1. Home
  2. Tag "Prime Minister"

પ્રધાનમંત્રીએ ધનતેરસના અવસર પર નાગરિકોને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ દિવાળીના તહેવારોની સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક ઉજવણી શરૂ થઈ ચુકી છે. આજે ધનતેરસ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધનતેરસના અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે,“દેશવાસીઓને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન ધન્વંતરિના આશીર્વાદથી હું ઈચ્છું છું કે તમારું જીવન હંમેશા સારા સ્વાસ્થ્ય […]

PM મોદી સરકારી વિભાગો-સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સંબોધન પણ કરશે. રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તે યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની અર્થપૂર્ણ તકો પૂરી પાડીને સશક્ત બનાવશે. દેશભરમાં 40 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ […]

પ્રધાનમંત્રીએ બેંગલુરુમાં મકાન ધરાશાયી થવાને કારણે થયેલી જાન હાનિ પર શોક વ્યક્ત કર્યોc

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​બેંગલુરુમાં એક ઈમારત ધરાશાયી થવાથી થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો. મોદીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા તથા ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું હતું કે, “બેંગલુરુમાં એક ઈમારત ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિથી દુઃખી […]

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ધૌલપુરમાં માર્ગ અકસ્માતના કારણે જીવ ગુમાવનાર લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના ધૌલપુરમાં માર્ગ અકસ્માતમાં થયેલા જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ખાતરી આપી કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને દરેક શક્ય રીતે મદદ કરવામાં વ્યસ્ત છે. એક્સ પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું કે “રાજસ્થાનના ધૌલપુરમાં જે અકસ્માત થયો હતો તે હૃદયદ્રાવક છે. જેમાં માસૂમ બાળકો સહિત જીવ […]

હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ પ્રધાનમંત્રીએ નાયબ સિંહ સૈનીને અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈનીએ આજે શપથગ્રહણ કર્યાં હતા. સૈની સાથે મંત્રીમંડળના સભ્યોએ પણ શપથગ્રહણ કર્યાં હતા. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાયબ સિંહ સૈનીને હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, હરિયાણાના મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરનાર નાયબસિંહ સૈની અને તેમની […]

પ્રધાનમંત્રી પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવાના કાર્યક્રમમાં ભાગ લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા અપાવવાની ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધિત પણ કરશે. અભિધમ્મ દિવસ ભગવાન બુદ્ધના અભિધમ્મના શિક્ષણ આપ્યા બાદ સ્વર્ગથી અવતરણની યાદમાં ઉજવવામાં આવે છે. હાલમાં જ પાલીને અન્ય ચાર […]

ગતિશક્તિના કારણે ભારત વિકસિત ભારતના આપણા વિઝનને પરિપૂર્ણ કરવા માટે ઝડપ વધારી રહ્યું છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનના 3 વર્ષ પૂર્ણ થવા બદલ વખાણ કર્યા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની પોસ્ટ અને MyGov દ્વારા એક થ્રેડ પોસ્ટ X પર શેર કરતાં, પ્રધાનમંત્રીએ લખ્યું: “પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન ભારતના માળખાગત માળખામાં ક્રાંતિ લાવવાના હેતુથી પરિવર્તનકારી પહેલ તરીકે ઉભરી આવ્યો છે. તેણે મલ્ટિમોડલ […]

પ્રધાનમંત્રીએ રાજમાતા વિજયારાજે સિંધિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાજમાતા વિજયારાજે સિંધિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. મોદીએ રાજમાતા વિજયારાજે સિંધિયા જીના જીવનભર ભારતની સેવા પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી. X પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું હતું કે, “મા ભારતીની સેવામાં જીવનપર્યત સમર્પિત રહેલા રાજમાતા વિજયારાજે સિંધિયા જીને તેમની જન્મજયંતિ પર સાદર પ્રણામ.”

પ્રધાનમંત્રીએ વિજયાદશમીના અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિજયાદશમીના અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું હતું કે, “વિજયાદશમી પર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મા દુર્ગા અને ભગવાન શ્રી રામના આશીર્વાદથી તમારા સૌના જીવનમાં દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય, એ જ પ્રાર્થના છે.”

પ્રધાનમંત્રીએ લાઓ પીડીઆરના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિએન્ટિયનમાં લાઓ પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી (LPRP) ની સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી અને પીડીઆરના રાષ્ટ્રપતિ મહામહિમ થોંગલાઉન સિસોઉલિથ સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ આસિયાન સમિટ અને પૂર્વ એશિયા સમિટની સફળતાપૂર્વક યજમાની કરવા બદલ રાષ્ટ્રપતિ સિસોઉલિથને અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરી અને ઘનિષ્ઠ ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code