1. Home
  2. Tag "Popular News"

કચ્છના આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની સામુહિક બદલીઓ સામે આંદોલન કરાશે

ભૂજ, 5 ફેબ્રુઆરી 2026:   કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 400 જેટલાં કર્મચારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે. કર્મચારીઓએ બદલી સામે ભારે વિરોધ કરીને લડતનું એલાન કર્યું છે. અને કર્મચારીઓની લડતને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે ટેકો આપ્યો છે. જો બદલીઓ તાત્કાલિક સ્થગિત નહીં થાય અથવા યોગ્ય નિરાકરણ નહીં આવે તો 16 […]

વાવ-થરાદના સવપુરા માઈનોર કેનાલમાં કચરો ભરાતા ખેડૂતોએ જાતે જ કેનાલ સાફ કરી

થરાદ, 5 ફેબ્રુઆરી 2026: વાવ – થરાદ જિલ્લાના સવપુરા-વાછરડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં છેલ્લા એક મહિનાથી પૂરતું પાણી મળતું નથી. કેનાલમાં કચરો ભરાઈ ગયો હોવાથી સાફ કરાવવા માટે ખેડૂતોએ રજુઆતો કરી હતી. છતાંયે કોઈ પગલાં ન લેવાતા ખેડૂતોએ સ્વયંભૂ શ્રમદાનનો નિર્ણય લઈને જાતે જ કેનાલની સાફ સફાઈ કરી હતી. થરાદ-વાવ જિલ્લાના સવપુરા-વાછરડા ગામના ખેડૂતોને કેનાલમાંથી પૂરતું પાણી […]

ગાંધીનગરમાં દોડતા ડમ્પરોમાં રેતી-કપચી ઢાંકેલા નહીં હોય તો 10 હજારનો દંડ કરાશે

ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2026:  પાટનગર ગાંધીનગરમાં એર પોલ્યુશન વધતું જાય છે. શહેરમાં અનેક નવા બિલ્ડિંગો બની રહ્યા છે. બિલ્ડિંગો માટે રેતિ, કપચી અને માટી ભરેલા ડમ્પરો પર તાડપત્રી કે યોગ્ય કવરથી ઢાંકવામાં ન આવતા ડમ્પરો દોડે ત્યારે માટી-કપચી અને રેતી ઉડતી હોય છે. જેના કારણે હવાના પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. આથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જાહેરાતો આપી પણ કાયમી પરીક્ષા નિયામક મળતા નથી

રાજકોટ, 5 ફેબ્રુઆરી 2026:  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી પરીક્ષા નિયામક મળતા નથી. યુનિવર્સિટીમાંથી અન્ય કેડરના ભરતી કરીને પરીક્ષા નિયામકપદે નિયુક્તિ કર્યા બાદ કોઈ કારણસર કર્મચારીઓ રાજીનામું આપી દેતા હોય છે. એટલે યુનિવર્સિટીને કાયમી કૂલપતિ મળવાના યોગ મળતા નથી. યુનિવર્સિટી દ્વારા પરીક્ષા નિયામકની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જોકે, તેમાં આ જ યુનિવર્સિટીના એક વહિવટી […]

સુરતમાં મારૂતિ અને હ્યુન્ડાઈના નકલી સ્પેરપાર્ટ્સનું ગોદામ પકડાયું

સુરત, 5 ફેબ્રુઆરી 2026:  શહેરના સરથાણા વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સરથાણા પોલીસે રેડ પાડીને મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ સહિત કંપનીઓના નકલી સ્પેરપાર્ટ્સનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. પોલીસે કુલ 18.77 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખસોની ધરપકડ કરી છે. પોલીસે પૂછતાછ કરતા આરોપીઓ છેલ્લા 8 વર્ષથી કારના નકલી સ્પેરપાર્ટ્સનો વેપાર કરી રહ્યા હતા. સુરત […]

અમદાવાદમાં ચંદ્રનગર BRTS કોરીડોરમાં ગૌવંશ ભરેલી કારનો અકસ્માત

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026:  શહેરના વાસણા વિસ્તારમાં ચંદ્રનગર બીઆરટીએસ કોરીડોરમાં ગૌવંશ ભરેલી પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર બીઆરટીએસ  ટ્રેકના દરવાજા, લાઈટના પોલ અને ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત બાદ કાર ઊભી રહી ગઈ હતી અને એરબેગ ખુલી ગઈ હતી. જેમાં કારમાંથી ત્રણ શખસ ભાગી ગયા હતા જ્યારે એક […]

રિવરફ્રન્ટ પર યોજાયેલા આદિવાસી હસ્તકળા અને આહાર મેળાને મળ્યો સારો પ્રતિસાદ

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026:  શહેરના સાબરમતી નદીના કિનારે આવેલો આધુનિક રિવરફ્રન્ટ એક અલગ જ ઊર્જાથી ધબકી ઉઠ્યો હતો, જ્યાં કોંક્રીટના જંગલની વચ્ચે, પ્રકૃતિના ખોળે ઉછરેલી આદિવાસી સંસ્કૃતિ અને કલાનો એક અનોખો સંગમ સર્જાયો હતો. તાજેતરમાં આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી (GTRTS) દ્વારા વલ્લભ સદન, રિવરફ્રન્ટ ખાતે તા. ૨૮ જાન્યુઆરીથી ૦૩ […]

અમેરિકાએ ટેરિફ ઘટાડતા હીરા ઉદ્યોગમાં તેજીની શક્યતા, નવા ઓર્ડર મળશે

સુરત, 5 ફેબ્રુઆરી 2026:  અમેરિકાએ ભારતથી થતી નિકાસ પર લાદેલો 50 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરતા સુરતના ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગને મોટો ફાયદો થશે. ગુજરાતમાં હીરા ઉદ્યોગ એ અનેક લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. છેલ્લા ઘણા વખતથી હીરા ઉદ્યોગમાં મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યો છે. જેમાં છેલ્લા 6 મહિનામાં તો હીરાના ઘણાબધા કારખાનાને તાળાં […]

અમદાવાદમાં હવામાન વિભાગની કચેરીમાં તસ્કરો હવા-પ્રદૂષણ માપવાનું યંત્ર ઉઠાવી ગયા

અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2026:  શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી હવામાન વિભાગની કચેરીમાં રાત્રે બારીની ગ્રીલ તોડીને તસ્કરોએ એર ક્વોલોટી મોનીટરીંગ સ્ટેશન પર જઈને મશીન, ચાર્જર સહિતના 4.65 લાખના સામાનની ચોરી કરી છે. ચોરીના આ બનાવની નારણપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.   શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચોરીના બનાવ સતત વધુ રહ્યા છે, ત્યારે તસ્કરોએ નારણપુરા વિસ્તારમાં […]

રાજકોટમાં મધરાત બાદ કારમાં આવેલા તસ્કરો 120 કિલો ચાંદીની ચોરી કરી પલાયન

રાજકોટ, 4 ફેબ્રુઆરી 2026:  શહેરના સામાકાંઠા વિસ્તારમાં પેડક રોડ પર ચંપકનગર પાસે આવેલા રણછોડનગર શેરી નંબર-1માં રહેણાંક મકાનમાં ગઈ મધરાત બાદ તસ્કરો ત્રાટક્યા હતા. કાર લઈને ચોરી કરવા આવેલા શખસો એક કરોડથી વધુ કિંમતની 120 કિલો ચાંદીના ઘરેણા ચોરીને પલાયન થઈ ગયા હતા.  ચોરીના બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, LCB ઝોન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code