1. Home
  2. Tag "patients"

માનવતા મરી પરવારી નથીઃ અનેક ટ્રસ્ટો, દાતાઓ કોવિડના દર્દીઓની સેવા માટે મદદ કરી રહ્યા છે

અમદાવાદઃ માનવતા હજુ મરી પરવારી નથી. ઘણા લોકો અને ટ્રસ્ટો દ્વારા કોરોનાથી સંક્રમિત બનેલાઓની સેવા કરી રહ્યા છે. ઓક્સિજન સિલિન્ડર મેળવવા અને રીફિલ કરાવવા માટે દિવસ રાત લાઈનો લાગે છે. ત્યારે આ સમયે રાજકોટની સામાન્ય વ્યક્તિથી લઈને વેપારી, ઉદ્યોગપતિએ પોતાની દિલેરી બતાવી છે. લોકોના જીવ બચાવવા પ્રાણવાયુ માટે રાજકોટના દાતાઓએ રૂ.50 લાખનું દાન આપ્યું છે, […]

ગુજરાતની હોસ્પિટલોમાં 52 હજાર દર્દીઓ ઓક્સિજન સપોર્ટ ઉપરઃ સરકારે કોર્ટમાં રજૂ કર્યું એફિડેવીટ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં કોવિડના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. કોરોનાના તમામ દર્દીઓ પૈકી 52 હજાર દર્દીઓ ઓક્સિજન સપોર્ટ ઉપર સારવાર લઈ રહ્યાં છે. તેમ ગુજરાત સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલી એફિડેવીટમાં જણાવ્યું છે. કેસની હકીકત અનુસાર ગુજરાતમાં કોરોના મહામારીને લઈને હાઈકોર્ટમાં સુઓમોટો પીટિશન થઈ છે. […]

કોરોનાના દર્દીઓને ત્વરિત મદદ મળી શકે તે માટે 80 મે. ટન ઓક્સિજન મુંદરા પોર્ટમાં ઊતરશે

ભુજ  : કોરોનાના કેસ વધતા દેશભરમાં ઓક્સિજનની માગમાં ભારે વધારો થયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોને ઓક્સિજનની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવામાં વિદેશની અનેક ખાનગી કંપનીઓની મદદ પણ મળી રહી છે, જેના ભાગરૂપે સાઉદી અરેબિયા 80 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન મોકલી રહ્યું છે, જે કચ્છના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા […]

રાજકોટમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતો નકલી તબીબી પકડાયો

રાજકોટ : કોરોનાના કપરા કાળમાં પણ લોકો પૈસા કમાવવાનું શોધી લેતા હોય છે.  નકલી તબીબોનો પ્રેક્ટિસ કરીને દર્દીઓના જીવ જોખમમાં મૂકતા હોય છે. ત્યારે રાજકોટમાં ફરીથી એકવાર નકલી તબીબ પકડાયો છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ નકલી તબીબે રેસ્ટોરન્ટમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરી હતી, અને કોરોના દર્દીઓની સારવાર કરતો હતો. પિતા હેમંત રાજાણી અને […]

કેન્દ્ર સરકાર ગુજરાતને કોરોનાના દર્દીઓ માટે 1,63,500 રેમડેસિવિરના ઈન્જેક્શનનો જથ્થો આપશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ પ્રતિદિન 12000થી વધુ નોંધાય રહ્યા છે. હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરતો જથ્થો ન હોવાની બુમરાણ વધી રહી છે. જ્યારે રેમડેસિવિર ઈન્જેક્શન પણ મળતા નહીં હોવી બુમો ઊઠી છે.  જેનાથી દર્દીઓ તેમજ પરિવારજનોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ત્યારે  કેન્દ્ર સરકારે દેશનાં 19 રાજ્યમાં આગામી 10 દિવસમાં  રેમડેસિવિરની વહેંચણી કરવાની જાહેરાત કરી છે, જેમાં […]

રાજયની 11 હોસ્પિટલમાં દર્દીઓ માટે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાશે : નીતિન પટેલ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે. તેથી મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. હોસ્પિટલમાં કોવિડના દાખલ થતા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે. અગાઉ રાજ્યની સરકારી હોસ્પિટલોમાં 150 ટન ઓક્સિજન વપરાતો હતો. તેના બદલે અત્યારે ઓક્સિજન પર રાખવામાં આવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. અને ઓક્સિજનની માગ વધી છે, એટલે રાજ્યમાં 11 સરકારી […]

અનુભવે આત્માને ઢંઢોળ્યો, ઓક્સિજનમેન બની 900 લોકોના જીવ બચાવ્યાં

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. દેશની મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. બીજી તરફ ઓક્સિજન અને રેમડેસિવર ઈન્જેકશન સહિતની મેડિકલ સુવિધાઓની અછત ઉભી થઈ છે. આ સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારો પ્રયાસો કરી રહી છે.  દરમિયાન બિહારના પટણામાં એક વ્યક્તિ કોરોનાની આ મહામારીમાં પોતાના જીવની ચિંતા કર્યા […]

વડોદરાની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સેવા માટે લાખોના ખર્ચે વસાવેલા સાત રોબર્ટ ધૂળ ખાય છે

વડોદરાઃ શહેરમાં કોરોનાના કેસ વધતા જાય છે. શહેરની હોસ્પિટલ દર્દીઓની હાઉસફુલ થઈ રહી છે. આઠ મહિના પહેલા વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી દ્વારા કોરોના દર્દીઓની સારવાર માટે રૂ. 50 લાખના ખર્ચે 7 રોબોટ ખરીદવામાં આવ્યા હતા. જે છેલ્લા કેટલાક વખતથી ‘કોરોનાગ્રસ્ત’ થઇ ગયા છે. 50 લાખ રૂપિયાનો ખર્ચ કર્યાં પછી પણ […]

HRCT કે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઈન્જેકશન અપાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધતા રેમડેસિવિર ઈન્જેકશનની માંગણી ઉઠી છે. લોકો ઈન્જેકશન લેવા માટે લાંબી લાઈનો લગાવતા હતા. ઈન્જેકશનની અછતને લઈને દર્દીઓના પરિવારજનોની મુશ્કેલીમાં વધારો થયો હતો. જેથી સરકાર દ્વારા કેટલાક કટક નિર્ણયો લેવામાં આવ્યાં હતા. ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ઉપરાંત RTPCR ટેસ્ટ સહિતના કાગળો બતાવ્યા બાદ ઈન્જેકશન આપવામાં આવતું હતું. જો કે, પરિસ્થિતિને ધ્યાનમાં […]

અમદાવાદમાં સામાજીક સંસ્થા હોમ ક્વોરન્ટીન દર્દીઓને પોર્ટેબલ ઓક્સિજન મશીન અપાશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધતા જાય છે. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ માટે ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. એવામાં કોવિડ-19ના હોમ ક્વોરન્ટાઈન રહેલા દર્દીઓ માટે લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232એ પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોન્ચ કરી છે. કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલમાં ખાલી બેડ શોધવા તે પણ મોટો પડકાર બની ગયો છે. એવામાં ઘરમાં જ સારવાર લઈ રહેલા ગંભીર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code