1. Home
  2. Tag "Ram Mandir"

આદિવાસી શબરીના કારણે રાજકુમારમાંથી મર્યાદાપુરુષોત્તમ બન્યા શ્રીરામ, રામમંદિરનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ માંગ્યો વનવાસીઓનો સહકાર

નવી દિલ્હી: ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારી લગભગ પૂર્ણ થઈ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમારંભના મુખ્ય યજમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કઠોર ઉપવાસ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે PMAY(G)ના એક લાખ લાભાર્થીઓને મોટી સોગાદ આપી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પીએમ-જનમન હેઠળ PMAY(G)ના એક લાખ લાભાર્થીઓને પહેલો હફ્તો જાહેર કર્યો છે. આ […]

ઉત્તરપ્રદેશઃ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 26મી જાન્યુ.ને લઈને પોલીસ કર્મચારીઓની રજા રદ

લખનઉ: અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ અભિષેક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસની રજાઓને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 26 જાન્યુઆરી સુધી પોલીસ વિભાગની રજાઓ રદ કરવામાં આવી છે, આ સાથે રજા પર ગયેલા પોલીસકર્મીઓને પણ પાછા બોલાવવામાં આવ્યા છે. યુપીમાં કડક સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો […]

રામલલાના પ્રાણપ્રતિષ્ઠાને લઈને પીએમ મોદીએ 11 દિવસનું અનુષ્ઠાન શરૂ કર્યું

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રામ મંદિરના અભિષેક પહેલા એક ઓડિયો સંદેશ જાહેર કર્યો છે. આમાં તેમણે કહ્યું છે કે, તે 11 દિવસની વિશેષ વિધિ શરૂ કરી રહ્યા છે. આ શુભ અવસરના સાક્ષી બનવા માટે મારી જાતને ભાગ્યશાળી સમજુ છું. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે. હવે […]

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં ઉપસ્થિત રહેવાનાર કોંગ્રેસને મંદિરના મુખ્ય પુજારીએ કર્યાં અણીયારા સવાલો

લખનઉઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંદિર ટ્રસ્ટ દ્વારા સોનિયા ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓને પણ આમંત્રણ પાઠવ્યું હતું. જો કે, આ મહોત્સવને ભાજપ અને આરએસએસનો હોવાના આક્ષેપ કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં જવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસના આ નિર્ણયને પગલે રાજકારણ ગરમાયું છે. ભાજપાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન […]

રામલલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવઃ ઉત્તરપ્રદેશમાં 22મી જાન્યુઆરીએ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ

લખનૌઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં બહુપ્રતિક્ષિત શ્રી રામલલાની મૂર્તિના અભિષેક સમારોહ સાથે સામાન્ય લોકોના ભાવનાત્મક જોડાણને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરીએ રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવાની સૂચના આપી છે. આ ખાસ અવસરને ‘રાષ્ટ્રીય તહેવાર’ ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે, 22 જાન્યુઆરીએ રાજ્યમાં દારૂની દુકાનો બંધ રાખવી જોઈએ. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ અયોધ્યાની મુલાકાત લીધી હતી. […]

અયોધ્યાના રામ મંદિર માટે અમદાવાદમાં તૈયાર કરાયું ધ્વજદંડ

અમદાવાદઃ અયોધ્યામાં 500 વર્ષ પછી રામ મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે તેમાં અમદાવાદનું મહત્વનું યોગદાન રહ્યું છે. અયોધ્યાના રામ મંદિર માટે અમદાવાદમાં શાસ્ત્રોત્તરૂપથી પિત્તળનો ધ્વજદંડ તૈયાર થયો છે. આ ધ્વજદંડનું અમદાવાદથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અયોધ્યામાં આ ધ્વજદંડની પૂજા પણ કરવાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી અંબિકા એન્જિનિયરિંગ […]

કોંગ્રેસ પાર્ટીની આત્મ હિંદુ છે એટલે રામ મંદિરનું વિશેષ આમંત્રણ મળ્યું હોય તો કોંગ્રેસના નેતાઓ હાજર રહેવુ જોઈએઃ શિવસેના

મુંબઈઃ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથી તરીકે સામેલ થશે. આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. લોકસભાની ચૂંટણીને લઈને રામ મંદિરના નિર્માણનો મહત્વનો  મુદ્દો માનવામાં આવે છે. દરમિયાન શિવસેના (UBT)એ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીની આત્મ હિંદુ છે અને જો પાર્ટીને રાજકીય મતભેદોને સાઈડમાં […]

32 વર્ષ જૂનું સપનું માત્ર ત્રણ વર્ષમાં પૂર્ણ, રામમંદિર માટે PM મોદીએ ખૂબ કર્યું છે કામ

નવી દિલ્હી: આખરે તે દિવસ જલ્દી આવવાનો છે, જ્યારે ભગવાન રામ પોતાના ભવ્ય મંદિરમાં વિરાજમાન થશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ પોતાના હાથે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ ત્રણ દશકાઓ પહેલા શરૂ થયેલી ઐતિહાસિક યાત્રાનું સુખદ સમાપન હશે. સપ્ટેમ્બર, 1990માં લાલકૃષ્ણ અડવાણીની દેશવ્યાપી રથયાત્રાના આયોજક તરીકેની પોતાની ઈનિંગ સિવાય નરેન્દ્ર મોદી પોતાના ગૃહ રાજ્ય […]

રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા: દેશમાં મકરસંક્રાતિથી તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા PM મોદીની અપીલ

નવી દિલ્હીઃ રામલલાના પ્રતિષ્ઠા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામનગરી અયોધ્યાને સાફ-સુથરી બનાવવાનો સંકલ્પ લીધો છે. જેના પગલે તેમણે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો પણ શેર કરીને અયોધ્યાને સૌથી સ્વચ્છ શહેર બનાવવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે, દેશભરના લોકોને પ્રાર્થના છે કે, મકરસંક્રાતિના પર્વ ઉપર નાના-મોટા તીર્થ સ્થળો ઉપર સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે. https://www.instagram.com/reel/C1n-N0WyC9I/?utm_source=ig_embed&ig_rid=9a476ecd-ffc3-4dc5-a4b1-a3aa0ee0ee16 […]

રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા અને લોકસભાની ચૂંટણી બંને શુભ રહેશેઃ આચાર્ય સત્યેન્દ્ર દાસજી

નવી દિલ્હીઃ અયોધ્યાના રામ મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024 ખુબ મહત્વપૂર્ણ રહેશે. રામલલા અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે અને દેશમાં સામાન્ય ચૂંટણી યોજાશે, આ બંને શુભ રહેશે. તેમણે અયોધ્યામાં થઈ રહેલા વિકાસ કાર્યોની પણ પ્રસંશા કરી હતી. આચાર્ય સત્યેન્દ્ર દાસજીએ જણાવ્યું હતું કે, ના માત્ર શાંતિ પરંતુ રામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code