1. Home
  2. Tag "rajkot"

રાજકોટના ખેતલા આપાના મંદિરમાંથી 52 સાપ મળ્યા, મહંતની અટકાયત

મંદિરના મહંત મનુ મણિરામે પૂજા અને લોકોને બતાવવા માટે રાખ્યા હતા, મહંતે મંદિરને નાગનું ઘર કહીને સોશિયલ મીડિયામાં વીડિયો મુક્યો હતો, વન વિભાગે મંદિરમાંથી 52 જેટલા જીવતા સાપ પણ જપ્ત કર્યા, રાજકોટઃ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આવેલા ખેતલા આપા મંદિરમાંથી 52 જેટલા જીવતા સાપ મળતા મંદિરના મહંતની અટકાયત કરીને વન વિભાગે તપાસ હાથ ધરી હતી. […]

રાજકોટ શહેરમાં છેલ્લા 10 મહિનામાં કૂતરા કરડવાના 14105 બનાવો બન્યા

રાજકોટમાં છેલ્લા 17 વર્ષમાં 26 કરોડ ખર્ચે 84 હજાર શ્વાનનું ખસીકરણ કરાયુ, હજુ પણ 26500 રખડતા શ્વાન રાજકોટની શેરીઓમાં ફરી રહ્યા છે, ગણતરી મુજબ રોજ 46 લોકો રખડતાં શ્વાન ના કરડવાનો ભોગ બને છે, રાજકોટઃ શહેરમાં કૂતરાના ખસ્સીકરણ પાછળ કરોડોના ખર્ચ કરવા છતાંયે કૂતરાની વસતીમાં ઘટાડો છયો નથી અને શહેરની શેરીઓમાં 26500 રખડતા કૂતરા છે. […]

રાજકોટના નવાગામમાં માતાએ બે માસુમ દીકરીઓ સાથે આપઘાત કર્યો

માતાએ પોતાની બે માસુમ દીકરીઓને ગળાટુપો આપ્યા બાદ આપઘાત કર્યો, સામૂહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ શરૂ, પોલીસે પતિ જયેશભાઈ સહિત સંબંધીઓના નિવેદનો લીધા રાજકોટઃ  શહેરના નવાગામમાં આવેલી શક્તિ સોસાયટીમાં એક માતાએ તેની બે માસુમ દીકરીઓને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની […]

રાજકોટમાં ભાજપના નેતાની હોસ્પિટલના ગેરકાયદે બાંધકામના મુદ્દે RMCએ નોટિસ ફટકારી

ACP ડેન્ટલ કેર ક્લિનિકને ગેરકાયદે બાંધકામ બદલ નોટિસ આપી, ગઈ તા. 27મી સપ્ટેમ્બરે સાંસદ પરસોત્તમ રૂપાલાના હસ્તે ઉદઘાટન કરાયું હતું, ભાજપના નેતાએ કહ્યુ, બાંધકામ મંજુરી લઈને અમારી જમીનમાં જ કરાયેલું છે રાજકોટઃ શહેરમાં યુનિવર્સિટી રોડ પર આવેલા એસીપી ડેન્ટલ કેર હોસ્પિટલના ગેરકાયદે બાંધકામના મુદ્દે મ્યુનિ.કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગે  નોટિસ ફટકારી છે.એસીપી ડેન્ટલ કેરની હોસ્પિટલની માલિકી […]

ટ્રમ્પના ટેરિફને લીધે રાજકોટમાં ઉત્પાદિત વસ્તુઓનો USAમાં નિકાસ દર 60 ટકા ઘટી 35 ટકા થયો

ટ્રમ્પએ ટેરિફમાં વધારો કરતા નિકાસકારોને પડ્યો ફટકો, નિકાસકારોને રાહત પેકેજ આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કરી માગ, નિકાસ દર ઘટવાથી રોજગારી પર અસર પડી રાજકોટઃ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પએ આકરી ટેરીફ લાદતા ભારતના ઉદ્યોગો દ્વારા ઉત્પાદન થતી ચિજ-વસ્તુઓની નિકાસ પર અસર પડી છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં વિવિધ ઉત્પાદકો દ્વારા અમેરિકામાં કરાતી નિકાસ  60%થી ઘટીને […]

રાજકોટના પેંડા ગેન્ગના 17 શખસો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

પેંડા ગેન્ગના 17 શખસો સામે હત્યા, બળાત્કાર, લૂંટ સહિત 71 ગુના નોંધાયેલા છે, રાજકોટમાં પેંડા અને મૂર્ગા ગેંગ વચ્ચે ફાયરિંગની ઘટના બાદ પોલીસે કરી કાર્યવાહી, પોલીસે પેંડા ગેન્ગના 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. રાજકોટઃ શહેરમાં પોલીસની કડકાઈ છતાંયે ગુનાઈત પ્રવૃતિમાં વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા જ પેંડા અને મુર્ગા ગેન્ગ વચ્ચે માથાકૂટ થઈ […]

રાજકોટમાં બેફામ ઝડપે BMW કારચાલકે ટૂ-વ્હીલરચાલકને અડફેટે લેતા મોત

BMW કારે ટક્કર મારતા સ્કૂટરચાલક વિદ્યાર્થી 50 ફુટ સુધી ફંગોળાયો, અકસ્માતમાં BMWનો આગળના ભાગનો ભુક્કો બોલી ગયો, રાજકોટમાં છેલ્લા ચાર દિવસમાં રોડ અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા રાજકોટઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ગત રાત્રે શહેરના કાલાવાડ રોડ પર બેફામ ઝડપે આવેલી બીએમડબલ્યુ કારે સ્કૂટરચાલકને અડફેટે લેતા તેનુ ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. […]

રાજકોટમાં રેશનિંગના પુરવઠાની વિલંબથી ફાળવણીને લીધે વિતરણ વ્યવસ્થાને અસર પડી

રેશનિંગ દૂકાનદારોની હડતાળ બાદ પુરવઠાની ફાળવણી વિલંબથી કરાઈ, રેશનિંગધારકોને અનાજ ન મળતા અસંતોષ, રાશન વિતરણ માટે પરમિટ અને ચલણ મોડા જનરેટ થતા રાશનનો જથ્થો પહોંચ્યો નથી રાજકોટઃ શહેર અને જિલ્લામાં રેશનિગનો પુરવઠાની ફાળવણીમાં થયેલા વિલંબને કારણે રેશનિંગની દૂકાનોમાં સ્ટોક ન હોવાથી કાર્ડધારકોને અનાજ સહિતની ચિજ-વસ્તુઓનું વિતરણ થઈ શક્યુ નથી. રાજકોટ જિલ્લાના 3.11 લાખ રાશનકાર્ડ ધારકોમાંથી […]

રાજકોટમાં એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઊલટી)ના જથ્થા સાથે ત્રણ શખસો પકડાયા

સુરેન્દ્રનગરના ત્રણ શખસો ગ્રાહકની શોધમાં રાજકોટ આવ્યા હતા, પોલીસે 96 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો કર્યો, આ કેસમાં હવે વન વિભાગના અધિકારીઓ તપાસ કરશે રાજકોટઃ શહેરમાં એમ્બરગ્રીસ ( વ્હેલ માછલીની ઊલટી)ના જથ્થા સાથે સુરેન્દ્રનગરના ત્રણ શખસોને રાજકોટ શહેર SOG પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે કુલ 2.96 કરોડના એમ્બરગ્રીસના જથ્થા સહિત કુલ 2.97 કરોડના મુદામાલ જપ્ત કર્યો […]

રાજકોટના માધાપર ચોકડી નજીક અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા યુવાનનું મોત

ત્રણ બહેનોના એકના એક ભાઈનું મોત થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ, હડાળા ગામનો યુવાન રિક્ષા લઈને રાજકોટ રહેતા દાદીને મળવા આવ્યો હતો, પોલીસે અજાણ્યા વહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી રાજકોટઃ શહેરના બેડી ચોક પાસે માધાપર ચોકડી તરફ જતા રોડ પર રાતે કોઈ અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. દરમિયાન મોડી રાત્રિના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code