1. Home
  2. Tag "public"

ગુજરાતની જનતાને ગરમીમાંથી રાહત મળશે, હળવા વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યની જનતાને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં હળવો વરસાદ પડશે. દાહોદ,છોટા ઉદેપુર,નર્મદા,ડાંગ,તાપી,નવસારી,વલસાડ અને દમણ-દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાનની સંભાવના છે. રાજ્યમાં વરસાદ પડવાની આગામી 7 દિવસ દરમિયાન હવામાન વિભાગ દ્વારા […]

NTPCએ FY 24ના ઓડિટેડ પરિણામો જાહેર કર્યા, ઇલેક્ટ્રિસિટી જનરેશનમાં 6 ટકાનો વધારો

નવી દિલ્હીઃ 76,015 મેગાવોટની સ્થાપિત જૂથ ક્ષમતા સાથે ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર યુટિલિટી એનટીપીસી લિમિટેડે નાણાકીય વર્ષ 2023-24 માટે 24 મે, 2024ના રોજ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. એનટીપીસી ગ્રૂપે નાણાકીય વર્ષ 2024માં અત્યાર સુધીનું સૌથી વધુ વાર્ષિક વીજ ઉત્પાદન 422 અબજ યુનિટ નોંધાવ્યું હતું, જે નાણાકીય વર્ષ 2023માં 399 અબજ યુનિટ હતું, જે 6 ટકાનો […]

ICC નું વાર્ષિક ટીમ રેન્કિંગ જાહેરઃ વનડે-ટી20માં ભારત અને ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ટોપ ઉપર

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શુક્રવારે વાર્ષિક ટીમ રેન્કિંગ અપડેટ જાહેર કર્યું છે. આમાં ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ક્રિકેટમાં ટોચના સ્થાને છે, જ્યારે ભારતે સફેદ બોલના બંને ફોર્મેટ એટલે કે ODI અને T20માં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. વર્તમાન ટેસ્ટ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે ઓવલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નિર્ણાયક મેચમાં ભારત સામે 209 રનથી […]

રાષ્ટ્રપતિ ભવનઃ અમૃત ઉદ્યાન 2 ફેબ્રુ.થી 31 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનનો અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી જનતા માટે ખુલ્લો રહેશે. લોકો સોમવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ બગીચાની મુલાકાત લઈ શકે છે. અમૃત ઉદ્યાન ખાસ તારીખો પર વિશેષ શ્રેણીઓ માટે ખુલશે. 22મી ફેબ્રુઆરીએ તે વિકલાંગો માટે, 23મી ફેબ્રુઆરીએ સંરક્ષણ, અર્ધલશ્કરી અને પોલીસ દળના કર્મચારીઓ માટે, 1લી માર્ચે મહિલાઓ અને આદિવાસી મહિલા […]

ગુજરાતના ગરબા’ને યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરાયો

નવી દિલ્હીઃ કસાને, બોટ્સવાનામાં 5થી 9 ડિસેમ્બર, 2023 સુધી અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટે આંતરસરકારી સમિતિની 18મી બેઠક દરમિયાન અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટે 2003ના સંમેલનની જોગવાઇઓ હેઠળ યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા (આઇસીએચ)ની પ્રતિનિધિ યાદીમાં ‘ગુજરાતના ગરબા’ને અંકિત કરવામાં આવ્યા છે. ગુજરાતના ગરબા એ આ સૂચિમાં જોડાનાર ભારતનું 15મુ આઈ.સી.એચ. તત્વ છે. આ શિલાલેખ […]

ઈટાલીઃ કાળઝાળ ગરમીને પગલે 15 શહેરમાં સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું

દક્ષિણ યુરોપને ભારે ગરમી અસર કરી રહી છે સ્પેન, ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડમાં ગરમી અતિ ચરમ સીમાએ પહોંચી શકે છે તાજેતરના દિવસોમાં ગ્રીસમાં 40C (104F) અથવા તેનાથી વધુ તાપમાન નોંધાયું હતું નવી દિલ્હીઃ ઇટાલીના 15 શહેરો માટે આજે  રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે દક્ષિણ યુરોપને ભારે ગરમી અસર કરી રહી છે. આગામી […]

આદિપુરુષના મેકર્સે લીધો મોટો નિર્ણય,જનતાના સંતોષ માટે બદલશે ફિલ્મના ડાયલોગ

મુંબઈ : ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આદિપુરુષ 16 જૂને રિલીઝ થઈ છે. આ ફિલ્મને લઈને ઘણા વિવાદો છે, પરંતુ આ બધાની વચ્ચે પણ તે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. તો બીજી તરફ આદિપુરુષના ડાયલોગને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મના ડાયલોગ્સને ખરાબ કહેવામાં આવ્યા હતા અને ત્યારબાદ મેકર્સે […]

રાજ્યઃ 16 જિલ્લાના 35 ગામને સ્માર્ટ વિલેજ જાહેર કરાયાં

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દિઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે 16 જિલ્લાના 35 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે પસંદ કરાયેલા ગામો છે. જેમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાધી ગામને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનામાં […]

શિયાળબેટની જનતાને પીવાનું શુદ્ધ પાણીની સમસ્યાથી મળશે કાયમી છુટાકારો

અમદાવાદઃ ગુજરાતમાં પીવાના પાણીની અછત હવે ભૂતકાળ બની છે. એક સમય હતો કે લોકોને પીવા માટે પાણી ભરવા છેક દૂર દૂર સુધી જવું પડતું હતુ. હવે હર ઘર નળ કનેક્શન થકી પીવાના પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. જાફરાબાદ તાલુકાના અંદાજિત 6500ની વસ્તી ધરાવતાં શિયાળબેટ ટાપુ ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના વરદહસ્તે […]

પસવી જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાઃ ત્રણ તાલુકાના ગામની જનતાને ફોર્સથી પાણી મળશે

અમદાવાદઃ ભાવનગર જિલ્લાની પાલિતાણા, તળાજા અને મહુવા તાલુકાને આવરી લેતી પસવી જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું દેવળીયા ધાર ખાતે લોકાર્પણ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ યોજનાને પગલે 3 તાલુકાના ગામમાં ફોર્સથી પાણી ઉપલબ્ધ થશે. આ પ્રસંગ્રે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતુ કે, જે કામોનું ખાતમુર્હુત રાજ્ય સરકાર કરે છે એ કામોનું લોકાર્પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code