1. Home
  2. Tag "priyanka gandhi"

પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તો નરેન્દ્ર મોદીને પરત ગુજરાત જવુ પડશેઃ કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી

નવી દિલ્હીઃ દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને અત્યારથી જ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની પરંપરાગત અમેઠી બેઠક ઉપર જ ચૂંટણી લડશે તેવી ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુકની જાહેરાત બાદ હવે કોંગ્રેસના અન્ય એક નેતાએ ચોંકાવનારા દાવો કર્યો છે. કોંગ્રેસના સિનિયર નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું હતું […]

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ગાંધી પરિવારના નામે કોંગ્રેસ નહીં લડે

નવી દિલ્હીઃ રાયપુરમાં ચાલી રહેલા અધિવેશનમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાજકારણથી સન્યાસ લેવાના સંકેત આપ્યાં છે. એવુ માનવામાં આવે છે કે, વધતી ઉંમર અને આરોગ્ય સંબધી સમસ્યાઓને લઈને સોનિયા ગાંધીએ આ નિર્ણય લીધો છે. જો સોનિયા ગાંધી સન્યાસ લેશે તો તેમની જગ્યાએ રાયબરેલી બેઠક ઉપર કોણ ચૂંટણી લડશે, તેને લઈને ચર્ચાઓ વહેતી થઈ છે. […]

વરુણ ગાંધીને કોંગ્રેસમાં લાવવાના પ્રયાસો તેજ બન્યાં, બહેન પ્રિયંકા ગાંધીને જવાબદારી સોંપાઈ ?

લખનૌઃ ઉત્તર પ્રદેશના પીલીભીતથી ભાજપના સાંસદ વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ શક્યતાને પગલે યુપીમાં રાજકીય હલચલ વધુ તેજ બની છે. ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદનથી આ ચર્ચા વધુ તેજ થઈ ગઈ છે. પરંતુ હવે તેમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. વરુણ ગાંધી તેમના પિતરાઈ […]

પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધ દેખાતા નથીઃ અનુરાગ ઠાકુર

લખનૌઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ 2022ની ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા મહિલા કેન્દ્રિત સૂત્ર આપ્યું હતું, પરંતુ જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધની ઘટનાઓ બને છે ત્યારે તે ક્યારેય દેખાતી નથી. ઠાકુરે કહ્યું કે કોંગ્રેસના દરેક સહયોગી કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રીએ કહ્યું હતું […]

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું ઉત્તરપ્રદેશમાં પહોંચી, પ્રિયંકા ગાંધીએ રાહુલને યોધ્ધા ગણાવ્યાં

લખનૌઃ કોંગ્રેસની ભારત જોડો યાત્રા મંગળવારે ઉત્તર પ્રદેશ પહોંચી હતી. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગ્રે પ્રિયંકાએ રાહુલને કહ્યું – મને તમારા પર ગર્વ છે. मेरे बड़े भाई… तुम पर गर्व है ❤️ तुम एक योद्धा हो 💪 pic.twitter.com/EaDHmTY0q3 — Congress (@INCIndia) […]

મધ્યપ્રદેશઃ ભારત જોડો યાત્રામાં જોડાયેલા પ્રિયંકા ગાંધીએ કાર્યક્રમમાં ફેરફાર થયો

ભોપાલઃ મધ્યપ્રદેશમાંથી હાલ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પસાર થઈ રહી છે. આ યાત્રામાં પ્રિયંકા ગાંધી પણ જોડાયા હતા. તેમજ તેઓ ચાર દિવસ આ યાત્રામાં સામેલ થવાના હતા જો કે, આજે અચાનક તેમના કાર્યક્રમમાં ફેરફાર થતા બે દિવસ બાદ આજે શનિવારે પ્રિયંકા ગાંધી દિલ્હી જવા રવાના થયા હતા. દક્ષિણ ભારતથી શરૂ થયેલુ ભારત જોડા યાત્રા […]

પ્રિયંકા ગાંધી વર્ષ 2008માં જેલમાં નલિનીને મળ્યાં હતા અને પિતા રાજીવ ગાંધીની હત્યા વિશે પૂછ્યું હતું

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તેનું કારણ તેના ગુનેગારોને મુક્ત કરવાનું છે. આ હત્યા કેસના ગુનેગારોમાંથી એક નલિની શ્રીહરન છે. તેણે કહ્યું કે પ્રિયંકા ગાંધીએ તેમને 2008માં જેલમાં મળ્યા ત્યારે તેમના પિતાની હત્યા વિશે પૂછ્યું હતું. નલિનીએ કહ્યું કે હું જે પણ જાણતી હતી તે પ્રિયંકાને જણાવ્યું […]

કોંગ્રેસના પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારાર્થે નવરાત્રીમાં ગુજરાત આવશે, મહિલા સંમેલનને સંબોધશે

અમદાવાદ:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત નવરાત્રી દરમિયાન ચૂંટણી પંચ દ્વારા કરાય એવી શક્યતા છે. દિલ્હીના નેતાઓના ચૂંટણી પ્રચારાર્થે ગુજરાતના આંટોફેરા પણ વધી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પ્રિયંકા ગાંધી પણ નવરાત્રી દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મધ્ય ગુજરાતના આણંદમાં મહિલાઓની વિશાળ સભા તેમજ વડોદરામાં રોડ શો અને નવરાત્રીના ગરબાના કાર્યક્રમમાં પણ પ્રિયંકા ગાંધી હાજર […]

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી નવરાત્રિ દરમિયાન આણંદ અને વડોદરામાં રોડ શો કરશે

વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારાર્થે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી નવરાત્રિ દરમિયાન આણંદ અને વડોદરામાં રોડ શો કરશે, એટલું નહીં પણ નવરાત્રીમાં ઉત્સવમાં પણ ભાગ લેશે. પ્રિયંકા ગાંધીના આગમનને લઈને કોંગ્રેસ પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે દિલ્હીથી નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચારાર્થે સમયાંતરે […]

ઉત્તરપ્રદેશમાં અંતિમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્નઃ 10મી માર્ચે મતગણતરી

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં આજે અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. નવ જિલ્લાની 54 બેઠકો ઉપર મતદાન માટે સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી. જ્યારે સાંજના 5 કલાક સુધીમાં લગભગ 54.18 ટકા જેટલું મતદાન થયું હતું. આજે ઉત્તરપ્રદેશમાં મતદાન પૂર્ણ થતા રાજકીય પક્ષોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગામી 10મી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code