1. Home
  2. Tag "palitana"

પાલિતાણા તાલુકાના જામવાળી ગામે પ્રાથમિક શાળાના 23 બાળકોને ફુડ પોઈઝનિંગ

એક બાળકનો જન્મદિ હોવાથી શાળામાં ભોજન સમારોહનું આયોજન કરાયુ હતું, 120 બાળકોએ ભોજન લીધું હતુ જેમાં 23ને ઝાડા-ઊલટી થતાં હોસ્પિટલ ખસેડાયા, તમામ બાળકો ભયમુક્ત, હોસ્પિટલમાંથી રજા અપાઈ ભાવનગરઃ જિલ્લાના પાલીતાણા તાલુકાના જામવાળી ગામે શાળામાં ભોજન લીધા બાદ 23 બાળકોને ફુડ પોઈઝનિંગની અસર થતાં તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બનાવને પગલે મોડી રાત્રે આરોગ્યની ટીમ […]

પાલિતાણામાં ચારેબાજુ ગંદકી અને કાદવ-કીચડને લીધે મચ્છરોનો ઉપદ્રવ, પાલિકાની નિષ્ક્રિયતા

પાલિતાણાઃ  જૈનોના યાત્રાધામ પાલિતાણા શહેરમાં નગરપાલિકાની નિષ્ક્રિયતાને કારણે રોડ-રસ્તાઓ પર ગંદકી અને કાદવ-કીચડના થર જામ્યા છે. તેના લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. ત્યારે નગરપાલિકાના સત્તાધિશો સક્રિય બનીને ગંદકી અને કાદવ-કીચડ દુર કરે તેવી માગ ઊઠી છે. ચોમાસાના પ્રારંભે જ પાલિતાણા શહેરમાં ચોતરફ ગંદકીના ગંજ જામ્યા છે. અને કાદવ […]

જૈનોના યાત્રાધામ પાલિતાણામાં જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરથી લોકો પરેશાન

પાલિતાણાઃ જૈનોના યાત્રાધામ પાલિતાણાની મુખ્ય બજારમાં દબાણો ખડકાયેલા છે. ઉપરાત રખડતા ઢોર રોડ પર અડ્ડો જમાવીને બેસતા હોવાથી નાગરિકોને ભારે પરેશાની ભોગવવી પડે છે. શહેરની નગરપાલિકાના સત્તાધિશો રખડતા ઢોર પકડવા અને રોડ પરના દબાણો દુર કરવામાં નિષ્ક્રિયતા દાખવી રહ્યા છે. જાહેર રોડ પર રખડતા ઢોરના અડિંગાથી વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. પાલીતાણા શહેરમાં ઘણા […]

પાલિતાણાના નાની રાજસ્થળી ગામમાં પાણીના ખાડાંમાં ડૂબી જતાં બે બાળકોના મોત

ભાવનગરઃ જિલ્લામાં વરસાદને લીધે નદી, નાળાં અને તળાવોમાં નવા નીર આવ્યા છે. ત્યારે ડુબી જવાના બનાવો પણ બની રહ્યા છે. જિલ્લાના પાલિતાણા તાલુકાના નાના રાજસ્થળી ગામમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા બે બાળકોના મોત નિપજતા નાના એવા ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામના સીમ વિસ્તારમાં જાંબુ લેવા બે બાળકો ગયા […]

જૈનોના તિર્થસ્થાન પાલિતાણામાં ઠેર ઠેર દબાણો અને ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન

પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પાલિતાણામાં રોજબરોજ મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. તેમજ તાલુકા મથક હોવાથી આજુબાજુના ગામડાંઓમાંથી લોકો ખરીદી કરવા માટે પણ પાલિતાણા શહેરમાં આવતા હોય છે. પાલિતાણાના જાહેર માર્ગો અને બજારોમાં ઠેર ઠેર દબાણો ખડકાયેલા છે. દબાણોને કારણે રસ્તાઓ સાંકડા થતાં વારંવાર ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે. ત્યારે નગરપાલિકાનું તંત્ર દ્વારા ગેરકાયદે […]

પાલિતાણા અને ગારિયાધાર તાલુકામાં અસહ્ય ગરમીના ટાણે વીજ ધાંધીયાથી લોકો પરેશાન

પાલિતાણાઃ ગોહિલવાડ પંથકમાં અસહ્ય ગરમીથી લોકો પરેશાન છે. ત્યારે પાલિતાણા અને ગારિયાધાર તાલુકામાં વીજળીના ધાંધિયાને લીધે અસહ્ય ગરમીમાં લોકો વધુ પરેશાન થઈ રહ્યા છે. ભર બપોરે વીજળી પુરવઠો ખોરવાતા લોકો પંખા પણ ચાલુ રાખી શકતા નથી. પીજીવીસીએલ તંત્રએ છેલ્લા એક માસથી પાલિતાણાની પ્રજાને જાણે કે બાનમાં લીધું હોય તેમ દરરોજ ગમે તે સમયે કોઈપણ જાતની […]

પાલિતાણામાં અખાત્રિજના દિને યાત્રિકો ઉમટી પડ્યાં, 1000થી વધુ ભાવિકોએ વર્ષીતપના પારણાં કર્યા

પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન ગણાતા પાલિતાણામાં અખાત્રીજના દિને મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉમટી પડ્યા હતા. અને રેકોર્ડબ્રેક 1030થી વધારે જૈન યાત્રિકોએ કર્યા વર્ષી તપના પારણા કર્યા હતા. ઋષભદેવને વૈશાખસુદ-3 ના દિવસે શ્રેયાંસકુમાર ઇક્ષુ રસથી પારણું કરાવે છે.આમ તીર્થંકર ભગવાનના પારણાનો દિવસ અખાત્રીજ હોય આ દિવસનું મહત્વ ખુબજ રહેલું છે અખાત્રીજ દિવસનુ જૈન ધર્મમાં અનોખું […]

પાલિતાણામાં માંડવી ચોક સહિત મુખ્ય બજારમાં વારંવાર સર્જાતો ટ્રાફિક જામ, લોકો પરેશાન

પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણાતા પાલિતાણામાં રોજબરોજ અનેક યાત્રાળુઓ આવે છે. બીજીબાજુ પાલિતાણામાં વસતીમાં વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેથી શહેરના મુખ્ય બજારોમાં ટ્રાફિક જામના વારંવાર દ્રશ્યો સર્જાય રહ્યા છે. શહેરના ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ અગાઉ એક માર્ગીય હતો જે અકળ કારણોસર દ્વિમાગીય કરાતા આ રોડ ઉપર ચક્કાજામ અને અકસ્માતના […]

પાલિતાણામાં ગિરીરાજ શેત્રૂંજય પર છ ગાઉંની યાત્રામાં દેશ-વિદેશથી અનેક જૈનો ઉમટી પડ્યાં,

પાલિતાણાઃ જૈનોના તિર્થક્ષેત્ર એવા પાલીતાણા ખાતે ફાગણસુદ તેરસની પરંપરાગત છ ગાઉની યાત્રા-મેળો યોજાયો હતો. છ ગાઉંની યાત્રાનું જૈન સમાજમાં મહાત્મ્ય હોવાથી દેશ-વિદેશથી મોચી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શાશ્વત ગિરીરાજ શેત્રુંજયની છ ગાઉની યાત્રાનો  વહેલી સવારે તળેટીથી જય જય આદીનાથના જયઘોષ સાથે પ્રારંભ થયો હતો, પાલિતાણામાં ગિરીરાજ શેત્રુંજયની છ ગાઉની યાત્રામાં  મોટી સંખ્યમાં શ્રાવક-શ્રાવિકાઓ સાધુભવંતો, […]

પાલિતાણા ડૂંગરમાં દીપડાંએ ઘેટા-બકરાનું મારણ કર્યું, છ ગાઉં યાત્રા પહેલા વન વિભાગે સુરક્ષા વધારી

પાલિતાણાઃ જૈનોના તિર્થધામ ગણાતા પાલિતાણાના ડુંગરાળ અને આસપાસના વિસ્તારોમાં દીપડાંઓ અવાર-નાવર જોવા મળતા હોય છે. ત્યારે તાજેતરમાં શેત્રુંજી નજીક આવેલા રાજવાડી વિસ્તારમાં દીપડાએ એક ડઝન જેટલા ઘેટા બકરાનું મારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. બનાવની જાણ થતા વનવિભાગનો સ્ટાફ સ્થળે દોડી ગયો હતો. દરમિયાન પાલિતાણામાં છ ગાંઉની યાત્રામાં ઘણાબધા ભાવિકો ભાગ લેતા હોય છે. ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code