ગુજરાતઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અંતરિયાળ ગામોની મુલાકાતે
અમદાવાદઃ આજનો ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા ઉદ્દેશથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને પ્રોત્સાહન આપી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાતના દરિયાઈ સીમા ક્ષેત્રના જિલ્લાઓના અંતરિયાળ ગામોની મુલાકાતે છે. આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા જિલ્લાઓમાં તેઓ લોકોને મળી રહ્યા છે અને ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કરી રહ્યા છે. […]