ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાયો, સૌરાષ્ટ્રમાં બીજો દિવસે સમયાંતરે પડતા વરસાદના ઝાપટાં
અમદાવાદઃ રાજ્યમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા બાદ મેઘરાજાની વાજતે-ગાજતે પુનઃ પઘરામણી થઈ છે. બુધવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગજરાતની ધરાને તરબોળ કર્યા બાદ આજે ગુરૂવારે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો. જેમાં પાટણ જિલ્લાના સિદ્ધપુર, સરસ્વતી, પાટણ, મહેસાણાના બેચરાજી, સાબરકાંઠાના પોશીના તથા બનાસકાંઠાના પાલનપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. સૌરાષ્ટ્રમાં આજે ગરૂવારે બીજા દિવસે વરસાદ […]


