ગિરનાર પર્વત પર બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતાં દામોદર કુંડમાં ઘોડાપૂર, યાત્રાળુઓના પ્રવેશ પર રોક
જુનાગઢમાં ભારે વરસાદથી ગિરનાર પર્વત અને દાતાર પર્વત પર પાણીની આવક વધી છે, જેને લઈને નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પર્વત પર બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતાં દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. આજે અમાસ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો પિતૃતર્પણ કરવા માટે દામોદર કુંડ આવ્યા હતા. જોકે, કુંડમાં પૂરની પરિસ્થિતિને કારણે વહીવટી […]