1. Home
  2. Tag "record"

આઈપીએલઃ રાજસ્થાનના 14 વર્ષના સૂર્યવંશીએ તોડ્યાં અનેક રેકોર્ડ, 35 બોલમાં સદી ફટકારી

જયપુરઃ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સોમવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો તોફાની પ્રદર્શન કર્યું હતું. વૈભવ સૂર્યવંશીએ માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. તેની ઇનિંગ્સના આધારે રાજસ્થાને ગુજરાતના કુલ 210 રનનો પીછો ફક્ત 16 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને કરી દીધો હતો. વૈભવ IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી […]

ભારતઃ નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં વિક્રમજનક 25 ગીગાવોટનો વધારો

નવી દિલ્હીઃ ગત નાણાકીય વર્ષમાં દેશની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં વિક્રમજનક 25 ગીગાવોટ નો વધારો થયો છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ નવી દિલ્હીમાં જણાવ્યું કે, ગયા નાણાકીય વર્ષમાં આ ક્ષેત્રે લગભગ 35 ટકાનો વિકાસ થયો હતો. તેમણે કહ્યું, નવીનીકરણીય ઉર્જાના સંદર્ભમાં, સૌર ઉર્જાના ક્ષેત્રમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી છે, જે લગભગ 38 […]

શું IPLની આ સિઝનમાં 300 રનનો રેકોર્ડ બનશે?

ગત સિઝનમાં ઘણી મેચોમાં એવું લાગતું હતું કે 300રનનો આંકડો પાર કરી શકાશે, પરંતુ એવું થયું નહીં. શું તમે જાણો છો T20 ફોર્મેટમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ શું છે? વાસ્તવમાં, ઝિમ્બાબ્વેએ ગામ્બિયા સામે 344 રન બનાવ્યા હતા. આ પ્રથમ વખત હતું જ્યારે કોઈ ટીમે ટી20 ફોર્મેટમાં 300 રનનો આંકડો પાર કર્યો હોય. આ સિવાય નેપાળે […]

ક્રિકેટ ઈતિહાસમાં આ ખેલાડીએ ફટકારી છે સૌથી લાંબી સિક્સર, યુવરાજ કે ધોની પણ નથી તોડી શક્યાં રેકોર્ડ

ક્રિકેટની રમતમાં સૌથી લાંબી છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ન તો શાહિદ આફ્રિદીના નામે છે, ન તો મહેન્દ્ર સિંહ ધોની અને યુવરાજ સિંહના નામે. 100 વર્ષ પહેલાં, ક્રિકેટમાં સૌથી લાંબા છગ્ગાનો વિશ્વ રેકોર્ડ બન્યો હતો, પરંતુ આજ સુધી કોઈ આ રેકોર્ડની નજીક પણ પહોંચી શક્યું નથી. ક્રિકેટના ઇતિહાસમાં સૌથી લાંબો છગ્ગો 19મી સદીમાં આલ્બર્ટ ટ્રોટ દ્વારા ફટકારવામાં […]

ગુજરાતના 11 વર્ષીય દીકરાએ રૂબિક્સ ક્યુસ ઉકેલવામાં બનાવ્યો રેકોર્ડ

સુરતના અડાજણના 11 વર્ષીય સાર્થક વત્સલભાઈ ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કમાલ કરી બતાવી છે, તેણે એક મિનિટમાં સૌથી વધુ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો છે. અડાજણની પ્રેસિડેન્સી સ્કુલમાં ધો.5માં અભ્યાસ કરતા સાર્થકનો પરિવાર, સ્પોર્ટ્સ પ્રેમી બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેના પિતા વત્સલભાઈ પણ બાળવયે 1997-98માં જિમ્નાસ્ટીકસની વિવિધ રાજ્ય, રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ્સ જીતી ચૂક્યા હતા, સાર્થકે […]

ભારતનો સ્ટાર બોલર બુમરાહની હવે આ રેકોર્ડ ઉપર રહેશે નજર

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં અત્યાર સુધી રમાયેલી 4 ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાના એક જ ખેલાડીનું સાતત્યપૂર્ણ પ્રદર્શન જોવા મળ્યું છે. આ નામ છે સ્ટાર બોલર જસપ્રીત બુમરાહનું. બુમરાહ પ્રથમ ટેસ્ટ મેચથી જ બોલ સાથે તબાહી મચાવી રહ્યો છે અને અત્યાર સુધીમાં તેણે 4 મેચની 8 ઇનિંગ્સમાં કુલ 30 વિકેટ ઝડપી છે. તે આ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ […]

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વિરાટ કોહલી રચશે વધુ એક રેકોર્ડ

ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શિડ્યુલ જાહેર કર્યું છે. ભારતીય ટીમ તેના અભિયાનની શરૂઆત 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામેની મેચથી કરશે. ચેમ્પિયન્સ ટ્રોફીને યાદગાર બનાવવાનું એક પાસું એ હશે કે ટીમ ઈન્ડિયાની મેચો દુબઈમાં રમાશે, જ્યારે અન્ય તમામ ટીમો પાકિસ્તાનમાં મેચ રમશે. આ દરમિયાન વિરાટ કોહલી પોતાની કારકિર્દીમાં ODI મેચોમાં ત્રેવડી સદી પૂરી કરવાનો છે. વિરાટ કોહલીએ […]

ટેસ્ટ બોલિંગ રેન્કિંગ મામલે જસપ્રિત બુમરાહે ભારતના જ આ ખેલાડીના રેકોર્ડની કરી બરાબરી

ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે બ્રિસ્બેનમાં તેના શાનદાર પ્રદર્શન બાદ ICC પુરૂષોની ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચ પર પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ઓસ્ટ્રેલિયા સામે વરસાદથી પ્રભાવિત ત્રીજી ટેસ્ટમાં 94 રનમાં 9 વિકેટ લેનાર બુમરાહે 14 વધારાના રેટિંગ પોઈન્ટ્સ મેળવ્યા હતા, જેનાથી તેની કુલ કારકિર્દીની સર્વોચ્ચ 904 થઈ હતી. તેના રેટિંગ સાથે બુમરાહે ડિસેમ્બર 2016 માં […]

આ પાકિસ્તાની ક્રિકેટરે દક્ષિણ આફ્રિકા સામે બનાવ્યો શરમજનક રેકોર્ડ

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. આ પ્રવાસમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3-3 T20 અને ODI શ્રેણી રમશે. હવે 26મી ડિસેમ્બરથી બે ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે. આ પ્રવાસમાં પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન અબ્દુલ્લા શફીકે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે આ શરમજનક રેકોર્ડ સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં બનાવ્યો […]

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે, બ્રેઈન લારાના રેકોર્ડને તોડવાથી કોહલી એક કદમ દૂર

ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. તેણે 143 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 100* રનની ઇનિંગ રમી હતી. હવે, જો કોહલી એડિલેડમાં રમાનારી પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટમાં 102 રન બનાવશે તો તે ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવશે અને વેસ્ટ ઈન્ડિઝના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code