1. Home
  2. Tag "Prime Minister Narendra Modi"

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં 60 હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક પરિયોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઝારસુગુડામાં 60 હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક પરિયોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પરિયોજનામાં ટેલિકોમ્યુનિકેશન, રેલ્વે, ઉચ્ચ શિક્ષણ, આરોગ્યસંભાળ, કૌશલ્ય વિકાસ અને ગ્રામીણ આવાસ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. મોદીએ ગુજરાતના સુરતમાં ઉધના અને ઓડિશાના બહરામપુર વચ્ચે અમૃત ભારત એક્સપ્રેસને વર્ચ્યુઅલી લીલી ઝંડી પણ આપી હતી. આ પ્રસંગે રેલ્વે મંત્રી […]

વર્ષ 2047 સુધી વૈશ્વિક દરિયાઈ વેપારમાં ભારતની ભાગીદારીને ત્રણ ગણી કરવાનો સરકારનો લક્ષ્યાંક : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનું આહ્વાન કરતા કહ્યું, વિદેશ પર ભારતની નિર્ભરતા તેના સૌથી મોટા દુશ્મનોમાંથી એક છે. તેમણે કહ્યું, વર્ષ 2047 સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા વિશ્વ સમક્ષ ભારત એક આત્મનિર્ભર દેશ તરીકે ઊભું રહે તે સમય હવે આવી ગયો છે. ભાવનગરમાં આજે “સમુદ્ર સે સમૃદ્ધિ” કાર્યક્રમને સંબોધતા ભારતને એક દરિયાઈ મહાશક્તિ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ મુર્મૂએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રધાનમંત્રીના અતૂટ સમર્પણ અને પરિવર્તનશીલ નેતૃત્વની પ્રશંસા કરતા તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. રાષ્ટ્રપતિએ X પર પોસ્ટમાં લખ્યું કે, “ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ. તમારા અસાધારણ નેતૃત્વ દ્વારા સખત મહેનતના શિખરનું ઉદાહરણ આપીને, તમે દેશમાં મહાન લક્ષ્યો હાંસલ કરવાની સંસ્કૃતિ […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશની મુલાકાત લેશે, ‘8મા રાષ્ટ્રીય પોષણ માહ’ અભિયાનનો પ્રારંભ કરાવશે

ભોપાલઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. તેઓ બપોરે 12 વાગ્યે ધાર ખાતે ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ અને ‘8મા રાષ્ટ્રીય પોષણ માહ’ અભિયાનનો પ્રારંભ કરશે. તેઓ આ પ્રસંગે શિલાન્યાસ અને અન્ય અનેક પહેલોનો શુભારંભ પણ કરશે અને સભાને સંબોધન કરશે. આરોગ્ય, પોષણ, તંદુરસ્તી અને સ્વસ્થ અને સશક્ત ભારત પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી […]

આસામને વિકાસ કાર્યોની ભેંટ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર આસામને ગ્રોથ એન્જિન બનાવવા કાર્યરત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં 6 હજાર 300 કરોડ રૂપિયાથી વધુના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે દરાંગ જિલ્લાના મંગલદોઈ ખાતે લોકોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકાસ કરતો દેશ છે અને આસામ દેશના સૌથી ઝડપથી વિકાસ કરતાં રાજ્યોમાંનું એક બની ગયું છે. મોદીએ કહ્યું […]

ભાવનગરની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મી સપ્ટેમ્બરે આવશે

વડાપ્રધાન મોદી જવાહર મેદાનમાં જાહેર સભાને સંબોધશે, શહેર-જિલ્લાના અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે, ભાવનગર શહેરમાં મોદીનો રોડ શો યોજાશે ભાવનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી તા. 20મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ભાવનગરની મુલાકાતે આવશે, વડાપ્રધાનના હસ્તે વિકાસના કામોનું લોકાર્પણ, રોડ શો અને જવાહર મેદાનમાં જાહેર જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં અઢાર હજાર 530 કરોડ રૂપિયાના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.સૌ પ્રથમ મોદી દરાંગમાં દારંગ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને જીએનએમ સ્કૂલ અને બી.એસસી. નર્સિંગ કોલેજ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ગુવાહાટીમાં ગુવાહાટી રિંગ રોડ પ્રોજેક્ટ ઉપરાંત બ્રહ્મપુત્ર નદી પર કુરુવા-નારંગી પુલનો શિલાન્યાસ પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહાન પ્રધાનમંત્રી છે : ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને તેમને “ગ્રેટ પ્રાઈમ મિનિસ્ટર” ગણાવ્યા. તેમણે કહ્યું કે, “હું હંમેશા મોદીના મિત્ર રહીશ.” ટ્રમ્પના આ નિવેદન પછી થોડા જ કલાકોમાં પ્રધાનમંત્રી મોદીએ શનિવારે પોતાના X હેન્ડલ પર લખ્યું: “પ્રેસિડન્ટ ટ્રમ્પની લાગણીઓને હું દિલથી વખાણું છું અને તેનો સંપૂર્ણ પ્રતિસાદ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી ‘શિક્ષક દિવસ’ની શુભકામના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે શિક્ષક દિવસના અવસરે શુભકામનાઓ પાઠવી. આ દરમ્યાન તેમણે મનને આકાર આપનારી શિક્ષકોની સમર્પણ ભાવનાની પ્રશંસા કરી, સાથે જ તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના પોસ્ટમાં લખ્યું: “બધાને, ખાસ કરીને મહેનતુ શિક્ષકોને, શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ. શિક્ષકોનું […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી SCOના દેશોના વડાઓની પરિષદની 25મી બેઠકમાં ભાગ લેવા ચીનના તિઆનજીન પહોંચ્યા

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના દેશોના વડાઓની પરિષદની 25મી બેઠક આજથી ચીનના તિઆનજીનમાં શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા માટે તિઆનજીન પહોંચ્યા છે. આ બે દિવસીય પરિષદમાં વીસથી વધુ દેશોના ટોચના નેતાઓ અને દસ આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ ભાગ લેશે. ચીન પાંચમી વખત SCO શિખર સંમેલનનું આયોજન કરી રહ્યું છે. આ બેઠકની અધ્યક્ષતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code