1. Home
  2. Tag "protests"

વડોદરામાં કિશનવાડીમાં કચરાના થતાં ડમ્પિંગ સામે યુવા કોંગ્રેસે કર્યો વિરોધ, 6 કાર્યકરોની અટકાયત

વડોદરાઃ રાજ્યમાં નાના-મોટા શહેરોમાં કચરા નિકાલનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બનતો હોય છે. શહેરભરમાંથી એકત્ર થતો કચરો શહેરની ભાગોળે ડમ્પ કરવામાં આવતો હોય છે. આ કચરાના ડમ્પને લીધે આજુબાજુના વસાહતીઓને સમસ્યા ઊભી થતી હોય છે. વડોદરામાં કિશનવાડી વિસ્તારમાં કચરાના ડમ્પિંગને કારણે સ્થાનિક રહિશોમાં ભારે વિરોધ ઉઠ્યો છે. દરમિયાન શહેરના યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર […]

આસામઃ CAAના વિરોધ મુદ્દે રાજકીય પાર્ટીઓને પોલીસની નોટિસ, તોડફોડ કરાશે તો કાર્યવાહી થશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમનું નોટીફીકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. સીએએ કાયદો લાગુ થયા બાદ વિપક્ષી દળો તેનો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન આસામની રાજકીય પાર્ટીઓએ હડતાળનું એલાન કર્યું હતું. દરમિયાન આ રાજકીય પાર્ટીઓને ગુવાહાટી પોલીસે લીગલ નોટિસ પાઠવી છે અને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી છે કે, જો હડતાળ દરમિયાન કોઈ પણ […]

મોટર વ્હીકલ એક્ટના નવા કાયદા સામે વિરોધ, હાઈવે પર ટ્રકચાલકોએ કર્યો ચક્કાજામ

રાજકોટઃ દેશમાં રોડ અકસ્માતોના વધતા જતાં બનાવોને અંકુશમાં લેવા માટે મોટર વ્હીકલ એક્ટને વધુ કડક બનાવવામાં આવ્યો છે. જેમાં હિટ એન્ડ રનના કેસમાં કડક દંડ અને સજા કરતો કાયદો લોકસભામાં પસાર થયો છે. આ કાયદામાં સજા અને દંડની આંકરી જોગવાઈ સામે ટ્રકચાલકો વિરોધ કરી રહ્યા છે.ત્યારે ટ્રકચાલકો દ્વારા રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલિયાસણ પાસે ચક્કાજામ કરાયો […]

અમદાવાદના હાટકેશ્વર બ્રિજને સંપૂર્ણ નહીં પણ જર્જરિત ભાગને તોડવાના નિર્ણય સામે વિરોધ

અમદાવાદઃ  શહેરના પૂર્વ એવા હાટકેશ્વર વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ફલાય ઓવર બ્રિજ મામલે   નિષ્ણાત સંસ્થાઓના સ્પષ્ટ અહેવાલો છતાં સંપૂર્ણ બ્રીજ તોડવાના બદલે ફક્ત બે  સ્પાન તોડવાનો નિર્ણય કરાતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જર્જરિત થયેલા બ્રિજને સંપૂર્ણ જમીન દોસ્ત કરવાની માગણી સાથે  પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર  જયોર્જ ડાયસ અને કાઉન્સિલર  જગદીશ રાઠોડની આગેવાની […]

કોમન યુનિવર્સિટી એક્ટ સામે વધતો જતો વિરોધ, અધ્યાપકોએ કોલેજ કેમ્પસમાં કર્યા સૂત્રોચ્ચાર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રમાં સરકાર કોમન યુનિવર્સિટી એક્ટનું બિલ લાવી રહી છે. આ સુચિત કાયદાને લીધે તમામ સરકારી યુનિવર્સિટીઓની સ્વાયતતા પૂર્ણ થઈ જશે. રાજ્ય સરકારને સંપૂર્ણ સત્તા મળશે, સેનેટ, સિન્ડિકેટ, વિદ્યાર્થી સંઘની ચૂંટણી સંપૂર્ણ નાબૂદ થઈ જશે, ઉપરાંત વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું પ્રતિનિધિત્વ અને ભાગીદારી ખતમ થશે, આથી અધ્યાપકો દ્વારા કોમન યુનિ.એક્ટનો વિરોધ કરવામાં […]

અમદાવાદમાં એક્સપ્રેસ હાઈવે પરના સર્વિસરોડ પર દબાણો ન હટાવાતા મહિલાઓએ કર્યો વિરોધ

અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારોમાં એએમસી દ્વારા નાગરિકોના પ્રશ્નોના ઉકેલ માટે લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં સીટીએમ ચાર રસ્તા નજીક ઇન્દ્રપુરી વોર્ડમાં સબ ઝોનલ પાસે લોક દરબારના કાર્યક્રમ દરમિયાન આસપાસમાં આવેલી સોસાયટીઓની મહિલાઓએ હોબાળો કર્યો હતો. છેલ્લા કેટલાય સમયથી સીટીએમ એક્સપ્રેસ-વેના સર્વિસ રોડ પાસે દબાણો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી ગઈ હતી. […]

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચરોને ભગવો રંગ લગાવાતા વિરોધ, અંતે સફેદ કલર લગાવાયો

રાજકોટઃ શહેરની સિવિલ હોસ્પિટલના સત્તાધિશોએ સત્તાધારી પક્ષને વહાલા થવા માટે સ્ટ્રેચરોનો સફેદ રંગ બદલીને ભગવો રંગ લગાવાતા વિરોધ ઊભો થતાં આખરે ભગવો રંગ બદલીને ફરી સફેદ કલર કરવામાં આવ્યો છે. આ અંગે સ્પષ્ટતા કરતા ઇમર્જન્સી વિભાગના મેડિકલ ઓફિસર ડો. અશ્વિન રામાણીએ જણાવ્યું હતું કે સ્ટ્રેચરનો કલર સફેદ હોવો જોઈએ, પરંતુ ઇમર્જન્સી વિભાગના નર્સિંગ સ્ટાફ દ્વારા […]

શિક્ષણ વિભાગના જ્ઞાનસેતુ પ્રોજેક્ટ સામે ગ્રાન્ટેડ શાળા સંચાલકો, શિક્ષક સંઘે બાંયો ચડાવી,

ગાંધીનગરઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં ડે સ્કુલ અને રેસિડેન્ટ સ્કુલોને મંજુરી અપાશે, અને સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. એટલે કે તેની સીધી અસર રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ પર પડશે. અને શાળાઓ બંધ કરવાની નોબત આવશે. એવો ભય ગ્રાન્ટેડ શાળાના સંચાલકો અનુભવી રહ્યા છે. અને આ […]

સુરતના મહિધરપુરામાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી માટે રોડ બંધ કરાતા સ્થાનિકોએ કર્યો વિરોધ

સુરતઃ શહેરના મહિધરપુરા વિસ્તારમાં  મેટ્રો પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીને લીધે  મહિધરપુરા પોસ્ટ ઓફિસથી ટાવર સુધીનો રાજમાર્ગ બંધ કરી દેવાતા સ્થાનિકો, વાહન ચાલકો, રાહદારીઓ સહિત દુકાનદારો પણ અટવાતા ભારે તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. ટ્રાફિક સંચાલન કરવા માટે પોલીસની ડ્યુટી પર વધી ગઈ છે. સુરતમાં મહિધરપુરા એ ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે.  આ વિસ્તારમાં […]

વિરમગામ એપીએમસીમાં કપાસની ખરીદીમાં ખેડુતોના શોષણ સામે વિરોધ કરાયો

વિરમગામઃ શહેરના માર્કેટ યાર્ડ યાને એપીએમસીમાં માત્ર વિરમગામ તાલુકાના જ નહીં પણ માંડલ, દસાડા સહિત અન્ય તાલુકાના ખેડુતો પણ પોતાની ખેતપેદાશ વેચવા માટે આવતા હોય છે. ત્યારે ઘણીવાર ખેત પેદાશના ભાવ નક્કી કરવામાં વેપારીઓ દ્વારા ખેડુતોનું શોષણ થતું હોવાની ફરીયાદો ઉઠતી હોય છે. તાજેતરમાં વિરમગામ એપીએમસી સામે કપાસ- કાલાના ઉતારામાં વેપારીઓ દ્વારા વિરમગામ ઉપરાંત માંડલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code