1. Home
  2. Tag "rajkot"

રાજકોટમાં રખડતા કૂતરાનો ત્રાસ, એક મહિનામાં 500 કરતા વધુ લોકોને કરડ્યાં

રાજકોટઃ શહેરમાં કૂતરાની વધતી જતી વસતીને લીધે કૂતરા કરડવાના બનાવો વધતા જાય છે. જો કે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા મહિને 250થી વધુ કૂતરાના ખસ્સીકરણનો દાવો કરવામાં આવી રહ્યો છે. પણ છેલ્લા એક મહિનામાં કૂતરા કરડવાના 500થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે મ્યુનિ.ની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે. રાજકોટ શહેરમાં ફેબ્રુઆરી મહિનામાં પણ શ્વાનનો આતંક યથાવત […]

રાજકોટમાં બે ઋતુને લીધે શરદી-ઉધરસ, ઝાડા-ઊલટી સહિત વાયરલ બિમારીના 1789 કેસ નોંધાયા

રાજકોટઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી બપોરે ગરમી અને રાતે ઠંડી એમ બે ઋતુંનો લોકો અનુભવ કરી રહ્યા હતા. ત્યાં જ માવઠાને લીધે અચાનક ઠંડીમાં વધારો થયો છે. ઉનાળાની ગરમી શરૂ થયા બાદ હાલ અચાનક શિયાળા જેવી ઠંડી પડતા રોગચાળો વકર્યો છે. મ્યુનિ.ના ચોપડે શરદી-ઉધરસના સૌથી વધુ 1,381 કેસ નોંધાયા છે. આ સિવાય તાવ અને ઝાડા-ઊલટીના […]

રાજકોટમાં ભૂનેશ્વરી સોસાયટી વિસ્તારમાં બિસ્માર રોડના મુદ્દે મહિલાઓને કર્યો વિરોધ

રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કેટલાક વિસ્તારોના રોડ-રસ્તાઓ સહિત વિકાસના કામોમાં ભેદભાવ રાખવામાં આવતો હોવાની ફરિયાદો ઊઠી છે. જેમાં શહેરમાં સમાવિષ્ટ કરાયેલા વિસ્તારોની હાલતમાં કોઈ જ સુધારો થયો નથી. ત્યારે શહેરની ભાગોળે આવેલા રણુજા મંદિર ભુવનેશ્વરી સોસાયટી વિસ્તારોમાં ઉબડ-ખાબડ રોડને નવો બનાવવા અથવા તો રિસરફેસ કરવા માટે સ્થાનિક લોકો દ્વારા અનેક રજુઆતો કરવા છતાંયે ઉકેલ ન […]

રાજકોટમાં મોર્નિંગ વોકમાં નીકળેલા આધેડને કારે ટક્કર મારીને યુવતીને પણ અડફેટે લીધી

રાજકોટઃ શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર મેઈન રોડ ઉપર પૂરફાટ ઝડપે કારચાલક યુવાને કાર પરનો કાબૂ ગુમાવતા મોર્નિંગ વોકમાં નીકળેલા આધેડને અડફેટે લઈને 15 ફૂટ સુધી ઢસડયા હતા, ત્યારબાદ કાર ફુટપાથ  કૂદીને  દુકાનના પગથિયે બેસેલી યુવતીને હડફેટે લઈ દુકાન સાથે અથડાઈ હતી.. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતો. આ બનાવને લીધે આજુબાજુના […]

રાજકોટમાં બેઋતુને કારણે વાયરલ બીમારીના કેસમાં વધારો, દવાખાનામાં લાગતી લાઈનો

રાજકોટઃ ગુજરાતમાં ફરી વાદળછાયા વાતાવરણ સાથે રાતે ઠંડી અને બપોરે ગરમી એમ બેઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં ઠંડી-ગરમી મિશ્રિત વાદળછાયા સાથે ભેજનું પ્રમાણ વધતા લોકોમાં શરદી-ઉધરસ અને વાયરલ બિમારીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. મિશ્ર વાતાવરણને કારણે રોગચાળો સતત વકરી રહ્યો છે. અને રાજકોટ મ્યુનિના આરોગ્ય કેન્દ્રો તેમજ સિવિલ હોસ્પિટલ […]

દેશમાં મોદીની ગેરેન્ટી એટલે કામ પુરૂ થવાનો 100 ટકા વિશ્વાસ, એટલે જ લોકોને ભરોસો છેઃ PM મોદી

રાજકોટઃ સૌરાષ્ટ્રની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બપોર બાદ દ્વારકાથી રાજકોટ આવી પહોંચ્યા હતા. વડાપ્રધાને એઇમ્સની 250 બેડની IPDનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાને રાજકોટના જૂના એરપોર્ટથી રેસકોર્સ મેદાન પર સભા સ્થળ સુધીના રૂટ પર રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રોડની બન્ને સાઈડ જનતા […]

રાજકોટમાં આજે PM મોદીનું ભવ્ય સ્વાગત કરાશે, વડાપ્રધાનની સભા માટે વિશાળ ડોમ ઊભો કરાયો

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે જામનગરની મિલાકાતે આવી પહોંચ્યા હતા. આજે રવિવારે સવારે દ્વારકામાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કર્યા બાદ બપોરે 3 વાગ્યા આસપાસ રાજકોટની મુલાકાતે આવી પહોંચશે. રાજકોટમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે. ત્યાર બાદ રેસકોર્સના વિશાળ મેદાનમાં સભાસ્થળે પહોંચીને વડાપ્રધાન ખુલ્લી જીપમાં જનતાનું અભિવાદન ઝીલશે. વડાપ્રધાનના આગમનને લીધે રાજકોટ શહેરમાં 4000થી વધુ […]

સામખીયાળીથી સાંતલપુર ઝડપથી પહોંચી શકાશે, સિક્સ લેન નેશનલ હાઇવેનું ખાતમુહૂર્ત કરાશે

અમદાવાદઃ 25 ફેબ્રુઆરીએ રાજકોટમાં યોજાનારા કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સૌરાષ્ટ્ર વિસ્તારના સામખીયાળી-સાંતલપુર નેશનલ હાઈવે, ભાવનગર-તળાજા નેશનલ હાઈવે અને ભાવનગર-પીપળી નેશનલ હાઈવે પરના કુલ આશરે રૂ. 3882 કરોડના વિકાસ કામોના ઓનલાઈન ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. રેસકોર્ષ મેદાન ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં કચ્છ અને પાટણને જોડતા સામખીયાળીથી સાંતલપુર નેશનલ હાઈવે-27 પર રૂ.1554 કરોડના ખર્ચે બનનારા આશરે […]

રાજકોટમાં રવિવારે PM મોદીના રોડ શોને લીધે 14 રસ્તાઓ પર વાહનો માટે પ્રતિબંધ,

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25મી ફેબ્રુઆરીને રવિવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. એઈમ્સ સહિત અનેક વિકાસના કામોના લોકાર્પણ કરાશે. તેમજ વડાપ્રધાન મોદીનો જુના એરપોર્ટથી રેસકોર્સ સુધીનો રોડ શો પણ યોજાશે. જેથી રેસકોર્સ રીંગ રોડની આજુબાજુના 14 રાજમાર્ગો ઉપર વાહન વ્યવહાર માટે પ્રવેશબંધી ફરમાવતું પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી […]

રાજકોટના પૂર્વ ઝોનમાં મેગા ડિમોલીશન, 15 ઝૂંપડા, બે મકાન સહિત ગેરકાયદે દબાણો હટાવાયા

રાજકોટઃ શહેરમાં સરકારી જમીનો પર વર્ષોથી દબાણો ખડકાયેલા છે. આથી મ્યુનિ.કમિશનર દ્વારા અપાયેલી સુચના બાદ મ્યુનિના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના મોરબી રોડ નજીક આવેલા મ્યુનિ.ની માલિકીના પ્લોટમાંથી કુલ 15 ઝૂપડા, 2 મકાન અને 2 ઓરડી પર બુલડોઝર ફેરવાયું હતું. 75.43 કરોડની 10777 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code