1. Home
  2. Tag "Rain"

દેશના તમામ રાજ્યોમાં 6 જુલાઈ સુધીમાં ચોમાસુ બેસી જશે, પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ

નવી દિલ્હી: દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ પ્રવેશી ગયું હોવા છતાં પૂર્વોત્તરને બાદ કરતાં ક્યાંય ધમાકેદાર વરસાદ પડ્યો નથી, દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે 30મી જુનથી ચોમાસુ જોર પકડશે અને 6 જુલાઈ સુધીમાં દેશના તમામ ભાગોને આવરી લેશે. નૈઋત્ય ચોમાસુ ગુજરાત બાદ 20મી જૂને મધ્યપ્રદેશ, છતીસગઢ, તટીય આંધ્રપ્રદેશ, ઝારખંડ તથા બિહારમાં બેસી ગયું હતું. […]

રાજ્યમાં મેઘમહેરઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના નદીઓમાં નવા પાણીની આવક

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે. દરમિયાન રાજ્યના કુલ 105 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો હતો. જુનાગઢના માણાવદર અને અમરેલીના ખાંભામાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગીર સોમનાથ અને જૂનાગઢના મોટા ભાગના તાલુકાકાઓમાં સારોએવો વરસાદ નોંધાયો હતો. ગીરગઢડા, રાણાવાવ અને સાવરકુંડલામાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો હતો. છોટાઉદેપુરના […]

માણાવદરમાં ત્રણ ઈંચ વરસાદ, ખાભા અને રાણાવાવમાં બે ઈંચથી વધુ, 85 તાલુકામાં ઝાપટાં

અમદાવાદઃ  ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણ અને બફારા વચ્ચે છીટાછવાયા વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જેમાં સોરઠ પંથક પર મેઘરાજા મહેરબાન થયા હોય તેમ માણાવદરમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે પોરબંદરના રાણાવાવમાં અને અમરેલીના ખાંભામાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે ગુરૂવારે મોડી સાંજ સુધીમાં 85 તાલુકામાં વરસાદના હળવા ઝાપટાં પડ્યા હતા. જૂનાગઢ જિલ્લાના […]

સુરતના કામરેજમાં સાડાત્રણ ઈંચ, 34 તાલુકામાં ભારેથી હળવા ઝાપટાં, કચ્છમાં પણ મેઘાનું આગમન

અમદાવાદઃ  અરબી સમુદ્ર પર સર્જાયેલા હળવા દબાણને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘાવી માહોલ જામ્યો છે. બુધવારે 34થી વધુ તાલુકામાં સાડા ત્રણ ઈંચથી લઈને હળવા ઝાપટાં પડ્યા હતા. જેમાં સુરતના કામરેજમાં સાડા ત્રણ ઈંચ, વલસાડના કપરાડામાં બે ઈંચ, તેમજ ધરમપુર, ભૂજ, પલસાણા ઉંમરપાડામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં પણ અનેક તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા […]

દેશમાં ખરીફ પાકના વાવેતરમાં 9 લાખ હેકટરનો ઘટાડો, 99.63 લાખ હેકટરમાં વાવેતર

નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ છે જો કે, હજુ સુધી ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હજુ મેઘરાજાની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. બીજી તરફ ગયા વર્ષની સરખામણીમાં દેશમાં હાલ ખરીફ વાવેતરમાં 9 લાખ જેટલા હેકટરનો ઘટાડો થયો છે. ગયા વર્ષે 1.08 કરોડ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયું હતું. જ્યારે […]

ગુજરાતમાં ચોમાસાની ધીરે-ધીરે જમાવટઃ 84 તાલુકામાં મેઘમહેર, વિસાવદરમાં 4 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિધિવત પઘરામણી બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે અને ચોમાસુ આગળ વધી રહ્યું હોવાનું હવામાન વિભાગ માની રહ્યું છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ચાર ઈંચ જેટલુ પાણી પડ્યું હતું. જ્યારે નવસારી અને જલાલપોરમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. […]

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ઉંમરગામમાં 9 ઈંચ,વલસાડ – વાપીમાં 4 ઈંચ

વલસાડઃ જિલ્લામાં મેઘરાજાનું વિધિવત આગમન થઈ ગયું છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.  જિલ્લામાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં 6 ઈંચ વરસાદ પડ્યા હતો ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પાણી ભરાતા વાહનચાલકોની મુશ્કેલી વધી હતી. ગુજરાતમાં સોમવારે 75 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના ઉંમરગાંમ  તાલુકામાં નવ ઈંચ, વલસાડ અને વાપીમાં 4 ઈંચ, અને […]

ગુજરાતઃ આગામી સોમવારથી નૈઋત્યનું ચોમાસું વધારે પ્રભાવક બનશે

અમદાવાદઃ ગુજરાતમાં ગત રવિવારથી ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે, તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળો ઉપર વરસાદ વરસ્યો છે. જો કે, હજુ સુધી રાજ્યમાં જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. જો કે, આગામી સોમવારેથી સમગ્ર રાજ્યમાં જમાવટ કરશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ચાલુ વર્ષે ગુજરાતમાં ચોમાસુ સારુ રહેવાની આશા વ્યક્ત થઈ રહી […]

ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીએ વાવેતર વધ્યું, 2.53 લાખ હેકટરમાં વાવેતર

સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વાવેતર થયું મગફળી અને કપાસનું વધારે વાવેતર થશે 15મી જુલાઈએ વાવણી પૂર્ણ થવાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે આરંભ થઈ ગયો છે, બીજી તરફ ખેડૂતો પણ વાવણીમાં જોતરાયાં છે. દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 3.53 લાખ હેકટર જમીનમાં વાવણી થઈ હોવાનું જાણવા મળે છે. ગયા વર્ષે આ સમયમાં 2.18 લાખ હેકટરમાં વાવણી […]

ગુજરાતમાં 22 તાલુકામાં વરસાદ, ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થયું છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યના 22 લાતુકામાં વરસાદ વરસ્યો હતો. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 109 તાલુકામાં મેઘમહેર થઈ હતી. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. દરમિયાન બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દરમિયાન હવામાન વિભાગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code