ઓડિશાના રાયરંગપુરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિવિધ વિકાસ પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યા
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે ઓડિશાના રાયરંગપુરમાં ત્રણ રેલ્વે લાઇન બંગીરીપોસી-ગોરુમહિસાની, બુરમારા-ચકુલિયા અને બદમપહાર-કેંદુઝારગઢનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે રાષ્ટ્રપતિ મુર્મુએ આદિજાતિ સંશોધન અને વિકાસ કેન્દ્ર, ડાંડબોસ એરપોર્ટ અને રાયરંગપુરની સબ-ડિવિઝનલ હોસ્પિટલની નવી ઇમારતનો શિલાન્યાસ કર્યો હતો. આ અવસરે રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આ ભૂમિની દીકરી હોવાનો તેમને હંમેશા ગર્વ રહ્યો છે. જવાબદારીઓ અને […]