1. Home
  2. Tag "patan"

પાટણના આ ગામમાંથી નીકળ્યા છે 800થી વધુ શિક્ષકો

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારના અભિયાન ચલાવવામાં આવે છે. ત્યારે બીજી બાજુ એવા સમાચારો પણ સામે આવતા હોય છે કે, સરકારી શાળામાં શિક્ષકોની ઘટ છે. આ સમાચારોની વચ્ચે પાટણનું બાલીસણા ગામ રાજ્યમાં 800થી વધુ શિક્ષકો ધરાવતું ગામ બન્યું છે. આ શિક્ષકો હાલ પાટણ જિલ્લા સહિત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં સરકારી […]

લો બોલો, પાટણના શ્રમિકને 1.96 કરોડ રૂપિયાની GST નોટિસ મળી

અમદાવાદઃ પાટણ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદમાં મિકેનિક તરીકે કામ કરતા દુધખા ગામના એક યુવકને બેંગલુરુ GST વિભાગ તરફથી 1.96 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મળી છે. આ એક યુવાન માટે મોટો ફટકો છે જે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે મહિને માત્ર 16-17 હજાર રૂપિયા કમાય છે. સુનીલ સથવારા એક સરળ મિકેનિક છે […]

પાટણની રાણકી વાવ પ્રવાસીઓ માટે બની આકર્ષણનું કેન્દ્ર

વર્ષ 2024 માં કુલ 62 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત 2024માં પ્રવાસીઓને લીધે કુલ 65 કરોડની આવક થઈ વર્ષ 2023 કરતા 2024માં 33 હજાર પ્રવાસીઓનો થયો વધારો   અમદાવાદઃ ગુજરાતમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. આવા હેરિટેજ સ્થળોનો વિકાસ કરાયા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થઈ રહ્યો છે. જેમાં પાટણની રાણીના વાવ યાને રાણકી વાવનો […]

પાટણમાં બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેવા આવેલા ખેલાડીઓ યોજી દારૂની મહેફિલ

હેમચંદ્રાચાર્ય ઉ.ગુ યુનિની હોસ્ટેલમાં જ દારૂની મહેફિલ, હોસ્ટેલના રેક્ટરને ધમકી આપીને કારથી કચડવાનો પ્રયાસ, આણંદના ત્રણ વિદ્યાર્થીઓની અટકાયત પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં બહારગામના બાસ્કેટ બોલની સ્પર્ધામાં ભાગ લેવા માટે આવેલા ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા હોબાળો મચ્યો હતો. બાસ્કેટ બોલના ખેલાડીઓ  યુનિવર્સિટીની હોસ્ટેલની એક રૂમમાં દારૂની મહેફિલ માણતા હતા. દરમિયાન હોસ્ટેલના રેક્ટરે તેમને દારૂ […]

પાટણની મેડિકલ કોલેજમાં રેગિંગની કથિત ઘટનાથી વિદ્યાર્થીનું મોત, 15 સામે ગુનો નોંધાયો

રેગિંગ કમિટીના પ્રાથમિક રિપોર્ટ બાદ 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા, ABVPએ મોડી રાતે દેખાવો કરતા પોલીસ સાથે થયું ઘર્ષણ, મૃતકના પરિવારજનોની કસુરવારો સામે કડક પગલાં લેવાની માગ પાટણ: શહેર નજીક ઘારપુરમાં આવેલી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અનિલ નટવરભાઈ મેથાણીયા પર કોલેજના સિનિયર વિદ્યાર્થીઓએ કથિત રેગિંગ કરીને તેને સતત ત્રણ કલાક ઊભા રાખી ઇન્ટ્રોડેક્શન […]

પાટણનું કાર્તિકી મંદિર, વર્ષમાં માત્ર એક જ દિવસ ખૂલે છે

કારતક સુદ પૂનમના દિને મંદિર ખૂલતા દર્શનાર્થીઓની ભીડ જામી, 250 વર્ષ જુનું મંદિર એક જ દિવસ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખૂલે છે, મંદિરના પટાગણમાં મેળો ભરાયો પાટણઃ ગુજરાતમાં પાટણ ઐતિહાસિક શહેર છે, અને શહેરમાં પૂરાતની અનેક મંદિરો આવેલા છે. જેમાં શહેરના છત્ર પતેશ્વર મહાદેવ મંદિરમાં  બિરાજમાન કાર્તિકી સ્વામીનું  એક માત્ર મંદિર  આવેલું છે. આ મંદિર કારતક […]

પાટણઃ દિવાળીના તહેવારોમાં સુપ્રસિદ્ધ રાણકીવાવ પર સહેલાણીઓની ભીડ

અમદાવાદઃ દિવાળી તહેવારોના પ્રસંગે પાટણની રાણકીવાવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં હજારો ભારતીય અને વિદેશી પ્રવાસીઓએ રાણકીવાવ અને સહસ્ત્રલીંગ તળાવની મુલાકાત લીધી હતી. આ પ્રવાસીઓમાં અનેક લોકો પરિવાર સાથે યાદગાર પળો પસાર કરતાં અને સેલ્ફી લેતા જોવા મળ્યા. પાટણની રાણકીવાવ, UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા પ્રાપ્ત, 100 રૂપિયાની ચલણી નોટ […]

પાટણમાં રખડતા ઢોર પકડવા ધારાસભ્ય લાકડી લઈને નિકળ્યા

પાટણમાં જાહેર રસ્તાઓ પર અડ્ડો જમાવીને બેસતા ઢોર, નાગરિકોની ફરિયાદ બાદ ધરાસભ્ય પાલિકાની ટીમ સાથે નીકળ્યા, રખડતા ઢોરને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા પાટણઃ શહેરમાં જાહેર રોડ રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં હાલ વરસાદી સીઝનમાં રખડતા ઢોર ટોળેવળીને રોડ પર બેસી રહેતા હોવાથી વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી […]

પાટણમાં સરસ્વતી નદીમાં 7 ડૂબ્યા, 4નાં મોત, 3ને બચાવી લેવાયા

ગણેશ વિસર્જન કરવા જતાં બનેલો બનાવ, એક જ પરિવારના 4ના મોતથી માતમ છવાયો, બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ અને અધિકારીઓ દોડી ગયા, પાટણઃ શહેરમાં સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન સાત જણાં પાણીમાં ડૂબ્યા હતા. દરમિયાન બુમાબુમ થતાં ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવેયા દોડી આવ્યા હતા. અને ઊંડા પાણીમાં ડુબી રહેલા 7માંથી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા […]

પાટણ જિલ્લામાં વિદ્યાર્થિનીઓને આપવાની નવી નક્કોર સાયકલો ભંગારમાં વેચાઈ

સરસ્વતી સાધના યોજના હેઠળ 9 વર્ષથી સાયકલો છાત્રાઓને ના અપાઈ, નવી નક્કોર 12.60 લાખની સાયકલો ભંગાર બની જતા 2.79 લાખમાં વેચાઈ, પ્રજાના ટેક્સના પૈસાની બરબાદી પાટણઃ ગુજરાતમાં સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ-9મી વિદ્યાર્થિનીઓને સાયકલ ફાળવવામાં આવે છે. પછાત વર્ગની દીકરીઓ સાયકલ લઈને શાળામાં અભ્યાસ માટે જઈ શકે તે માટે આ યોજના આવકાર દાયક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code