1. Home
  2. Tag "ORDER"

રખડતા ઢોરને મામલે પોલીસ અને મ્યુનિ. તંત્રને જરૂર પડે વધુ કડક પગલાં લેવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ રાજ્યમાં સૌથી વધુ વિકરાળ બનેલી  રખડતા ઢોરની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઈકોર્ટે  નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા પર અંકુશ લાવવા રાજ્ય સરકાર સહિત રાજ્યના પોલીસ વડા અને તમામ મ્યુનિ.કોર્પોરેશન અને નગરપાલિકાઓને કડક પગલા લેવા આદેશ આપ્યા હતા. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગો પર રખડતા ઢોરની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. […]

ગુજરાતના કોમી તોફાનો અને બાબરી ધ્વંસ સાથે જોડાયેલા કેસ બંધ કરવા સુપ્રીમનો નિર્દોશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ ધ્વંસ અને ગુજરાત રમખાણો સાથે જોડાયેલા કેસ બંધ કરવાનો મહત્વનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોને લઈને દાખલ કરવામાં આવેલી અનેક અરજીઓનો હવે કોઈ અર્થ નથી. આથી તેમની સામેની કાર્યવાહી બંધ કરવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોના 9માંથી 8 કેસમાં ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ […]

જમદેશપુરઃ જેલમાં બંધ કેદીની હત્યા કરવાના કેસમાં 15 આરોપીઓને ફાંસીની સજાનો કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ ઝારખંડના જમશેદપુરમાં હત્યાના એક કેસમાં 15 આરોપીઓને ફાંસીની સજા કોર્ટે ફરમાવી હતી. જમશેદપુરની જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં મનોજસિંહ નામના કેદીનું મોત થયું હતું. આ ઘટના 25મી જૂન 2019ના રોજ બની હતી. જમશેદપુરમાં પ્રથમવાર એક સાથે 15 આરોપીઓને ફાંસીની સજાનો આદેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર 25 જૂન, 2019 ના રોજ, […]

પાક.માં અધિકારીઓ તો ઠીક પ્યૂન પણ કોર્ટના આદેશને નથી ગણકારતાઃ હિન્દુ પરિવારને સંસ્થામાં રખાયેલી અપહ્યુત સગીરાને ના મળવા દીધી

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં હિન્દુ સહિતના લઘુમતીઓ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રહીમ યાર ખાન વિસ્તારમાંથી કથિત રીતે અપહરણ કરાયેલી 13 વર્ષની હિન્દુ સગીરા હાલ દાર-ઉલ-અમન નામની સંસ્થામાં રાખવામાં આવી છે. સગીરાને મળવા માટે માતા-પિતાએ કોર્ટમાંથી મંજૂરી પણ મેળવી છે પરંતુ સંસ્થાના સંચાલકોને કોર્ટનો પણ કોઈ ભય ના તેમ આદેશને ઘોળીને […]

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની મંજૂરી આપી, ઉદ્ધવ ઠાકરેની CM પદેથી રાજીનામાંની જાહેરાત

નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાજકારણ છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ઉથલપાથલ વચ્ચે રાજ્યપાલે ફલોર ટેસ્ટની સુચના આપી હતી રાજ્યપાલના આ નિર્ણયને શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો આ અરજીની સુનવણીમાં શિવસેના, સિંદે જૂથ અને રાજ્યપાલ તરફથી લંબાણપૂર્વકની દલીલો કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ સુનવણી બાદ રાતના આદેશ જાહેર કરીને રાજ્યપાલના નિર્ણયને યોગ્ય ઠરાવી ગુરુવારે ફલોર ટેસ્ટ ની મંજૂરી […]

ગુજરાતઃ 115 સરકારી વકીલોના પ્રોબેશન પૂર્ણના હુકમો કરાયાં, 178 સરકારી વકીલોની બદલી

અમદાવાદઃ કાયદા વિભાગ હેઠળના તમામ સરકારી વકીલો (આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર) માટે તાજેતરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સટી ખાતે “કન્વિકશન રેટ : સરકારી વકીલોની ભૂમિકા” વિષય ઉપર યોજાયેલ પરિસંવાદમાં કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સરકારી વકીલોના પ્રોબેશન પૂર્ણ થયાના હુકમો તાત્કાલિક કરી આપવાની જાહેરાત કરી હતી, જે અન્વયે કાયદા વિભાગ ધ્વારા આવા પ્રોબેશન પૂર્ણ થયાના 115 સરકારી વકીલોના […]

સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન તમામ કોલેજોને 14 જૂન સુધીમાં ફાયર NOCની વિગતો મોકલવા આદેશ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ફાયર NOCને લઈને યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં આગામી 14 જૂન સુધીમાં યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોને ફાયર NOCની વિગતો મોકલવા આદેશ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોએ ફાયર NOCની માહિતી આપવાની રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ હાસ્પિટલોમાં પણ […]

સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતની સિંહ સાથેની સેલ્ફી વાયરલ થતાં વન વિભાગે કર્યો તપાસનો આદેશ

અમરેલીઃ  જિલ્લાના સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતનો સિંહ સાથેનો સેલ્ફી વાયરલ થતા તેઓ વિવાદમાં સપડાયા છે. અને વન વિભાગે પણ તપાસના આદેશ આપ્યા છે. ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ગીરમાં ચાર સિંહો સામે ઊભા રહીને સેલ્ફી લીધી હતી. સેલ્ફી ખેંચાવીને તેઓએ વન વિભાગના નિયમોનું ઉલ્લંઘન કર્યુ હતું. કારણ કે ગીરમાં વસતા સિંહો સાથે સેલ્ફી લેવી એ વન […]

કાશી વિશ્વનાથ મંદિર સહિત અનેક મંદિર તોડવા ઔરંગઝેબે 1669માં આદેશ કર્યો હતો, ઔરંગઝેબની પુસ્તકમાં ઉલ્લેખ

નવી દિલ્હીઃ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરા ભગવાન શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ વચ્ચે મુગલ સામ્રાજ્યના ક્રુર શાસક મનાતા ઔરંગઝેબની પુસ્તક ‘માસિર-એ- આલમગિરી’ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. આ પુસ્તક અનુસાર, ઔરંગઝેબએ 8મી એપ્રિલ 1669માં બ્રામણોની તમામ પાઠશાળાઓ અને મંદિરને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરનો પણ સમાવેશ થાય છે. 2 […]

અલગાવવાદી નેતા યાસિન મલિકને આતંકવાદ મામલે કોર્ટે દોષિત જાહેર કર્યાં, તા. 25મી મેએ આદેશ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસિન મલિકને ટેરર ફંડીગ મામલે વિશેષ અદાલતે દોષિત જાહેર કર્યો છે. તેમજ આગામી 25મી મેના રોજ યાસિન મલિકના ભવિષ્યનો ફેંસલો થશે. આ દિવસે અદાલત યાસીનને સજા સંભળાવે તેવી શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અલગાવવાદી નેતા યાસિન મલિકતના ભાંગફોડિયાઓને ત્યાં અગાઉ નેશનલ સિક્યુરીટી એજન્સીએ છાપો માર્યો હતો. એનઆઈએની તપાસમાં યાસિનની સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code