જાપાને શરતો અનુકૂળ થાય ત્યારે રશિયા સાથે શાંતિ સંધિ વાટાઘાટો ફરી શરૂ કરવાની તૈયારી દર્શાવી
જાપાને શરતો અનુકૂળ થાય ત્યારે રશિયા સાથે શાંતિ સંધિ વાટાઘાટો ફરી શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. એક સરકારી સમાચાર એજન્સી સાથેની મુલાકાતમાં મોસ્કોમાં જાપાનના રાજદૂત અકીરા મુટોએ કહ્યું હતું કે સ્થિર સંબંધો બનાવવા માટે બંને દેશો વચ્ચેના પ્રાદેશિક મુદ્દાનું સમાધાન કરીને શાંતિ સંધિ કરવી જરૂરી છે. તેમણે જાપાનને રશિયાને સ્વાભાવિક ભાગીદાર અને પાડોશી તરીકે વર્ણવ્યું […]