બટાકાના ભાવ ઘટીને મણના 100થી 120ના ભાવે વેચાતા ખેડુતોએ કરેલો ખર્ચ માથે પડ્યો,
પાલનપુરઃ બનાસકાંઠામાં બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયુ છે. જેમાં સૌથી વધુ ડીસા તાલુકામાં બટાકાનું મબલખ ઉત્પાદન થયું છે. પરંતુ પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. આ વર્ષે ઉત્તર પ્રદેશ, બંગાળ સહિત દેશભરમાં બટાકાનું ઉત્પાદન વધુ થતાં બટાકાની માગમાં ઘટાડો થતાં ભાવ પણ ગગડી રહ્યાં છે. બટાકા હાલમાં 100 થી 120 રૂપિયામાં વેચાય […]