સ્ટેચ્યુ ઓફ યુનિટીના પંચમુખી સરોવરમાંથી 194 મગરોને રેસ્ક્યુ કરાયા
વડોદરાઃ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાસે આવેલા લેકમાંથી 194 મગરોને હટાવીને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. આ સરોવરમાં નૌકાયાન કરતા મુસાફરોની સુરક્ષા માટે આ શિફ્ટિંગ કરવામાં આવ્યું છે. કેવડિયા વિસ્તારના વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા બનાવાયેલી છે. તેની પાસે પંચમુખી સરોવર આવેલું […]