1. Home
  2. Tag "pakistan"

સંભલ હિંસાઃ આરોપીઓએ કરેલા ફાયરિંગમાં પાકિસ્તાનમાં બનેલા કારતુસનો થયો હતો ઉપયોગ

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં જામા મસ્જિદ ખાતે સર્વે ગયેલી ટીમ અને પોલીસ ઉપર તોફાની ટોળાએ ભારે પથ્થરમારો કર્યો હતો. તેમજ તોફાનીઓએ પોલીસ ઉપર ગેરકાયદે હથિયારોમાંથી ફાયરિંગ કર્યું હતું. આ કેસની પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓએ પોતાની પાસેના જે હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું તેમાં […]

પાકિસ્તાનમાં આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે ઈમરાન ખાન મામલે આર્મીમાં પડ્યાં ભાગલા

લાહોરઃ પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. ક્યારેક આર્થિક સંકટ તો ક્યારેક રાજકીય અસ્થિરતા આ દેશની નિયતિ બની છે. હવે પાકિસ્તાન આર્મીમાં આંતરીક વિવાદ સામે આવ્યો છે. જેલમાં બંધ પૂર્વ પીએમ ઈમરાન ખાનના મુદ્દે સેના વિભાજિત થઈ ગઈ છે. ઈમરાન ખાનની લોકપ્રિયતા અને ઈસ્લામાબાદમાં ભૂતકાળમાં તેમની પાર્ટીના પ્રદર્શનને જોતા સેના બેકફૂટ પર છે. આ […]

દેવભૂમિ દ્વારકામાંથી પાકિસ્તાન માટે જાસુસી કરનાર ઝડપાયો

અમદાવાદઃ ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ ભારતીય સુરક્ષા એજન્સીઓની જાસૂસી કરવાના આરોપસર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાંથી દિનેશ ગોહિલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને ઓખાનો રહેવાસી હોવાનું કહેવાય છે. સાહિમા નામની પાકિસ્તાની એજન્ટ સોશિયલ મીડિયા પર આરોપી દિનેશ પાસેથી સંવેદનશીલ માહિતી મેળવી રહી હતી. તેના બદલામાં તે રોજના […]

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે વચગાળાની યુનુસ સરકારે ખરીદેલા હથિયારોનો જથ્થો પાકિસ્તાને પહોંચાડ્યો

ઢાકાઃ અશાંતિ અને હિંસાની સમસ્યાનો સામનો કરી રહેલા બાંગ્લાદેશે પાકિસ્તાન પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો ખરીદ્યા છે. લગભગ 52 વર્ષ બાદ પાકિસ્તાન હથિયારોનો જથ્થો લઈને એક જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું છે. ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ બચાવેલી તિજોરીનો ઉપયોગ શસ્ત્રો ખરીદવા માટે કરવામાં આવ્યો છે. પરંતુ બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર હથિયારોની ખરીદીમાં દલાલીને લઈને શંકાના દાયરામાં […]

પાકિસ્તાનઃ લશ્કરને છુટોદોર અપાયા બાદ ઈમરાનના સમર્થકોનું વિરોધ પ્રદર્શન સમેટાયું

લાહોરઃ પાકિસ્તાનમાં ચાલી રહેલી મોત અને હિંસાનો ખેલ હવે ખતમ થઈ જશે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) એ વિરોધ પ્રદર્શનનો અંત લાવી દીધો છે. વાસ્તવમાં, જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકોનું મનોબળ ત્યારે તૂટી ગયું જ્યારે સુરક્ષા દળોએ અડધી રાત્રે મોટી કાર્યવાહી કરી હતી. સૈનિકોએ ઇસ્લામાબાદમાં એકઠા થયેલા હજારો પીટીઆઇ સમર્થકોને વિખેરવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. […]

પાકિસ્તાનમાં ઈમરાનના સમર્થકોને અટકાવાતા હિંસા ફાટી નીકળી, છ સુરક્ષા જવાનોના મોત

લાહોરઃ આર્થિક અને રાજકીય અસમાનતામાંથી પસાર થતા પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી – પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના સમર્થકો દ્વારા આયોજીત રેલીને અટકાવવાનો પ્રયાસ કરતા હિંસક અથડામણ થઈ હતી. જેમાં છ સુરક્ષા જવાનોના મૃત્યુ થયાં હતા. આ હિંસામાં 100થી વધુ જવાનો ઘાયલ પણ થયા છે. આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાન સરકારે હવે ઈસ્લામાબાદમાં સેના તૈનાત કરી […]

પાકિસ્તાન: બાજૌરમાં બે શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ, 2 લોકોનાં મોત

લાહોરઃ પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંત (કેપી) ના બજૌર જિલ્લામાં બે અલગ-અલગ શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ થયા હતા. બંને વિસ્ફોટોમાં એક પોલીસકર્મી સહિત બે લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. લોઇ મામોન્ડ પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, મામોન્ડ વિસ્તારના અરબ વિસ્તારમાં થયેલા પહેલા બ્લાસ્ટમાં એક નાગરિકનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે […]

જમ્મુઃ આતંકવાદી બનવા પાકિસ્તાન ગયેલી. મહિલા સહિત 14 વ્યક્તિને ભાગેડુ જાહેર કરાઈ

કોર્ટે રાજોરી જિલ્લાના કોત્રંકા સબ-ડિવિઝનમાંથી એક મહિલા સહિત 14 લોકોને ભાગેડુ જાહેર કર્યા છે અને તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે. આ બધા ઘણા વર્ષો પહેલા આતંકવાદી બનવા માટે પાકિસ્તાન ગયા હતા અને આજદિન સુધી પાછા ફર્યા નથી. મેજિસ્ટ્રેટે ચેતવણી આપી છે કે જો આ તમામ લોકો 30 દિવસની અંદર પોતાને પોલીસને હવાલે નહીં કરે […]

‘તમારો પુત્ર યુએસએમાં ગુનેગારો સાથે પકડાયો’, ભૂતપૂર્વ સાંસદ ડૉ. રીટા જોશીને પાકિસ્તાનથી ફોન આવ્યો

કેબિનેટ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીના પુત્રના એકાઉન્ટન્ટ પાસેથી રૂ. 2.08 કરોડની છેતરપિંડીનો મામલો થાળે પડ્યો ન હતો ત્યારે આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વખતે સાયબર ઠગોએ પ્રયાગરાજના પૂર્વ સાંસદ રીટા બહુગુણા જોશીને વોટ્સએપ કોલ દ્વારા છેતરવાનો પ્રયાસ કર્યો છે. આ ફોન પાકિસ્તાનના પૂર્વ સાંસદને કરવામાં આવ્યો હતો. ઠગોએ તેને તેના […]

પાકિસ્તાનના કુર્રમમાં આતંકી હુમલો, 42 વ્યક્તિના મોત

લાહોરઃ પાકિસ્તાનના કુર્રમમાં આતંકી હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં 42 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ હુમલામાં એક પોલીસ અધિકારી અને 6 મહિલાઓ સહિત 11 લોકો ઘાયલ થયા છે. આતંકીઓએ ઓચિંતો હુમલો કરીને અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળો જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. આ હુમલો પખ્તૂનખ્વાના ડાઉન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code