1. Home
  2. Tag "PM"

પીએમ 25મી જુલાઈએ સ્વર્ગસ્થ હરમોહન સિંહ યાદવની 10મી પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમને સંબોધન કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી જુલાઈ 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે સ્વર્ગસ્થ હરમોહન સિંહ યાદવની 10મી પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરશે. હરમોહન સિંહ યાદવ યાદવ સમુદાયની એક મહાન વ્યક્તિ અને નેતા હતા.આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સહભાગિતા ખેડૂતો, પછાત વર્ગો અને સમાજના અન્ય વર્ગો માટે દિવંગત નેતાના યોગદાનને માન્યતા આપવા માટે છે. હરમોહન સિંહ યાદવ લાંબા સમય સુધી રાજકારણમાં […]

મારો ધર્મ હિન્દુ છે અને ભારત મારો ધાર્મિક-સાંસ્કૃતિક વારસોઃ ઋષિ સુનકનું નિવેદન વાયરલ

નવી દિલ્હીઃ બ્રિટનમાં હાલ વડાપ્રધાન પદની પ્રક્રિયા ચાલી રહી છે અને ભારત સહિત દુનિયાભરના રાજકીય મહાનુભાવોની નજર મંડાયેલી છે. ઋષિ સુનક પીએમ પદની રેસમાં સૌથી આગળ છે. હાલમાં ઋષિ સુનકનું એક નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. તેમનું આ નિવેદન ધર્મ સાથે સંબંધિત છે અને તેમણે પોતાને એક ગૌરવપૂર્ણ હિન્દુ ગણાવ્યાં હતા. વર્ષ 2020માં ઋષિ […]

બ્રિટનઃ PM પદની રેસમાંથી પ્રિતી પટેલે નામ પાછુ ખેંચ્યું, ગૃહસચિવ માટે ઉમેદવારી કરશે

નવી દિલ્હીઃ બ્રિટનમાં બોરિસ જોનસનના રાજીનામા બાદ નવા વડાપ્રધાનની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પીએમની રેસમાં હવે ભારતીય મૂળના ઋષિ સુનક, સુએલા બ્રેવરમૈન સહિત 8 લોકો રહ્યાં છે. બ્રિટનના કંજર્વેટિવ પાર્ટીના નેતા પદ માટે નામાંકન દાખલ કર્યું છે. નામાંકનના કેટલાક સમય પહેલા ભારતીય મૂળના ઉમેદવાર પ્રીતિ પટેલે પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. બ્રિટનમાં કંજર્વેટિવ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના લાઈટહાઉસ પ્રોજેક્ટનું બુધવારે ડ્રોન કેમેરાથી નિરિક્ષણ કરશે

રાજકોટઃ દેશના માત્ર 6 નગરોમાં લાઇટહાઉસ આવાસ યોજના કેન્દ્ર સરકારના સહયોગથી મ્યુનિ.કોર્પોરેશનો દ્વારા બનાવવામાં આવી રહી છે, કોરોના સહિતના કારણે ઢીલમાં પડેલા આ પ્રોજેકટની બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રોન કેમેરાથી નિરીક્ષણ કરશે. તેથી રાજકોટના મ્યુનિ. કમિશ્નર અમિત અરોરાએ સ્માર્ટ સીટી નજીક પરશુરામ ધામ નજીક આવેલા આ લાઇટહાઉસ સાઇટની મુલાકાત લીધી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન […]

નવું ભારત આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાનું ભારત હોવું જોઈએ: PM

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​આંધ્રપ્રદેશના ભીમાવરમમાં સુપ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની વર્ષભરની 125મી જન્મજયંતિની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આટલા સમૃદ્ધ વારસા સાથે આંધ્રપ્રદેશની મહાન ભૂમિને સલામ કરવાનો અવસર મેળવીને તેઓ સૌભાગ્યની લાગણી અનુભવી રહ્યા છે. તેમણે આઝાદી કા અમૃત મહોત્સવ, અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિ અને રામ્પા વિદ્રોહના […]

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો બીજી વખત કોરોના પોઝિટિવ,ટ્વિટ કરીને માહિતી આપી

 કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો કોરોના પોઝિટિવ ટ્રુડોએ ટ્વિટ કરીને આપી માહિતી જાન્યુઆરીમાં પણ થયા હતા સંક્રમિત   દિલ્હી:કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો બીજી વખત કોવિડ-19થી સંક્રમિત થયા છે.તેણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે રૂબરૂ મુલાકાત કર્યાના થોડા દિવસો બાદ પોતે કોરોના વાયરસથી સંક્રમિત હોવાની માહિતી આપી છે. ટ્રુડોએ સોમવારે એક ટ્વિટ દ્વારા ફરી એકવાર પોતાને કોવિડ-19થી […]

ફિનલેન્ડના વડાપ્રધાન સના મરિન કોરોના વાયરસથી સંક્રમિત  

ફિનલેન્ડના વડાપ્રધાનને થયો કોરોના સના મરિન કોરોના વાયરસથી સંક્રમિત   ખુદ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી માહિતી દિલ્હી:ફિનલેન્ડના વડાપ્રધાન સના મરિન કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.આ માહિતી તેણે પોતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.તેણે કહ્યું છે કે મંગળવારે તેને તાવ આવ્યો હતો. આ પછી, તેણે બુધવારે સવારે ઘરે કોરોના ટેસ્ટ કર્યો, […]

દક્ષિણ ભારત અને પૂર્વીય રાજ્યોમાં પીએમ તરીકે લોકોની પ્રથમ પસંદગી નરેન્દ્ર મોદી, સર્વેનો રિપોર્ટ

નવી દિલ્હીઃ ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીના એક વર્ષ પછી પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે જનતાનો પ્રિય ચહેરો છે. બીજી તરફ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પીએમ મોદી કરતા ઘણા પાછળ છે. ચાર રાજ્યો – આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળ – અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી, જ્યાં 2021 માં […]

પાકિસ્તાનની આર્થિક સ્થિત લથડીઃ 38 વસ્તુઓના આયાત ઉપર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા બાદ હવે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પણ સારી નહીં હોવાનું સામે આવ્યું છે. ઈમરાન ખાન સરકાર પડી ભાગતા નવા બનેલા પીએમ શહબાઝ શરીફે વિદેશી મુદ્રાની બચત માટે કેટલીક બિન-ઉપયોગી અને મોજશોખની વસ્તુઓ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. મોબાઈલ ફોન, મોટરકાર, ધરેલુ ઉપકરણો અને હથિયાર જેવી વસ્તુઓના આયાત ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. […]

PMનો યુરોપ પ્રવાસઃ બર્લિનમાં જર્મન ચાન્સલર ઓલાફ સ્કોલ્જ અને નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક મળી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ 3 યુરોપિયન દેશના પ્રવાસે છે અને જર્મનીના બર્લિન પહોંચ્યાં હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ હોટલ ઉપર પણ મોટી સંખ્યામાં ભારતીયો તેમને મળવા ઉમટી પડ્યાં હતા. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સલર ઓલાફ સ્કોલ્જ સાથે મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવો વચ્ચે ભારત અને જર્મનીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code