1. Home
  2. Tag "Rajkot district"

રાજકોટ જિલ્લામાં ભર ઉનાળે માવઠું, ગોંડલ અને કોટડાસાંગણીમાં ભારે પવન સાથે વરસાદ

રાજકોટઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં પણ લોકો અસહ્ય તાપમાન સહન કરી રહ્યા છે, ત્યારે જ વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના ગોંડલ અને કોટડાસાંગણી વિસ્તારમાં બરફના કરા સાથે માવઠું પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. રાજકોટ જિલ્લામાં  સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારે […]

રાજકોટ જિલ્લામાં વહેલી સવારે ઝાકળવર્ષાથી વિઝિબિલિટી ઘટી, વાહનચાલકો પરેશાન બન્યા

રાજકોટઃ રાજ્યમાં ઉનાળાનું આગમન થઈ ગયું છે. બપોરે ગરમી અને વહેલી પરોઢે સામાન્ય ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં આજે વહેલી સવારે ઝાકળ પડ્યુ હતું. તેમજ સાથે ધૂમ્મસ સર્જાતા વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી તેથી વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. જોકે બપોરના ટાણે તો તાપમાનનો પારે 35 ડિગ્રીને વટાવી જતાં લોકોને પંખા અને એસી […]

રાજકોટ જિલ્લાના વિકાસના કામોને ઝડપી પૂર્ણ કરવા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપી સુચના

રાજકોટઃ જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા માટે જિલ્લાના પ્રભારી અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષામાં રાજકોટની કલેક્ટર કચેરી ખાતે  બેઠક  મળી હતી  જેમાં મંત્રી જીતુ  વાઘાણીએ જિલ્લાના વિવિધ વિકાસના કામો તેમજ જુદા જુદા સરકારી મકાનો ના બાંધકામો જે હાલ ચાલી રહ્યા છે તે સત્વરે પૂર્ણ થાય તે માટે દરેક પ્રોજેક્ટની વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું હતું. […]

રાજકોટ જિલ્લામાં છેલ્લા 4 વર્ષમાં 82 જેટલા બાળ લગ્નો અટકાવાયાં

રાજકોટઃ રાજ્યમાં અનેક જ્ઞાતિ-સમાજમાં હજુ પણ બાળલગ્નો યોજાતા હોય છે.છેલ્લા ચાર વર્ષમાં રાજકોટ જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા 82 જેટલા બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ વર્ષ 2018-19ના સમય દરમિયાન 30 કરતા પણ વધુ બાળલગ્ન તંત્ર દ્વારા અટકાવવામાં આવ્યા હતા. છોકરીની ઉંમર 18 વર્ષ અને છોકરાની ઉંમર 21 વર્ષ કરતા ઓછી હોવા છતાં લગ્ન […]

સૌરાષ્ટ્રના વાતાવરણમાં આંશિક પલટાથી અનેક શહેરો-નગરોમાં સવારે ગાઢ ધૂમ્મસ સર્જાયુ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઠંડી હવે ધીમા પગલે વિદાય રહી રહી છે. અને તાપમાનમાં થોડો વધારો થયો છે. જો કે, મોડીરાતથી લઈને વહેલી સવાર સુધી ઠંડી અનુભવાઈ રહી છે. આજે પણ રાજકોટના જેતપુર-ગોંડલ નેશનલ હાઈવે પર વહેલી સવારે 100 ફૂટ દૂર ન દેખાઈ એટલી ગાઢ ધુમ્મસ છવાયું હતું.  વિઝીબિલિટી ઘટતા હાઈવે પર પસાર થતા વાહનચાલકોને પરેશાની થઈ […]

રાજકોટ જિલ્લામાં ગેરકાયદે હથિયારો વેચતા, ખરીદતા ચાર શખસ પકડાયા

રાજકોટઃ  જિલ્લાના ગોંડલ તથા વિંછીયા વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતા 4 શખ્સોને રૂરલ એસ.ઓ.જીના પી.આઈ એસ.એમ.જાડેજા અને ટીમે બે દરોડા પાડી ઝડપી લઇ  હથિયારોના સપ્લાયર,વેચનારા અને ખરીદનારા સામે આર્મ્સ એકટ હેઠળ ગુના નોંધ્યા છે. પકડાયેલા ત્રણ શખ્સો વચેટિયા તરીકે કામ કરતા હતા જયારે પકડાયેલ મુખ્ય સુત્રધાર 20 વર્ષનો છે અને તે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગેરકાયદેસર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code