1. Home
  2. Tag "Primary Schools"

પ્રાથમિક શાળાઓમાં શારીરિક શિક્ષણનો વિષય ફરજિયાત કરો, શૈક્ષણિક મહાસંઘની માગણી

અમદાવાદઃ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની ઉપક્રમે અમદાવાદમાં ડો. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે રાજ્ય કારોબારી બેઠક યોજાઈ ગઈ તેમાં રાજ્યના શિક્ષકોના પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ધો. 1થી 5માં ફરજ બજાવતા શારીરિક શિક્ષણ, ચિત્ર, સંગીત વિષયના શિક્ષકોને ધોરણ છથી આઠમાં સમાવેશ કરી ધોરણ 1 થી 8નું સળંગ મહેકમ ગણી વિષય શિક્ષક તરીકે […]

પ્રાથમિક શાળાઓમાં શિક્ષણકાર્યના પ્રારંભને 20 દહાડા વિત્યા છતાં પ્રવાસી શિક્ષકો ફાળવાયા નથી,

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયાને 20થી વધુ દહાડા વિતી ગયા હોવા છતાં હજુ શિક્ષકોની ઘટ પુરવામાં આવી નથી. તેથી બાળકોના ભણતર પર માઠી અસર પડી રહી છે. આથી સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની અછત દૂર કરવા પ્રવાસી શિક્ષકોની સત્વરે નિમણૂંક કરવાની માગ ઊઠી છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણમંત્રીને પત્ર […]

ગુજરાતમાં 40,000 પ્રાથમિક શાળાઓને સફાઈ માટે સ્વચ્છતા ગ્રાન્ટ ન મળતા કફોડી હાલત

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓને સફાઈના કાર્યો માટે સરકાર દ્વારા નિયત ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. પરંતુ ઘણા વખતથી સરકારે શાળાઓને સ્વચ્છતા માટે સફાઈ ગ્રાન્ટ ન આપતા શિક્ષકોને પોતાના ખર્ચે સાવરણાં, ડસ્ટબીન સહિતની વસ્તુઓ ખરીદવી પડે છે. અને જાતે જ સફાઈ કરાવની ફરજ પડી રહી છે. રાજ્યની 40 હજાર જેટલી પ્રાથમિક શાળાઓમાં મળતી સફાઇની ગ્રાન્ટ જ […]

પ્રાથમિક શાળાઓમાં રોજ સરસ્વતી વંદનાથી શિક્ષણ કાર્યનો પ્રારંભ કરાવવા શાળા સંચાલકોની માગ

અમદાવાદઃ રાજ્યમાં સરકારી અને મોટાભાગની ખાનગી શાળાઓમાં રોજ શિક્ષણકાર્યના પ્રારંભ પહેલા પ્રાથના કરવામાં આવતી હોય છે. જો કે ઘણી મોર્ડન ગણાતી શાળાઓમાં વર્ષો જુની પ્રથાનો અમલ કરાતો નથી. આથા તમામ સરકારી અને જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સરસ્વતીજીની મૂર્તિની સ્થાપના કરીને સરસ્વતી વંદના કરાવવા શાળા સંચાલક મંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર વખીને માગણી કરી છે. […]

ગુજરાતની તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓમાં 2024 સુધીમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવાશે

ગાંધીનગરઃ ગુજરાતની શાળાઓમાં ભણતા અંગ્રેજી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને એક વિષય ગુજરાતીમાં ભણાવવામાં આવશે. ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા પ્રત્યેની ઋચિ વધે તે જરૂરી છે. ત્યારે તમામ બોર્ડની પ્રાથમિક સ્કૂલોમાં 2024 સુધીમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવશે. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2018માં ગુજરાતી માધ્યમ સિવાયની તમામ બોર્ડની સ્કૂલોમાં ગુજરાતી વિષય ફરજિયાત કરવાનો નિર્ણય લેવાયો હતો. […]

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં 10 ઓક્ટોબરથી પ્રથમ કસોટીનો પ્રારંભ, 18મીએ પરીક્ષા પૂર્ણ થશે

ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં આગામી તા. 10 ઓક્ટોબરથી પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાશે. જીસીઈઆરટી દ્વારા પ્રથમ સત્રાંત મૂલ્યાંકન અંગેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં 10 ઓક્ટોબરથી શરૂ થનારી મૂલ્યાંકન 18 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોએ નક્કી કરેલા સમયપત્રક મુજબ જ પરીક્ષાનું આયોજન કરવાનું રહેશે. જોકે, ખાનગી સ્કૂલો પરીક્ષા માટે પ્રશ્નપત્રો […]

ગુજરાતની ઘણીબધી પ્રાથમિક શાળાઓ હજુ પણ પાઠ્ય પુસ્તકોથી વંચિત, શિક્ષક સંઘે કરી રજુઆત

ગાંધીનગરઃ રાજ્યમાં પાઠ્ય-પુસ્તક મંડળની નિષ્ક્રિયતાને કારણે ઘણી બધી શાળાઓના બાળકોને હજુ પણ પાઠ્ય-પુસ્તકો મળ્યા નથી. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયાને વીસેક દિવસ થઇ ગયા છે. તેમ છતાં ઘણીબધી પ્રાથમિક શાળાઓમાં હજુ પાઠ્ય પુસ્તકો મળ્યા નથી તેવા આક્ષેપ સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ વિભાગમાં રજુઆત કરી છે. ઉપરાંત વિદ્યાર્થીઓને સ્વાધ્યાય પોથીઓ આપવામાં આવશે કે […]

ગુજરાતમાં તમામ પ્રાથમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રથી મધ્યાહન ભોજન અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાને લીધે મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને ભોજન કે નાસ્તો આપવામાં આવતો નહતો. અથવા તો તૈયાર ફુડ પેકેટ આપવામાં આવતા હતા. હવે નવા શૈક્ષણિક સત્રથી તમામ પ્રાથમિક શાળાઓમાં બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવશે. નવા શૈક્ષણિક સત્ર વર્ષ-2022-23નો પ્રારંભ તારીખ 13મી, સોમવારથી થનાર છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસથી જ ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓને મધ્યાહન […]

પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના માત-પિતા ન હોય તેવા બાળકોની યાદી તૈયાર કરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધઘટ થતી રહે છે. કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કેટલાક બાળકોએ પોતાના માત-પિતા ગુમાવ્યા હતા. ઉપરાંત ઘણા એવા પણ બાળકો છે કે તેમના માત-પિતા કે વાલીઓ નથી. આવા બાળકો પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે.  નોધારા બાળકોને સરકાર મદદ કરી શકે તે હેતુથી પ્રાથમિક શાળામાં […]

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રા.શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાની માહિતી મંગાવાઈ

અમદાવાદઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. ત્યારે  પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ખાલી જગ્યાઓની ભરતી શરૂ કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે. કેમ કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાંથી વિદ્યાસહાયકોની ખાલી જગ્યાઓની માહિતીને 10 નવેમ્બર-2021 સુધીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ટેટ પરીક્ષા પાસ ઉમેદવારોનો આંકડો 50000થી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code