1. Home
  2. Tag "Private schools"

રાજકોટની ખાનગી શાળાઓમાં હવે માસ્ક ફરજિયાત, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે કર્યો નિર્ણય

રાજકોટ: ગુજરાતમાં કોરોનાનો સંક્રમણકાળ કપરો રહ્યો હતો, બે વર્ષમાં લોકોએ અનેક યાતનોઓ ભોગવી હતી, હવે તો કોરોનાનું નામ પડતા જ લોકોને ભૂતકાળ યાદ આવી જાય છે. ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં પણ સંભવિત કોરોનાના રોગચાળા સામે આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ગુજરાતમાં કોરોનાને વકરતો અટકાવવા તંત્ર દ્વારા એડવાઇઝરી જાહેર […]

રાજ્યના ખાનગી શાળાઓના શિક્ષકોનો પગાર સમાન રાખવા સંઘની સરકારને રજુઆત

અમદાવાદઃ રાજ્યમાં તગડી ફી ઉઘરાવતા ખાનગી શાળાઓના સંચાલકો શિક્ષકોને પુરતો પગાર પણ આપતા નથી. અને ખાનગી શાળાઓના શિક્ષકોનું શોષણ થઈ રહ્યું છે. આથી ખાનગી શિક્ષક સંઘે હવે ખાનગી શાળાઓના શિક્ષકોના પ્રશ્ને સરકારના દ્વાર ખટખટાવ્યા છે. અને એવી રજુઆતો કરી છે કે, કોરોના કાળમાં ખાનગી શાળાઓએ શિક્ષકોના કાપી નાંખેલો પગાર પરત આપવો. રાજ્ય સરકારે ખાનગી શાળાઓમાં […]

ખાનગી શાળાઓના ફી વધારાને FRC મંજુરી ન આપે, વાલી મંડળની સરકારને રજુઆત

અમદાવાદઃ કોરોના કાળમાં પ્રજાએ ખૂબ જ સહન કર્યું છે. રોજગાર-ધંધા પડી ભાંગ્યા તેની કળ હજુ વળી નથી. અસહ્ય મોઘવારીને લીધે ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. ત્યારે ખાનગી શાળાના સંચાલકો ફી વધારવાની માગણી કરી રહ્યા છે, તેને FRCએ મંજુરી આપવી જોઈએ નહીં, વાલી મંડળે ગુજરાત સરકાર સમક્ષ રજુઆક કરી છે. ગુજરાતમાં સ્કૂલ ફીને […]

ખાનગી શાળાઓમાં આગામી ત્રણ વર્ષ સુધી ફી વધારાને મંજુરી ન આપવા વાલી મંડળની માગ

અમદાવાદઃ  રાજ્યમાં ખાનગી શાળાઓના સંચાલકો ફી વધારવા માટેની માગણી કરી રહ્યા છે. કોરોનાને કારણે શાળા સંચાલકોને પણ નુકશાન વેઠવું પડ્યુ હોવાનો શાળા સંચાલકો દાવો કરી રહ્યા છે. અને હાલનું ફી માળખુ છે એમાંથી શાળાનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની રહ્યો હોવાનું રટણ કરીને શાળા સંચાલકોએ ફી વધારા માગી રહ્યા છે. ત્યારે વાલી મંડળે આગામી ત્રણ […]

અમદાવાદના પશ્વિમ વિસ્તારના શાળા સંચાલકોનો કોરોનાને લીધે સ્વયંભૂ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. એમાં કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓ પણ કોરોનાના સંક્રમણનો ભોગ બનતા પશ્વિમ વિસ્તારના શાળા સંચાલકોએ એક સપ્તાહથી પખવાડિયા સુધી સ્વયંભૂરીતે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રાથમિક વિભાગના વર્ગો બંધ કરનારી સ્કૂલો પશ્ચિમ અમદાવાદની છે. પૂર્વ અમદાવાદની એકપણ જાણીતી સ્કૂલે હજુ નિર્ણય લીધો નથી. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ […]

અમદાવાદઃ કેટલીક ખાનગી સ્કૂલોએ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓફલાઈન વર્ગો બંધ કર્યાં

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદની સ્કૂલોમાં કેટલાક વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. તેમજ વાલીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. દરમિયાન કેટલીક ખાનગી સ્કૂલોએ ધો-1થી 8ના વિદ્યાર્થીઓના ઓફલાઈન વર્ગો બંધ કરવામાં આવ્યાં છે. આ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સ્કૂલો બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન અંગે સરકાર દ્વારા યોગ્ય […]

ખાનગી શાળા સંચાલકોના દબાણને લીધે સરકાર પણ 25 ટકા ફી ઘટાડવાનો નિર્ણય કરશે નહીં

ગાંધીનગરઃ રાજ્યમાં ધો.1થી 5 વર્ગો સિવાય બાકીના ધો. 6થી 12ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે. વાલીઓએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ફીમાં 25 ટકાનો ઘટાડો કરીને રાહત આપવાની માગણી કરી છે. જે તે વખતે સરકારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં 25 ટકા સુધીના ઘટાડાની જાહેરાત કરી હતી. જોકે હવે દિવાળી પછી શરૂ થતાં સત્ર […]

રાજ્યમાં RTE અંતર્ગત ખાનગી શાળાઓને પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની ફી સરકાર 30 ટકા વધુ ચુકવશે

અમદાવાદઃ રાઈટ ટુ એજ્યુકેશન કાયદા અંતર્ગત રાજ્યમાં તમામ ખાનગી શાળાઓમાં 25 ટકા બેઠકો નબળા અને  વંચિત જુથના બાળકોને ફાળવવામાં આવે છે. અમીરી અને ગરીબીનો ભેદ દૂર કરીને બાળકોને સમાન શિક્ષણ મળે તે હેતુથી આ કાયદા હેઠળ શિક્ષણ આપવામાં આવે છે. આ કાયદા મુજબ RTE હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોની ફી સરકાર ચૂકવે છે. જેની રકમ 10 […]

મધ્યપ્રદેશઃ લગભગ 47 હજાર ખાનગી શાળાઓમાં ઓનલાઈન એજ્યુકેશન કરાયું બંધ

ભોપાલઃ કોરોના મહામારીને પગલે હજુ દેશના મોટાભાગના રાજ્યોમાં સ્કૂલ અને કોલેજમાં ઓફલાઈન શિક્ષણ આપવામાં નથી આવતું, વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે વિવિધ રાજ્ય સરકારો સ્કૂલ-કોલેજમાં ઓફલાઈન એજ્યુકેશનની તૈયારીઓ કરી રહ્યું છે. દરમિયાન કોરોના મહામારીને પગલે માન્યતા ફી માફ કરવી અને ધો. 9 થી 12નું ઓફલાઇન શિક્ષણ શરૂ […]

ખાનગી સ્કૂલોએ ફીમાં કર્યો વધારો, કોરોના કાળમાં વાલીઓની વધી મુશ્કેલી

ખાનગી સ્કૂલોની મનમાની ફીમાં કર્યો 10 ટકાનો વધારો કોરોનાકાળમાં વાલીઓ પર આર્થિક બોજ વધ્યો અમદાવાદ: કોરોનાકાળમાં કેટલાક લોકોએ નોકરી ગુમાવી છે તો ઘંધા-વેપાર કરનારાઓ વેપારીઓએ પોતાના વેપારમાં મોટું નુક્સાન જોયુ છે. કોરોનામાં સૌથી વધારે ઉપયોગી હોય તો તે છે સેવિંગ્સ જેને આપણે બચત પણ કહીએ છે. લોકો બચતના રૂપિયા ખર્ચ કરીને માંડ-માંડ પોતાનું ગુજારાન ચલાવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code