ભારતના ઉદયને તાકાતથી હેતુપૂર્વક આગળ વધારવા અદાણી યુનિવર્સિટીના સ્નાતકોને પ્રીતિ અદાણીની હાકલ
અમદાવાદ : અમદાવાદ ખાતે શાંતિગ્રામમાં આવેલી અદાણી યુનિવર્સિટીનો બીજો દીક્ષાંત સમારોહ શનિવારે યુનિવર્સિટીના સભાગૃહમાં યોજાયો હતો, જેમાં પ્રતિષ્ઠિત ત્રણ યુનિવર્સિટીના પદક વિજેતા મળી ૮૭ સ્નાતક વિદ્યાર્થીઓની સિદ્ધિઓને તેઓના પરિવારો, ફેકલ્ટી, ગવર્નિંગ બોડીના સભ્યો, અગ્રગણ્યઉદ્યોગકારો અને આમંત્રિત મહેમાનોની હાજરીમાં બિરદાવવામાં આવી હતી.. અદાણી યુનિવર્સિટીના પ્રમુખ અને અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ જી. અદાણીના અધ્યક્ષપદે યોજાયેલા આ […]


