1. Home
  2. Tag "palanpur"

પાલનપુરમાં રખડતા ઢોરે નિવૃત શિક્ષકનો જીવ લીધા બાદ વધુ એક યુવાનને અડફેટે લેતા ઈજા

પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુરમાં થોડા દિવસો પહેલા રખડતા પશુના કારણે એક વૃદ્ધે જીવ ગુમાવ્યા બાદ વધુ એક યુવાનને રખડતા પશુએ અડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. શહેરમાં મોડી રાત્રે બાઇક પર પસાર થતા યુવકને હનુમાન ટેકરી વિસ્તારમાં ગાયે અડફેટે લીધો હતો અને યુવકને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. યુવકને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ […]

પાલનપુરમાં ભૂંરાટી થયેલી ગાયે અડફેટમાં લેતા ઘરે જઈ રહેલા નિવૃત શિક્ષકનું મોત

પાલનપુરઃ શહેરમાં હનુમાન ટેકરી નજીક એક નિવૃત્ત શિક્ષક સંબંધીના ઘરેથી પોતાના  ઘર તરફ આવવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં હનુમાન ટેકરી પાસે ભૂરાટી થયેલી ગાય લોકોને અડફેટે લેતી હતી તેવા દ્શ્યો જોઈને નિવૃત શિક્ષક પોતાનું એક્ટિવા બાજુમાંથી લઇ ભાગ્યા હતા. ત્યારે ગાય પણ તેમની પાછળ ભાગતાં શિક્ષક નજીકની સોસાયટીમાં પહોંચ્યા ત્યારે ગાયે તેમને એક્ટિવા ઉપરથી પછાડીને […]

પાલનપુરના હેબતપુર ગામે આખલાએ ભેટુ મારીને પછાડતા વૃદ્ધાનું મોત

પાલનપુરઃ  તાલુકાના હેબતપુર ગામમાં સાંજના સમયે એક આખલાએ 95 વર્ષની વૃદ્ધાને ઊંચેથી પછાડતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ  હતું. તોફાને ચઢેલા આખલાએ અગાઉ પણ બે જણાને ભેટુ મારવાનો પ્રયાસ કરતા ગામના બધા જ લોકો આખલાથી ચેતીને રહેતા હતા. ઘટના બન્યા બાદ સવારથી 40 યુવાનોની ટીમ આખલાનો પકડવા કામે લાગી હતી અને 3 કલાકની જહેમતે આખલો […]

પાલનપુર નજીક રેલવેના રૂ. 9.10 લાખના વીજ થાંભલાની ચોરી કરતા ત્રણ શખસ ઝડપાયા

પાલનપુરઃ રેલવેની સંપતી ચોરી જવાના બનાવો પણ હવે બનવા લાગ્યા છે. બનાસકાંઠાના જગાણા રેલવે લાઇનની સમાંતર મુકેલા વીજપોલની ચોરી કરતાં રાજસ્થાન અને બિહારના ત્રણ શખસને પોલીસે દબોચી લીધા હતા. સિક્યુરીટીની આંખોમાં ધૂળ નાંખી આ વીજપોલ ટ્રેલરમાં ભરીને લઇ જાય તે પહેલા સાચી હકીકતની જાણ થતાં આરોપીને ઝડપી લઇ પોલીસને સોંપવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ […]

પાલનપુરમાં નાના દુકાનદારોને નકલી નોટ્સ વટાવતા યુપીના ચાર શખસ પકડાયા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં નાના દુકાનદારો પાસેથી ચિજ-વસ્તુઓ ખરીદીને નકલી નોટો પધરાવતા ચાર શખસને પકડી પાડવામાં આવ્યા છે. પાલનપુર પોલીસે ઉત્તર પ્રદેશના મેરઠથી નકલી નોટો વટાવવા આવેલા ચાર શખસોને શહેરની ક્ષુધાશાંતી લોજના રૂમમાંથી ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂ.100 દરની 457 નકલી નોટો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશના મેરઠથી […]

પાલનપુર શહેરમાં દોઢ કરોડના ખર્ચે ચાર નવા રોડ બનાવવાનો નગરપાલિકાનો નિર્ણય

પાલનપુરઃ બનાસકાંઠાના જિલ્લા મથક એવા પાલનપુર શહેરમાં રોડ-રસ્તાની હાલત ખૂબજ બદતર બની ગઈ છે. ચોમાસામાં તૂટી ગયેલા રોડને મરામત કરવાનો નગરપાલિકાના સત્તાધિશોને સમય મળતો નહતો.પણ હવે નગરપાલિકા નવા વર્ષે જ અંદાજિત દોઢ કરોડના ખર્ચે 4 નવા રોડ બનાવશે, જે પૈકી કેટલાક રોડ પર પેવરકામની શરૂઆત કરવામાં આવી છે. પાલનપુર શહેરમાં જૂની ભૂગર્ભ ગટરની પાઇપ લાઇન […]

વહેલી સવારે પાલનપુરમાં ભૂકંપના આચંકા અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.6 

પાલનપુરમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર તીવ્રર્તા 4.6 અમદાવાદ- છેલ્લા ઘણા દિવસોથી દેશભરના અનેર વિસ્તારોમાં સામાન્ય ભૂકંપના આચંકાો આવવાની ઘટના જોવા મળી રહી છે, જેમાં મોડી રાતે 2 વાગ્યે આસપાર રાજસ્થાનના ઝાલોર બાદ વહેલી સવારે ગુજરાતના પાલનપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપને લઈને લોકોમાં  ડરનો માહોલ જોવા મળ્યો હતો, લોકો જાન પર જોખમ ન લેતા […]

બનાસકાંઠાના પાલનપુરમાં રૂ. 26 લાખના ડ્રગ્સ સાથે બેની ધરપકડ

એસઓજીએ આરોપીઓની શરૂ કરી પૂછપરથ તપાસમાં નવા ખુલાસા થવાની શકયતા અમદાવાદઃ ગુજરાતમાં યુવાધનને નશાના રવાડે ચડાવવા માટે ડ્રગ્સ માફિયાઓ સક્રીય થયા હોય તેમ લાગી રહ્યું છે. બીજી તરફ પોલીસ અને અન્ય સુરક્ષા ઓજન્સીઓએ પણ આવા શખ્શોને ઝડપી લઈને તેમના નેટવર્કને તોડી પાડવાની દિશામાં કામગીરી શરૂ કરી છે. દરમિયાન બનાસકાંઠાના પાલનપુરમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે […]

પાલનપુરમાં માત્ર ત્રણ ઈંચ વરસાદમાં જ રોડ-રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાયાં

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાનું આગમન થતાં ખેડુતો ખૂશખૂશાલ બન્યા છે. બનાસકાંઠાના કેટલાક તાલુકામાં વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે, જેમાં પાલનપુરમાં આજે શુક્રવારે વહેલી સવારથી વરસાદ પડતાં પાલનપુરના મોટા ભાગના વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયાં હતાં તેમજ કેટલાંક ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતા, જેથી ઘરમાં પડેલા સામાન કરિયાણું, ઘરવખરી, કપડાં પાણીમાં પલળી […]

પાલનપુરમાં મહિલાએ કપડા ધોવા વોશિંગ મશીન ખોલ્યું તો અંદર ચાર સાપ છૂપાઈને બેઠા હતા

પાલનપુરઃ શહેરમાં રાધે રેસિડન્સીમાં એક મહિલાએ કપડા ધોવા વોશિંગ મશીન ખોલતા જ તે ડઘાઈ ગઈ હતી. વોશિંગ મશીનમાં એક-બે નહિ, ચાર સાપ નજરે પડ્યા હતા સાપોનો ગુચ્છો જોઈ મહિલા ચોંકી ઉઠી હતી. ત્યારે સાપ પકનારાઓનો સંપર્ક કરીને તાત્કાલિક સાપને વોશિંગ મશીનમાંથી બહાર કઢાયા હતા. પાલનપુર શહેરના  પારપડા રોડ પર રાધે રેસિડન્સી આવેલી છે. રાધે રેસિડન્સીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code