1. Home
  2. Tag "Popular News"

આદુનું પાણી ખાંસી, શરદી, કફ, કબજિયાત અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓમાં આપે છે રાહત

આદુનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. આદુ ચા અને ખાવાને સ્વાદિષ્ટ બનાવવા સાથે-સાથે શરીરને ગરમ રાખવાનું પણ કામ કરે છે. આયુર્વેદમાં આદુને ઔષધિ માનવામાં આવ્યું છે, પરંતુ આદુનું પાણી શરીર માટે કેટલું ફાયદાકારક છે, તેનો અંદાજ લગાવી શકાતો નથી. આદુનું પાણી ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે, ખાસ કરીને શિયાળામાં. આદુનો સ્વાદ તીખો, કડવો અને […]

CAનું બન્ને ગૃપનું પરિણામ 16.23 ટકા, અમદાવાદની યુવતી ઈન્ટર મિડિયેટમાં સેકન્ડ રેન્ક

રાજકોટના વિદ્યાર્થીએ ફાઉન્ડેશનમાં દેશમાં 20મો રેન્ક મેળવ્યો, ફાઉન્ડેશન પરીક્ષામાં 98,827 વિદ્યાર્થીઓએ આપી હતી, જેમાં માત્ર 14,609 ઉમેદવારો પાસ CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદના 6 ઉમેદવારોનો ટોપ 50માં સમાવેશ અમદાવાદઃ ICAI (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા) દ્વારા ગત સપ્ટેમ્બરમાં લેવાયેલી CA પરીક્ષાઓનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં ફાઇનલ એક્ઝામિનેશન (બંને ગ્રુપ)નું પરિણામ 16.23% (16,800માંથી 2,727 પાસ), […]

ગુજરાતના સેમિકન્ડક્ટર સેક્ટર પર દુનિયાના લગભગ બધા દેશોની નજર છેઃ અશ્વિની વૈષ્ણવ

દેશના વિકાસ માટે ઈલેકટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્ર પર વિશેષ ફોકસ કરાયુ છે, ધોલેરા આગામી સમયમાં હાઈટેક ઉત્પાદનનું મોટુ કેન્દ્ર બનશે, ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબના પ્રોજેક્ટ્સની વિગતો મેળવતા કેન્દ્રિયમંત્રી ગાંધીનગરઃ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રેલવે તથા માહિતી પ્રસારણ મંત્રી  અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્ર પર વિશેષ ફોકસ સાથેનું અભિયાન હાથ ધરવામાં […]

ગુજરાતમાં જનભાગીદારી (PPP)થી સાત લાખ વૃક્ષોનું રોપણ કરાયુ

ગુજરાતમાં ગ્રીન કવર વધરાવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી, ઔદ્યોગિક એકમો, સંસ્થાઓ અને વૃક્ષપ્રેમીઓ થકી રાજ્યને હરિયાળું બનાવવા પહેલ, ભાગીદારીથી બનાસકાંઠા, સાબરકાંઠા, અને પાટણમાં કુલ 4.44 લાખથી વધુ વૃક્ષો રોપાયા ગાંધીનગરઃ   ભારત સહિત વિશ્વભરમાં ‘કલાયમેટ ચેન્જ’ની સમસ્યાના પરિણામલક્ષી ઉકેલ માટે અનેકવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં,વન-પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી  પ્રવીણ […]

ભાવનગરમાં છેલ્લા 5 મહિનાથી સિટી બસ સેવા બંધ, લોકોને પડતી મુશ્કેલી

મ્યુનિ.સંચાલિત સિટી બસના અગાઉ 8 રૂટ શરૂ કરાયા હતા, કેન્દ્ર સરકાર દ્વારા 100 ઈ-બસ ફાળવાયા બાદ સિટી બસ સેવા શરૂ કરાશે એવો દાવો, સિટી બસ સેવા બંધ હોવાથી લોકોને ફરજિયાત શટલ રિક્ષાનો સહારો લેવો પડે છે, ભાવનગરઃ ગુજરાતમાં અન્ય શહેરોની તુલનાએ ભાવનગર શહેર વિકાસમાં ખૂબ પાછળ છે. ત્યારે શહેરમાં છેલ્લા 5 મહિનાથી સિટીબસ સેવા બંધ […]

ભાવનગર જિલ્લામાં સર્વેની કામગીરી સામે ખેડૂતોનો વિરોધ, 100 ટકા વળતરની માગ

જિલ્લાના તમામ તાલુકાઓમાં માવઠાથી 100 ટકા નુકસાન થયુ છે, હજુ પણ વાડી-ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને કરી રજુઆત ભાવનગરઃ ગોહિલવાડમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોની હાલત કફોડી બની છે. ભાવનગર જિલ્લાના તમામ તાલુકામાં માવઠાએ વિનાશ વેર્યો છે. અને ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. શિહોર તાલુકાના કેટલાક ગામોના વાડી-ખેતરોમાં વરસાદી […]

મુખ્યમંત્રી સહિત મંત્રીઓને બંગલા ફાળવાયા, CMને લકી ગણાતો 26 નંબરનો બંગલો ફાળવાયો

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને 43 નંબરનો બંગલો ફાળવાયો, ગેરમાન્યતાઓ હોવાને લીધે બંગલાને 13 નંબર અપાયો નથી,   તમામ બંગલા રિનોવેશન કરીને મંત્રીઓને સોંપાશે ગાંધીનગરઃ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓને ગાંધીનગરના મંત્રી નિવાસ સંકુલમાં બંગલાઓની ફાળવણી કરી દેવામાં આવી છે. કેબીનેટ અને રાજ્યકક્ષાના કુલ 25 મંત્રીઓએ પદભાર સંભાળ્યા બાદ […]

યુનિવર્સિટીઓ અને કોલેજોના અધ્યાપકો રિસર્ચ ઈવેલ્યુશનમાં 60 ગુણ લાવશે તો જ સહાય મળશે

ગુજરાત સરકારે સહાયના નિયમોમાં કેટલાક મહત્ત્વના ફેરફારો કર્યા, સાયન્સ અને ટેકનોલોજીના રિસર્ચ માટે 5 લાખની સહાય અપાશે, કોમર્સ અને આર્ટસના વિષયોમાં રિસર્ચ માટે બે લાખ અને ભાષાના વિષયોમાં એક લાખ રૂપિયા અપાશે, અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ અંતર્ગત યુનિવર્સિટીઓ અને કોલેજોમાં રિસર્ચ વધે તે માટે ગુજરાત સરકારે વર્ષ 2023-24ના બજેટમાં રિસર્ચ ફેલોશિપ-આર્થિક સહાયની બાબત ઉમેરાઈ હતી. […]

અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં લારી-ગલ્લા અને પાર્ક થતા વાહનોના દબાણો હટાવાયા

એએમસી અને ટ્રાફિક પોલીસે સંયુક્તરીતે દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરી, રોડ પર ગેરકાયદે પાર્ક કરેલા 137 વાહનોને લોક મારી દેવાયા, હજુ પણ અનેક વિસ્તારોમાં રોડ પર આડેધડ પાર્ક કરાતા વાહનો અમદાવાદઃ શહેરમાં વાહનોની વધતા જતી સંખ્યાને લીધે પાર્કિંગનો પ્રશ્ન માથાના દૂઃખાવારૂપ બન્યો છે. લોકો પોતાની સાસાયટી બહાર જાહેર રોડ પર આડેધડ વાહનો પાર્ક કરી દેતા […]

થરાના નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ખાડાઓ અને ભરાયેલા પાણીને લીધે લોકોને મુશ્કેલી

થરાના સર્વિસ રોડ પર ગટર અને વરસાદી પાણી ભરાયેલા રહે છે, સર્વિસ રોડ પર ઠેર ઠેર ખાડાંને લીધે વાહનચાલકોને પડતી મુશ્કેલી, સર્વિસ રોડની સત્વરે મરામત નહીં કરાય તો લોકો હાઈવે પર ચક્કાજામ કરશે પાલનપુરઃ  થરામાં પસાર થતા નેશનલ હાઈવેની બન્ને બાજુ સર્વિસ રોડ બનાવવામાં આવેલો છે. આ સર્વિસ રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code