1. Home
  2. Tag "rajya sabha"

રાજ્યસભામાં જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ નેતા વચ્ચેના સંબંધો પર ચર્ચાની માગણી મામલે હંગામો

નવી દિલ્હીઃ બુધવારે રાજ્યસભાની કાર્યવાહી પક્ષ અને વિપક્ષના સભ્યોના હંગામાથી ઠપ થઈ ગઈ હતી. હંગામા વચ્ચે ઉપાધ્યક્ષે ગૃહની બેઠક પહેલા 12 વાગ્યા સુધી અને બાદમાં ગુરુવાર સુધી સ્થગિત કરી દીધી હતી. આજે સવારે ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ નેતા વચ્ચેના સંબંધો પર ચર્ચાની માગણી સાથે શાસક પક્ષ તરફથી સૂત્રોચ્ચાર થવા […]

જ્યોર્જ સોરોસ સહિતના મુદ્દે કોંગ્રેસે ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની કોશિશ કરી રહેલી કોંગ્રેસ હવે જ્યોર્જ સોરોસના મુદ્દામાં ફસાઈ ગઈ છે. જ્યોર્જ સોરોસના બહાને ભાજપે કોંગ્રેસની ટોચની નેતાગીરીને ભીંસમાં મૂકી દીધી છે. જેના કારણે છેલ્લા બે દિવસથી સંસદની કાર્યવાહી પણ ખોરવાઈ રહી છે. કોંગ્રેસને સમજાતું નથી કે આ મુદ્દાને કેવી રીતે ઉકેલવો. જોકે, કોંગ્રેસ માટે અમેરિકા તરફથી કેટલાક રાહતના સમાચાર […]

રાજ્યસભામાં જગદીપ ધનખર વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને પદ પરથી હટાવવા માટે વિરોધ પક્ષોએ મંગળવારે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. આ અવિશ્વાસ પ્રસ્તાવ પર 70 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. વિપક્ષી પાર્ટીઓ સતત રાજ્યસભાના અધ્યક્ષ પર પક્ષપાતનો આરોપ લગાવી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર લોકસભા અને રાજ્યસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. મણિપુર અને સંભલહિંસા સહિતના […]

રાજ્યસભામાં એક સાંસદની બેઠક પરથી નોટોના બંડલ મળ્યું, તપાસની માંગને લઈને ગૃહમાં હોબાળો

નવી દિલ્હીઃ રાજ્યસભામાં એક સાંસદની બેઠક પાસેથી નોટોનું બંડલ મળી આવ્યાનું જાણવા મળે છે. આ મામલે રાજ્યસભામાં ભાજપના સાંસદોએ હંગામો મચાવ્યો હતો. કાર્યવાહી બાદ સદનની તપાસ કરવામાં આવતા નોટોનું બંડલ મળી આવ્યું હતું. આ સમગ્ર ઘટનાની તપાસની માંગણી ઉઠી છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ જેપી નડ્ડાએ કહ્યું કે આ ઘટના સામાન્ય નથી અને તે […]

રાજયસભાએ ભારતીય વાયુયાન વિધેયકને બહાલી આપી

નવી દિલ્હીઃ રાજયસભાએ ભારતીય વાયુયાન વિધેયકને બહાલી આપી છે. લોકસભાએ ગત ચોમાસુ સત્રમાં આ વિધેયકને મંજૂરી આપી હતી. આ વિધેયકમાં કોઇપણ વિમાનની આયાત નિકાસ, વેચાણ કે ઉત્પાદનને લગતા નિયમો ઘડવાની સત્તા કેન્દ્ર સરકારને અપાઇ છે. આ ઉપરાંત આ વિધેયકમાં કોઇપણ વિમાન અકસ્માત બાબતે તપાસ કરવાના નિયમો ઘડવાની સત્તા કેન્દ્ર સરકારને આપવાની જોગવાઇ છે. કેન્દ્રિય નાગરિક […]

રાજ્યસભામાં બોઇલર્સ વિધેયક 2024 પસાર થયું

નવી દિલ્હીઃ રાજ્યસભામાં બોઇલર્સ વિધેયક 2024 પસાર થયું છે. આ વિધેયકથી સલામતીમાં વધારો થશે કારણ કે વિધેયકમાં બોઇલરની અંદર કામ કરતા વ્યક્તિઓની સલામતી અને લાયકાત ધરાવતા વ્યક્તિઓ દ્વારા હાથ ધરવામાં આવેલા બોઇલરની મરામતની ખાતરી કરવા માટે ચોક્કસ જોગવાઈઓ કરવામાં આવી છે. વિધેયકત MSME ક્ષેત્રના લોકો સહિત બોઈલર વપરાશકર્તાઓને લાભ કરશે કારણ કે વિધેયકમાં અપરાધીકરણ સંબંધિત […]

સંસદમાં 5 દિવસમાં માત્ર 75 મિનિટનું કામ ચાલ્યું

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન સંસદના કામકાજની વાત કરીએ તો છેલ્લા 5 દિવસમાં માત્ર 75 મિનિટનું કામકાજ થયું છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે સંસદમાં આટલું ઓછું કામ કેમ થયું? વિપક્ષના હોબાળાને કારણે સંસદની કાર્યવાહી પ્રભાવિત થઈ રહી છે. વાસ્તવમાં દરરોજ વિપક્ષના હોબાળાને કારણે સંસદની કાર્યવાહી પ્રભાવિત થઈ […]

વિપક્ષના હંગામાને પગલે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરાઈ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના સંભલ અને મણિપુરમાં હિંસા તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિત અન્ય કેટલાક મુદ્દાઓ પર તાત્કાલિક ચર્ચાની માગણીને ફગાવી દેવાયા બાદ સોમવારે રાજ્યસભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ઉપલા ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. એક વખત મુલતવી રાખ્યા પછી આખા દિવસની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકસભામાં પણ […]

રાજ્યસભામાં નિયમ 267ને વિક્ષેપની પદ્ધતિ તરીકે હથિયાર બનાવવામાં આવી રહ્યો છે : જગદીપ ધનખર

નવી દિલ્હીઃ આજે રાજ્યસભામાં વિક્ષેપ વચ્ચે અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું, માનનીય સભ્યો, અઠવાડિયા દરમિયાન આ મુદ્દાઓને વારંવાર ઉઠાવવામાં આવ્યા છે. જેના પરિણામે આપણે પહેલા જ કામકાજના ત્રણ દિવસો ગુમાવી દીધા છે. જે દિવસો જાહેર હેતુ માટે પ્રતિબદ્ધ હોવા જોઈએ. જેથી આપણાં દ્વારા લેવામાં આવેલા શપથ મુજબ આપણે આપણા કર્તવ્યોનું પાલન અપેક્ષા મુજબ નિભાવીએ છીએ. પ્રશ્નકાળ […]

સંસદમાં સંભલ હિંસા સહિતના મુદ્દે વિપક્ષનો હંગામો, કાર્યવાહી સ્થગિત કરાઈ

નવી દિલ્હીઃ દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિત વિવિધ મુદ્દાઓ પર તાત્કાલિક ચર્ચાની તેમની માંગને ફગાવી દેવાયા બાદ શુક્રવારે રાજ્યસભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ થયાના થોડા સમય બાદ દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકસભામાં વિવિધ મુદ્દા ઉપર વિપક્ષ દ્વારા હંગામો મચાવ્યો હતો. જેથી લોકસભાની કાર્યવાહી સ્થગિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code