1. Home
  2. Tag "rescue"

નવસારી: ભારે વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર, 1200 પ્રવાસીઓનું રેસ્ક્યૂ

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ માટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે.હવામાન વિભાગે નવસારી અને વલસાડમાં સતત બે દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેથી અનેક નિચાણવાળા વિસ્તારોમાં નદીઓના પાણી ઘૂસી […]

સુરતમાં જાહેર રસ્તાઓ પર ભીખ માગતા 38 બાળકોનું રેસ્ક્યુ કરી શેલ્ટર હોમમાં મોકલાયા

સુરતઃ શહેરમાં જાહેર રસ્તાઓ પર નાના બાળકો દ્વારા ભીખ મંગાવવામાં આવતી હોય છે. બાળકોની રમવાની અને શાળાએ જવાની ઉંમરે બાળકો પાસે ભીખ મંગાવવામાં આવતી હોય છે. બાળકો જાહેર રસ્તાઓના સિગ્નલો પર ઊભેલી કારના કાચની સફાઈ કરીને ભીખ માગતા નજરે પડતા હોય છે. આથી શહેર ક્રાઇમ બ્રાન્ચ,  મહિલા સેલ,  AHTU, IUCAW અને વિવિધ પોલીસ મથકોની શી […]

વડોદરામાં 9 ફુટનો મહાકાય મગર પાણી ભરેલા ખાડાંમાં પડતા વન અને ફાયરના જવાનોએ રેસ્ક્યુ કર્યું

વડોદરાઃ શહેરમાં ભારે વરસાદને લીધે વિશ્વામિત્રી નદીના પાણી રોડ-રસ્તાઓ પર ફરી વળ્યા હતા. તેના લીધે પાણી સાથે મગરો પણ તણાય આવ્યા હતા. દરમિયાન શહેરના  ભાયલીના ખારિયાવાસમાં વરસાદી પાણીમાંથી 5થી 7 ફૂટ ઊંડા ખાડામાં આશરે 9 ફૂટનો મગર આરામ ફરમાવી રહ્યો હતો. ભાયલી વિસ્તારમાં મગર આવી જતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મગર પાણી ભરેલા ઊંડા […]

ઉત્તરાખંડ: જાનકીચટ્ટીમાં ફસાયેલા દિલ્હી અને એમપીના 6 મુસાફરોનું રેસ્ક્યુ

નવી દિલ્હીઃ જાનકીચટ્ટીમાં ભારે વરસાદને કારણે ભારે મુશ્કેલીમાં ફસાયેલા મધ્યપ્રદેશ અને દિલ્હીના 06 મુસાફરોને રેસ્ક્યુ ટીમે સુરક્ષિત રીતે બચાવી લીધા છે. પોલીસના જણાવ્યા અનુસાર, અવિરત વરસાદને કારણે 06 મુસાફરો રામ મંદિરની ટોચ પર અટવાયા હતા. તેમની પાસે ટોર્ચ ન હતી અને વરસાદને કારણે તેઓ નીચે આવી શક્યા ન હતા. જાનકીચટ્ટી પોસ્ટથી મળેલી માહિતી પર, એસડીઆરએફ […]

દેવગઢ બારીયાના બૈણા ગામે પાનમ નદીના પૂરમાં ટ્રેકટર સાથે બે લોકો ફસાતા રેસ્ક્યુ કરાયું

દેવગઢ બારિયાઃ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. તાલુકાના બૈણ ગામે પાનમ નદીમાં પૂર આવતા  ટ્રેકટર સાથે બે લોકો નદીના ધસમસતા પૂરમાં ફસાયા હતા.જેથી ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. અને નદીમાં દોરડા ફેંકીને ટ્રેકટરચાલક સહિત બન્ને લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ જેસીબીની મદદથી ટ્રેકટરને પણ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું […]

ખેડાના પરીએજ તળાવમાં આવેલા ઝાડી-ઝાખરામાં આગ, એક મગરનું મોત અને પાંચ દાઝ્યાં

અમદાવાદઃ ખેડા જિલ્લા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી  છે. પરીએજ તળાવમાં આવેલ ઝાડી – ઝાખડામાં આગ લાગતા 5 મગર દાઝ્યા હતા, જ્યારે એક મગરનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે પશુ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. સમગ્ર ઘટનાને વનવિભાગ દ્વારા દબાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાંનું ચર્ચાય રહ્યું છે. વનવિભાગ દ્વારા ઘટના અંગે કલેક્ટરને કોઈ જાણ […]

કર્ણાટક નજીક દરિયામાં ફસાયેલી ફિશિંગ બોટને ભારતીય તટરક્ષક દળે બચાવી

નવી દિલ્હીઃ ભારતીય તટરક્ષક દળ (આઈસીજી)એ 16 એપ્રિલ, 2024ના રોજ ભારતીય ફિશિંગ બોટ (આઈએફબી) રોઝરીને સફળતાપૂર્વક બચાવી લીધી હતી, જેને કર્ણાટકના કારવારથી લગભગ 215 નોટિકલ માઇલ દૂર એન્જિનની નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. આઈસીજી જહાજ સાવિત્રીબાઈ ફૂલેએ 13 એપ્રિલ, 2024ના રોજ આઈએફબી રોઝરીના આપત્તિજનક કોલનો ઝડપી જવાબ આપ્યો હતો અને ટૂંક સમયમાં જ, પ્રતિકૂળ સમુદ્રની […]

ઉત્તરાખંડઃ ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે વિદેશી નિષ્ણાતની મદદ લેવાઈ

દેહરાદૂનઃ ઉત્તરાખંડના સિલ્ક્યારીમાં ટનલમાં 41 મજૂરો છેલ્લા 9 દિવસથી ફસાયેલા છે. વહીવટીતંત્રના સતત પ્રયત્નો છતાં તેમને બહાર કાઢી શકાયા નથી. આવી સ્થિતિમાં હવે આંતરરાષ્ટ્રીય સ્તરના ટનલ નિષ્ણાત પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સની મદદ લેવામાં આવી છે. ડિક્સે ભારત પહોંચતાની સાથે જ જાહેરાત કરી કે, તે સુરંગમાંથી 41 મજૂરોને બહાર કાઢીને ઘરે પરત લાવવાનો છે. ભારત આવ્યા પછી […]

વડોદરાના બીલ ગામે પ્રાથમિક શાળામાં રાત્રે મગરને જોતા ગ્રામજનોએ રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો

વડોદરાઃ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગમે ત્યારે લટાર મારતા મગરો જોવા મળતો હાય છે. મંગવારની રાત્રે શહેર નજીક આવેલા બીલ ગામની પ્રાથમિક શાળાના ઓટલા ઉપર 8 ફૂટનો મહાકાય મગર ધસી આવ્યો હતો. મોડી રાત્રે ગ્રામજનોની નજર સ્કૂલમાં ધસી આવેલા મગર ઉપર પડતા ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન આ અંગેની જાણ જીવદયા સંસ્થાને કરવામાં આવતા તુરંત […]

ગીર સોમનાથ-જૂનાગઢમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયાં, 560 લોકોનું રેસ્ક્યુ કરાયું

અમદાવાદઃ ગીર સોમનાથ જિલ્લામાં વરસી રહેલા વરસાદે વિરામ લીધો છે. તલાળામાં હિરણ નદીના પુરના પાણી ઘસી આવતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.  શહેરમાં અનેક સ્થળોએ વીજપોલ પડી ગયા છે અને અનેક મકાનો પડી ગયા છે.  તલાળાના  નરસિંહ ટેકરી અને ધારેશ્વર વિસ્તારમાં  સૌથી વધારે નુકસાન થયું છે.  સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ 60 જેટલા બકરા, 20 જેટલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code