1. Home
  2. Tag "rajkot"

રાજકોટના મહામેળાની પૂર્ણાહૂતિ, 15 લાખ લોકોએ લોકમેળાની મોજ માણી

સૌરાષ્ટ્રનો સૌથી મોટો 5 દિવસીય લોકમેળો રાજકોટમાં યોજાયો હતો, કલેક્ટરે લોકમેળાની સફળતાનો શ્રેય પોલીસ સહિત વહિવટી તંત્રને આપ્યો, રાઈડ સંચાલકો દ્વારા ખૂબ જ સમજદારીપૂર્વક કામ કરવામાં આવ્યું રાજકોટઃ રંગીલા ગણાતા રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના 6 દિવસીય મહામેળાની ગઈકાલે સોમવારે પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. 5 દિવસ સુધી ચાલેલા આ લોકમેળામાં આશરે 15 લાખથી વધુ લોકોએ વિવિધ રાઈડ્સ […]

રાજકોટના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો, બે લાખ લોકોએ માણી મેળાની મોજ

પરગામથી પણ લોકો મેળાની મોજ માણવા ઉમટી પડ્યા, વિવિધ રાઈડ્સએ લોકોમાં આકર્ષણ જમાવ્યું, લોકોની ગણતરી અને ભીડ નિયંત્રણ માટે AIનો ઉપયોગ રાજકોટઃ રંગીલા ગણાતા રાજકોટ શહેરના રેસકોર્સના વિશાળ મેદાનમાં યોજાયેલા 5 દિવસીય જન્માષ્ટમીના લોકમેળામાં આજે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. બપોરના ટાણે તો મેળામાં હૈયેહૈયુ દળાય એવી ભીડ જામી હતી, લોકમેળામાં ચકરડી, ફજતફાળકા, ટોરા ટોરા, […]

રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારોને લીધે પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાતે લોકો ઉમટી પડ્યાં

સફેદ વાઘના ચાર માસના બચ્ચા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા, કુદરતી વાતાવરણમાં અલગ-અલગ જીવસૃષ્ટિ નિહાળવાનો લોકો આનંદ માણી રહ્યા છે, લોકોનો ધસારો વધતા ટિકિટ કાઉન્ટરોમાં વધારો કરાયો રાજકોટઃ સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર સહિત શહેરોમાં આજથી જન્માષ્ટમીના લોક મેળાનો પ્રારંભ થયો છે. આમ તો જન્માષ્ટમીના લોકમેળા ગામેગામ યોજાતા હોય છે. પણ 5 દિવસના મોટા મેળાઓનો આજથી પ્રારંભ […]

રાજકોટના આજી ડેમ-1માં નર્મદાના નીર ઠલવાતા ડેમની સપાટી 27.20 ફુટે પહોંચી

સૌની યોજના હેઠળ ન્યારી ડેમ પણ નર્મદાના પાણીથી ભરી દેવાશે, ડેમમાં મહિનો ચાલે એટલું જ પાણી હોવાથી નર્મદાનું પાણી માટે મ્યુનિએ માગ કરી હતી, ન્યારી-1 ડેમની સપાટી 18.90 ફુટે પહોંચી રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાયો છે, રાજ્યમાં સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્રમાં માત્ર 56 ટકા પડ્યો છે. ઓછા વરસાદને લીધે મોટાભાગના જળાશયો પુરતા ભરાયા […]

રાજકોટમાં જન્માષ્ટમીના 5 દિવસીય મહામેળાને શૌર્યનું સિંદૂર નામ અપાયું

માર્ગ અને મકાન વિભાગ દ્વારા યાંત્રિક રાઇડ્સની ચકાસણી કરાઈ, શૌર્ય સિંદૂર મેળાની ઓળખ અને થીમને વધુ આકર્ષક બનાવશે, લોકમેળામાં 34 જેટલી યાંત્રિક રાઇડને મંજુરી અપાઈ રાજકોટઃ જન્માષ્ટમીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. જન્માષ્ટમીના પર્વે સૌરાષ્ટ્રમાં ગામેગામ લોકમેળાઓ યોજાશે. જેમાં સૌથી મોટો ગણાતો રાજકોટના રેસકોર્સ પર યોજાતા 5 દિવસીય મહામેળાને શૌર્યનું સિંદૂર નામ અપાયું […]

રાજકોટમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ગૌરવ યાત્રામાં 1000થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

ગૌરવ યાત્રામાં 5 ટેબ્લો દ્વારા સંસ્કૃત ભાષાનો પ્રચાર, વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગરબા સહિતની કૃતિઓ પ્રદર્શિત કરી, 9 ઓગસ્ટે વિશ્વ સંસ્કૃત દિવસ માનાવાશે રાજકોટઃ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહનો આજથી પ્રારંભ થયો છે. રાજકોટ શહેરમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ન્યૂ એરા સ્કૂલથી જિલ્લા પંચાયત ચોક સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી. જેમાં એક  હજારથી વધુ […]

રાજકોટમાં પોલીસ વિભાગનો 12 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી, મ્યુનિ.ની વેરા વસુલાત માટે કાર્યવાહી

પોલીસ વિભાગ કહે છે, અમારી પાસે મિલકતોનો કોઈ રેકોર્ડ જ નથી, રાજકોટમાં વિવિધ સરકારી કચેરીઓનો 100 કરોડથી વધુ વેરો બાકી, પોલીસ વિભાગની કેટલીક મિલકતો R & B વિભાગ પાસે છે રાજકોટઃ મ્યુનિ, કોર્પોરેશન દ્વારા નાના મિલકતધારકોનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તો મિલક્તોને જપ્ત કરવા સુધીના પગલાં લેવામાં આવે છે, પણ સરકારી કચેરીઓનો પ્રોપર્ટી ટેક્સ કરોડો […]

રાજકોટમાં હેલ્મેટ સામે પોલીસ ઝૂંબેશ શરૂ કરે તે પહેલા કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ

કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા નાગરિકોની સહી ઝૂંબેશ, શહેરમાં રોડ-રસ્તાની બદતર હાલત સુધારો ત્યારબાદ હેલ્મેટ ફરજિયાત બનાવો, 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાતનો પરિપત્ર રદ કરવાની માગણી રાજકોટઃ ગુજરાતભરમાં દ્વીચક્રી વાહનચાલકો માટે હેલ્મેટનો કાયદો અમલમાં છે. ત્યારે રાજકોટના પોલીસ કમિશનર દ્વારા પરિપત્ર જારી કરીને શહેરમાં 8મી સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાતનો કાયદો લાગુ પાડવામાં આવશે. એવી જાહેરાત કરાતા શહેર કોંગ્રેસ […]

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવાના મામલે મેડિકલ એજન્‍સીઓ પર દરોડા

અમદાવાદઃ રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. જે અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ વેચતાં ઇસમોના ઘરે અને મેડિકલ એજન્‍સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંદાજે રૂ. 17 લાખની કિંમતની […]

રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટને કાર્ગો સર્વિસ માટે કેન્દ્રએ આપી મંજુરી

સૌરાષ્ટ્રના વેપારીઓને માલ-સામાન લેવા-મુકવા અમદાવાદ ધક્કો નહિ થાય, કાર્ગો માટે બે દિવસમાં ભાવ નક્કી થયા બાદ સેવા શરૂ થશે, સૌરાષ્ટ્રના MSME ઉદ્યોગ તેમજ મોરબીના ટાઇલ્સ ઉદ્યોગને કાર્ગો સેવાથી ફાયદો થશે રાજકોટઃ શહેરની નજીક અમદાવાદ જતા નેશનલ હાઈવે પરના હીરાસર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવે કાર્ગો સર્વિસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code