતની સજા તથા 11 આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન 1163 જેટલા સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યાં હતા. જ્યારે હલુ આ કેસમાં આઠ આરોપીઓને પોલીસ […]

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ 38 આરોપીઓને મોતની સજા

11 આરોપીઓને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા મૃતકો અને ઈજાગ્રસ્તોને વળતર ચુકવવા આદેશ કરાયો અમદાવાદઃ શહેરમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે અદાલતે ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો હતો. અદાલતે દોષિત ઠરેલા 49 આરોપીઓ પૈકી 38 આરોપીઓને મોતની સજાનો આદેશ કર્યો હતો. જ્યારે અન્ય 11 આરોપીઓને જીવે ત્યાં સુધી આજીવન કેદીની સજાનો આદેશ […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલની ભંગાર એમ્બ્યુલન્સ, અને વાહનો વેચી દેવાતા તપાસનો આદેશ

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલના સત્તાધિશોએ ભંગાર થઈ ગયેલી એમ્બ્યુલન્સ અને કેટલાક વાહનો વગર ટેન્ડરે વેચી દેતા આ મામલે વિવાદ જાગ્યો છે. અને આ અંગે આરોગ્ય વિભાગને ફરિયાદ પહોંચતા તકેદારી આયોગે તપાસના આદેશ આપતા ફફડાટ વ્યાપી ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલના સત્તાધિશોએ વર્ષ 2018માં ભંગાર થઈ ગયેલી એમ્બ્યુલન્સ અને કેટલાક ભંગાર જેવા થઈ […]

અમદાવાદના 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 11મીએ આરોપીઓને સજા ફરમાવાશે

અમદાવાદઃ શહેરમાં વર્ષ 2008માં 20 સ્થળો ઉપર 21 જેટલા બોમ્બ બ્લાસ્ટ થયાં હતા. ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી નાખનારા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગઈકાલે અદાલતે 49 આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. દરમિયાન આજે આરોપીઓની સજાને લઈને સુનાવણી થઈ હતી. જેમાં બચાવપક્ષના વકીલે આરોપીઓને સુધરવાનો મોકો આપવાની રજૂઆત કરી હતી. બીજી તરફ સરકારી વકીલે આકરી સજા […]

ગુજરાતના ઊર્જા વિભાગમાં ભરતીકાંડના આક્ષેપને પગલે મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

ગાંધીનગરઃ  ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ આમ આદમી પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક કાંડ બહાર લાવનારા AAPના નેતા યુવરાજસિંહ દ્વારા વધુ એક મોટો ધડાકો કરીને કથિત આક્ષેપ કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગની થયેલી ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં […]

સુરતમાં બાળકી ઉપર દુષ્કર્મ આચરીને હત્યા કરનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા ફરમાવી હતી

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં બાળકી ઉપર બળાત્કાર ગુજારીને તેની ઘાતકી હત્યા કરનારા આરોપીને કોર્ટે કસુરવાર ઠરાવીને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો. આરોપીએ વડાપાઉની લાલચ આપીને બાળકીનું અપહરણ કરીને બળાત્કાર ગુજારીને માથા ઉપર ઈંટના ફટકા મારીને હત્યા કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં 7મી ડિસેમ્બર, 2020 ના રોજ ઘરની બહાર રમતી બાળકીનું દિનેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code