ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદના ઘરે આગ લાગી
નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આજે બુધવારે વહેલી સવારે આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. 14 જાન્યુઆરી, મકર સંક્રાંતિની સવારે જ્યારે સમગ્ર દેશ તહેવારની ઉજવણીમાં હતો, ત્યારે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાનેથી આગના અહેવાલ મળ્યા હતા. ફાયર વિભાગની તત્પરતાને કારણે મોટી હોનારત ટળી છે. […]


