1. Home
  2. Tag "Proceedings"

અમદાવાદમાં 17મી ઓક્ટોબર સુધી 24 કલાક ઢોર પકડવાની કાર્યવાહી ચાલુ રાખોઃ હાઈકોર્ટ

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરને મુદ્દે ગુજરાત હાઈકોર્ટેમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે, 17 ઓક્ટોબર સુધી 24 કલાક રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવે.તેમજ ટોલ ફ્રી નંબર અને અન્ય પગલા અંગે આગામી મુદ્દત સુધીમાં જાણ કરવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો હતો. ગુજરાતના તમામ શહેરોમાં રખડતા ઢોરની વિકટ સમસ્યા […]

DRIની કાર્યવાહીઃ સાણંદના ગોડાઉનમાંથી 4 ટન રક્ત ચંદનનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતમાં દાણચોરીના બનાવોને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દરમિયાન કચ્છના મુદ્રામાંથી ઝડપાયેલા 14 ટન રક્ત ચંદન કેસની તપાસમાં સાણંદમાં પણ ચંદન છુપાવ્યું હોવાનું ખૂલતા ડીઆરઆઈએ તપાસ આરંભી હતી. સાણંદના ગોડાઉનમાં તપાસ કરતા 4 ટન રક્ત ચંદન મળી આવ્યું હતું. ડીઆરઆઈના દરોડા દરમિયાન એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. આ જથ્થો […]

લો બોલો, ભોપાલની હોસ્ટેલમાં હનુમાન ચાલીસા કરનારા વિદ્યાર્થીઓ સામે શૈક્ષણિક સંસ્થાએ કરી કાર્યવાહી

મુંબઈઃ ભોપાલમાં આવેલા એક ઈન્સ્ટિટ્યુટ ખાતે બીટેકના 20 જેટલા વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં હનુમાન ચાલીસા કરી હતી. જેની સામે શૈક્ષણિક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ 7 વિદ્યાર્થીઓને રૂ. પાંચ-પાંચ હજારનો દંડ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો સીએમ શિવરાજસિંહ સરકાર સમક્ષ પહોંચતા તેની ગંભીર નોંધ લીધી હતી. તેમજ શૈક્ષણિક સંસ્થાને દંડ ન લેવા […]

ચૂંટણીપંચઃ કાયદાને નેવે મુકીને ડોનેશન્સ લેતા રાજકીય પક્ષો સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ દેશમાં લોકશાહી અનુસાર લોકસભા, રાજ્યસભા, વિવિધ વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય છે. તેમજ ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. તેમજ ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચાને લઈને ચૂંટણીપંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. દેશમાં નાના-મોટા મળીને રાષ્ટ્રીય અને સ્થાનિક અનેક રાજકીય પક્ષો કાર્યરત છે. દરમિયાન રજિસ્ટ્રેશન કરાવ્યું હોય […]

જાણીતી ચાઈનીઝ કંપની સામે ઈડીની કાર્યવાહીઃ રૂ. 5551 કરોડની સંપત્તિ જપ્ત

નવી દિલ્હીઃ જાણીતી ચાઈનીઝ મોબાઈલ કંપનીની સામે ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટએ વિવિધ આરોપ સબબ સંબંધે તપાસ આરંભીને રૂ. 5551 કરોડની સંપત્તિ જપ્ત કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈડીએ રેડમી અને એમઆઈ જેવી જાણીણી મોબાઈલ બ્રાન્ડ બનાવનારી ચીનની કંપની Xiaomiની કરોડની સંપતિ જપ્ત કરવામાં આવી છે. કંપનીની સામે વિદેશી મુદ્રા પ્રબંધન કાનૂન એટલે કે […]

કચ્છમાં ઓવરલોડ ટ્રક-ટ્રેલરો સામે RTOની કાર્યવાહી, 12 ટ્રક ઓપરેટરો પાસેથી બે લાખ દંડ વસુલાયો

ભુજ : કચ્છમાં ઓદ્યાગિક ક્ષેત્રે છેલ્લા બે દાયકોથી સારોએવો વિકાસ થયો છે. દેશના મોટા ગણાતા બે પોર્ટ કચ્છમાં આવેલા છે. તેમજ નાના-મોટા અનેક ઉદ્યોગો છે. તેના લીધે ટ્રક-ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનો પણ સારાએવો વિકાસ થયો છે. કચ્છના રાષ્ટ્રીય ઘોરી માર્ગ 24 કલાક ટ્રક-ટ્રેલરોની આવન-જાવનથી ધમધમી રહ્યો છે. ટ્રક-ટ્રેલરોમાં ઓવરલોડ માલ ભરવામાં આવતો હોવાથી હાઈવેને પણ નુકશાન થઈ […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે સંપર્ક ધરાવતા લગભગ 150 પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ અભિયાન શરૂ કર્યું છે. એક વર્ષ દરમિયાન અનેક આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. દરમિયાન ગુનેગારો સાથે સાંઠગાંઠ ધરાવતા તથા અન્ય ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અંદાજે 150 પોલીસકર્મી સામે તપાસ શરૂ પણ કરી દેવાઇ હોવાનું જાણવા મળે છે. તેમાંથી 10 જમ્મુના પોલીસ કર્મચારી હોવાનું જાણવા મળે છે. તપાસમાં દોષિત […]

પેપર લીક પ્રકરણમાં આરોપીઓ સામે આકરી કલમ હેઠળ કાર્યવાહી કરાશેઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે તપાસ આરંભી હતી. સાબરકાંઠા અને ગાંધીનગરની 24થી વધારે ટીમોએ તપાસ કરીને 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. આ પ્રકરણમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારા આરોપીઓ સામે આકરી કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ […]

UP: હવે પરીક્ષાના પેપર લીક કરનારા શિક્ષણ માફિયાઓની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ગુનાખોરીને ડામવા માટે યોગી સરકારે કુખ્યાત ગુનેગારો સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. તેમજ તેમની સંપતિ પમ જપ્ત કરવામાં આવી રહી છે. હવે શિક્ષણને લઈને યોગી સરકાર દ્વારા મહત્વની કામગીરી શરૂ કરવામાં આવી છે. પેપર લીક કરાવનારા અને સામૂહિક નકલ કરાવનારા શિક્ષણ માફિયાઓની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દરમિયાન એક […]

26/11 હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી ના કરવી તે સરકારની કમજોરી !

કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ લખી બુક બુકમાં મુંબઈ હુમલાનો કરાયો ઉલ્લેખ તત્કાલિકન યુપીએ સરકાર વિશે કરી ટિપ્પણી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આનંદ પુર સાહિબના કોંગ્રેસના સાંસદ મનિષ તિવારીએ પોતાની બુકમાં હુમલા દરમિયાન તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહની સરકારને લઈને ટિપ્પણી કરી છે. તેમણે બુકમાં લખ્યું છે કે, 26/11 હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુધ સખ્ત કાર્યવાહી ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code