1. Home
  2. Tag "rajya sabha"

રાજ્યસભામાં પણ મહિલા અનામત બિલ પાસ થવા પર મહિલા સાંસદોએ PM મોદી સાથે ઉજવણી કરી

દિલ્હી: સંસદના બંને ગૃહોમાં મહિલા અનામત બિલને મંજૂરી મળી ગઈ છે. નારી શક્તિ વંદન અધિનિયમ બિલ નીચલા અને પછી ઉપલા ગૃહમાં બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું છે. ગુરુવારે રાજ્યસભાની બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. મહિલા સાંસદોના ચહેરા પર ચમક જોવા મળી હતી અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહની બહાર આવ્યા ત્યારે મહિલા સાંસદોની ખુશીની […]

રાજ્યસભામાં મહિલા અનામત બિલને સર્વાનુમતે મંજુરી, હવે રાષ્ટ્રપતિની અનુમતી બાદ કાયદો બનશે

નવી દિલ્હીઃ  લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપતા બિલને લોકસભા બાદ ગુરૂવારે રાજ્યસભાએ પણ સર્વાનુમત્તે મંજુરી આપી દીધી છે. બન્ને ગૃહની મંજુરી મળતા હવે છેલ્લી અનુમતી માટે રાષ્ટ્રપતિને બિલ મોકલાશે. રાષ્ટ્રપતિ બીલ પર હસ્તાક્ષર કરે ત્યારબાદ કાયદો બનશે. લોકસભમાં બુધવારે લાંબી ચર્ચા બાદ મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ […]

રાજ્યસભાઃ નારી શક્તિ વંદન એક્ટ 2023 પર ચર્ચા દરમિયાન પેનલમાં 13 મહિલા સભ્યોને નોમિનેટ કરાયાં

નવી દિલ્હીઃ લોકસભામાં મહિલા આરંક્ષણ બિલ પાસ થયા બાદ આજે મોદી સરકાર દ્વારા રાજ્યસભામાં બિલ રજુ કરવામાં આવ્યું હતું. જેની ઉપર વિવિધ પક્ષના નેતાઓ દ્વારા લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. એક ઐતિહાસિક પગલામાં, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ, જગદીપ ધનખરે આજે રાજ્યસભામાં નારી શક્તિ વંદન અધિનિયમ બિલ, 2023 પર ચર્ચા દરમિયાન 13 મહિલા રાજ્યસભા સભ્યોની વાઇસ-ચેરપર્સન […]

નારી શક્તિ વંદનઃ રાજ્યસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું

નવી દિલ્હીઃ લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરતું 128મું બંધારણ સંશોધન બિલ ગુરુવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. દેશના રાજકારણ પર વ્યાપક અસર કરવાની ક્ષમતા ધરાવતા આ બિલને બુધવારે લોકસભામાં મંજૂરી આપવામાં આવી હતી. લોકસભામાં નારી શક્તિ વંદન બીલના સમર્થનમાં 454 જેટલા વોટ પડ્યાં હતા. જ્યારે વિરોધમાં માત્ર બે જ મત […]

સંભવિત મહિલાઓને તકો મળવી જોઈએ, તેમના જીવનમાં ‘જો અને પણ’ નો સમય પૂરો થયો: PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવન ખાતે રાજ્યસભાને સંબોધન કર્યું હતું. ગૃહને સંબોધતા વડાપ્રધાને ટિપ્પણી કરી કે આજનો પ્રસંગ ઐતિહાસિક અને યાદગાર છે. તેમણે લોકસભામાં તેમના સંબોધનને યાદ કર્યું અને આ ખાસ અવસર પર રાજ્યસભાને સંબોધવાની તક આપવા બદલ અધ્યક્ષનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્યસભાને સંસદનું ઉપલું ગૃહ ગણવામાં આવે છે તેની […]

નવા સંસદભવનમાં પ્રવેશ પહેલા રાજ્યસભા અને લોકસભાના સભ્યોનો ગ્રુપ ફોટો લેવાયો

નવી દિલ્હીઃ સંસદના વિશેષ સત્રનો ગઈકાલથી પ્રારંભ થયો છે અને આજે ગણેશ ચતુર્થીના પાવનપર્વ ઉપર નવા સંસદભવનમાં સંસદના વિશેષ સત્રની કાર્યવાહી ચાલશે. જો કે, તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત તમામ સાંસદોએ જુની ઈમારતમાં ગ્રુપ ફોટો ખેંચાવ્યો હતો. પહેલા રાજ્યસભા અને લોકસભાના સાંસદોએ ફોટો ખેંચાવ્યો હતો. નવા સંસદભવનના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રગાન […]

તંદુરસ્ત ચર્ચા એ ખીલતી લોકશાહીની વિશેષતા : ઉપરાષ્ટ્રપતિ

ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આજે 75 વર્ષની સંસદીય યાત્રાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને ભારતીય લોકશાહીને આકાર આપનારી સિદ્ધિઓ, અનુભવો, યાદો અને જ્ઞાન પર પ્રકાશ પાડ્યો હતો. સંસદીય લોકશાહીમાં “જનતાની અતૂટ શ્રદ્ધા અને અડગ વિશ્વાસ” પર ભાર મૂકીને ઉપરાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આપણી લોકશાહીની સફળતા એ “અમે ભારતના લોકો”નો સામૂહિક, […]

દિલ્હી સેવા બિલ આજે રાજ્યસભામાં રજૂ થશે,AAP-કોંગ્રેસે જારી કર્યો વ્હીપ

દિલ્હી: રાજ્યસભામાં આજે દિલ્હી સેવા બિલ રજૂ કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ આજે બિલ રજૂ કરશે. આ બિલ લોકસભામાં પહેલા જ પસાર થઈ ચૂક્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ અંગે વ્હીપ જાહેર કર્યો છે. આમ આદમી પાર્ટીએ દિલ્હી સેવા બિલને લઈને વિરોધ પક્ષો પાસેથી સમર્થન માંગ્યું છે. આ બિલ લોકસભામાં સરળતાથી પાસ થઈ […]

લોકસભા-રાજ્યસભામાં સતત પાંચમા દિવસે મણિપુર મામલે વિપક્ષનો હંગામો, રાજ્યસભામાં શોર્ટ ડ્યુરેશન ચર્ચાનો પ્રસ્તાવ મંજુર

નવી દિલ્હીઃ સંસદમાં ચોમાસુ સત્રના પાંચમા દિવસે પણ મણિપુર હિંસા મામલે વિપક્ષે હંગામો મચાવ્યો હતો. મણિપુર મામલે કોંગ્રેસ અને બીઆરએસએ અલગ-અલગ રીતે સરકારની સામે અશ્વાસના પ્રસ્તાવ લોકસભાના સ્પીકર ઓમ બિરવલાએ સ્વીકારી લોધી છે. આ અંગે વિગતવાર ચર્ચા કરવા માટે તારીખ જાહેર કરવામાં આવશે. બીજી તરફ લોકસભામાં વિપક્ષે મણિપુર ચર્ચા મામલે સદનમાં પીએમ મોદીની ઉપસ્થિતિની માંગણી […]

સિગ્નલિંગ સર્કિટમાં ખામીના કારણે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દૂર્ઘટના સર્જાઈ હતી

નવી દિલ્હીઃ રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ‘સિગ્નલિંગ-સર્કિટ-ચેન્જ‘માં ખામીને કારણે 2 જૂને ઓડિશાના બાલાસોર જિલ્લામાં ખોટા સિગ્નલને કારણે ટ્રિપલ ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં 295 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રેલવેમાં સિગ્નલ નિષ્ફળતાના 13 કેસ નોંધાયા છે, પરંતુ એક પણ ઈન્ટરલોકિંગ સિગ્નલ સિસ્ટમમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code