1. Home
  2. Tag "Rajasthan"

ઝારખંડમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, ચારના મોત

નવી દિલ્હીઃ ઝારખંડના પલામુમાં એક વાહન પલટી જતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ પણ થયા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના બુધવારે રાત્રે મનતુ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઉરુર જંગલ પાસે બની હતી. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી […]

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ધૌલપુરમાં માર્ગ અકસ્માતના કારણે જીવ ગુમાવનાર લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના ધૌલપુરમાં માર્ગ અકસ્માતમાં થયેલા જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ખાતરી આપી કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને દરેક શક્ય રીતે મદદ કરવામાં વ્યસ્ત છે. એક્સ પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું કે “રાજસ્થાનના ધૌલપુરમાં જે અકસ્માત થયો હતો તે હૃદયદ્રાવક છે. જેમાં માસૂમ બાળકો સહિત જીવ […]

રાજસ્થાનના જયપુરમાં આરએસએસના કાર્યકરો ઉપર હુમલો

જયપુરઃ જયપુરના એક મંદિરમાં જાગરણ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા દસ કાર્યકર પર છરી વડે હુમલો થયો હતો. ઘાયલોને એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાથી ગુસ્સે ભરાયેલા ટોળાએ દિલ્હી-અજમેર હાઈવે બ્લોક કરી દીધો હતો. પોલીસે વાતચીત કરીને જામ હટાવ્યો હતો. કરણી વિહાર પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્તારના મંદિરમાં શરદ પૂર્ણિમાના અવસર પર ગુરુવારે […]

રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં રોડ નિર્માણને મોદી સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે સરહદી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના વિકાસ પર ભાર મૂકતા રૂ. 4,406 કરોડના રોકાણથી રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં 2,280 કિલોમીટરના રસ્તાઓનું નિર્માણ કરવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ માનસિકતામાં પરિવર્તનનું પરિણામ છે જેણે દેશના અન્ય ભાગો જેવી સુવિધાઓ સાથે સરહદી વિસ્તારોના વિકાસ પર વિશેષ ધ્યાન આપ્યું છે. આ નિર્ણયથી રોડ […]

રાજસ્થાન: ACBએ IAS રાજેન્દ્ર વિજયના પરિસરમાં દરોડા પાડ્યા

13 કોમર્શિયલ અને રહેણાંક પ્લોટના દસ્તાવેજો મળ્યા ACBની કાર્યવાહીથી ઉચ્ચ અધિકારીઓમાં ફફડાટ જયપુરઃ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ રાજસ્થાનમાં અપ્રમાણસર સંપત્તિના કેસમાં કોટાના ડિવિઝનલ કમિશનર રાજેન્દ્ર વિજય સામે મોટી કાર્યવાહી કરી છે. એસીબીએ રાજેન્દ્ર વિજયના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, દરોડા દરમિયાન તેમની પાસેથી 13 કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્લોટના દસ્તાવેજો મળી […]

રાજસ્થાનમાં ભૂકંપનો આંચકો, લોકોમાં ફેલાયો ભય

જયપુરઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન રાજસ્થાનના બાલોત્રામાં આજે બપોરના સમયે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ બાલોત્રામાં જ નોંધાયું હતું. સદનસીબે ભૂકંપના આ આચંકામાં કોઈ જાનહાની થઈ નહીં હોવાનું જાણવા મળે છે. રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં બપોરના સુમારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.2 હતી. […]

ગુનાઓ પર અંકુશ લાવવા રાજ્યો વચ્ચે સંકલન ખૂબ જરૂરી: પોલીસ વડા વિકાસ સહાય

ગાંધીનગરઃ 11મી વેસ્ટર્ન રિજનલ પોલીસ કો-ઓર્ડીનેશન (પશ્ચિમ ઝોન પ્રાદેશિક પોલીસ સંકલન) કમિટીની બેઠક આજે પોલીસ ભવન, ગુજરાત ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ વર્ચ્યુઅલ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, દાદરા નગર હવેલી, દીવ-દમણ અને મધ્યપ્રદેશ રાજ્યના ડીજીપી રેન્કના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ જોડાયા હતા અને પ્રિવેન્શન-ડિટેકશન કામગીરીમાં ટેકનોલોજીનો […]

રાજસ્થાનમાં સાગમટે 108 IAS અધિકારીઓની બદલી

20 આઈએએસ અધિકારીઓને વધારાનો ચાર્જ અપાયો સનદી અધિકારીઓની બદલીની લાંબા સમયથી રાહ જોવાતી હતી જયપુરઃ રાજસ્થાન સરકારે 108 સનદી અધિકારીઓ (IAS)ની બદલી કરી છે.  સરકાર દ્વારા 96 આઈએએસની બદલી કરવામાં આવી છે, જ્યારે 10 આઈએએસને નવો ચાર્જ અને 20 આઈએએસ અધિકારીઓને વધારાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. રાજ્યના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ઘણા સમયથી બદલીઓની […]

રાજસ્થાનના ગંગાનગરમાં ગમખ્વાર અકસ્માત, છના મોત

મોટરકારે બે બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર જયપુરઃ રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં મોડી રાત્રે એક કારે બે બાઇકને ટક્કર મારી હતી, આ દૂર્ઘટનામાં છ યુવાનોના મોત થયા હતા. બિજયનગર પોલીસ સ્ટેશનના અધિકારી ગોવિંદ રામે જણાવ્યું હતું કે, સુરતગઢ-અનુપગઢ રાજ્ય ધોરીમાર્ગ પર મોડી રાત્રે આ અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતગઢ-અનુપગઢ માર્ગ ઉપર […]

રાજસ્થાનના બાડમેરમાં વાયુસેનાનું મિગ-29 ક્રેશ

જયપુરઃ ભારતીય વાયુસેનાનું મિગ-29 ફાઈટર પ્લેન રાત્રે રાજસ્થાનના બાડમેર પાસે ક્રેશ થયું હતું. વાયુસેનાએ જણાવ્યું હતું કે નાઇટ ટ્રેનિંગ મિશન દરમિયાન ફાઇટર એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી જેના પગલે પાઇલટે બહાર નીકળવું પડ્યું હતું. પાયલોટ સુરક્ષિત છે અને કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ મામલે એરફોર્સ દ્વારા કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. વાયુસેનાનું મિગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code