1. Home
  2. Tag "Resignation"

મહારાષ્ટ્રમાં હાર બાદ કોંગ્રેસમાં ભંગાણની સ્થિતિ, પરિણામોના બે દિવસ બાદ નાના પટોલેએ રાજીનામું આપ્યું

વિધાનસભા ચૂંટણીમાં હારના થોડા દિવસો બાદ નાના પટોલેએ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. ચૂંટણીમાં કારમી હારની જવાબદારી લેતા પટોલેએ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ ચૂંટણીમાં માંડ માંડ બે આંકડા સુધી પહોંચી શકી છે. તેને માત્ર 10 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. નાના પટોલેએ […]

કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ EVM મામલે બોલતા પહેલા રાજીનામું આપવું જોઈએઃ CM સરમા

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે, હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે શીક છે કે, હિંદુઓમાં ભાગલા પાડીને રાજ્ય ચલાવી શકાય નહીં. તેમણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની ટીકા કરવા માટે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કોંગ્રેસના તમામ મુખ્યમંત્રીઓને ઈવીએમ વિરુદ્ધ કોઈપણ નિવેદન […]

મમતા બેનર્જીના રાજીનામાની માંગણી કરતી અરજી મામલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરતી અરજી પર નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડી વાઇ ચંદ્રચુડે વકીલને કહ્યું, આ કોઈ રાજકીય મંચ નથી. મુખ્ય પ્રધાનને રાજીનામું આપવાનું કહેવું કોર્ટના અધિકારક્ષેત્રમાં નથી.આ પછી પણ વકીલે દલીલો ચાલુ રાખી તો મુખ્ય ન્યાયમુર્તીએ તેમને ચેતવણી આપી કે હું તમને […]

હું પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાની રમતનો ભાગ બનવા આવ્યો નથીઃ કેજરિવાલ

નવી દિલ્હીઃ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પાર્ટીના નેતાઓને સંબોધતા કહ્યું, “જ્યારે હું જેલમાં હતો ત્યારે ભાજપના લોકોએ પૂછ્યું હતું કે કેજરીવાલે તેમના પદ પરથી રાજીનામું કેમ નથી આપ્યું. તેઓએ વિપક્ષના તમામ લોકો પર કેસ દાખલ કર્યા. આજે દિલ્હીમાં અમે ઘણું કરી શકીએ છીએ કારણ કે અમે પ્રામાણિક છે આ લોકો અમારી પ્રામાણિકતાથી ડરે છે કારણ કે […]

કાર્યકાળ શરૂ થયાના એક જ વર્ષમાં UPSCના ચેરમેન મનોજ સોનીનું રાજીનામું

UPSCના ચેરમેન મનોજ સોનીએ કાર્યકાળ શરૂ કર્યાના એક જ વર્ષમાં રાજીનામું આપી દીધું છે.. તેમણે 2023માં ચાર્જ સંભાળ્યો હતો અને તેમનો કાર્યકાળ 2029માં પુરો થવાનો હતો. જો કે તેમના રાજીનામાને સ્વીકારવાની સત્તાવાર માહિતી બહાર આવી નથી. સૂત્રોનું કહેવું છે કે હાલ ડીઓપીટીએ રાજીનામું સ્વીકાર્યું નથી. સોનીનો કાર્યકાળ 2029 માં સમાપ્ત થવાનો હતો, તેમણે 2017માં UPSCના […]

રાજસ્થાનઃ મંત્રી કિરોડીલાલ મીણાએ રાજુનામું આપ્યું, લોકસભાની દૌસા બેઠક ઉપર BJPની હારની જવાબદારી સ્વિકારી

જયપુરઃ રાજસ્થાનના કેબિનેટ મંત્રી કિરોરી લાલ મીણાએ પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ભજનલાલ શર્માને મોકલી આપ્યું છે. જો કે હજુ સુધી રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. રાજીનામું થોડા દિવસ પહેલા મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેની માહિતી આજે સામે આવી છે. કિરોરી લાલ મીણાએ લોકસભા ચૂંટણી દરમિયાન કહ્યું હતું કે, જો ભાજપ દૌસા સીટ હારી જશે તો હું મંત્રી […]

ઓડિશા: કોંગ્રેસ પ્રચાર સમિતિના અધ્યક્ષ દાસે રાજીનામું આપ્યું, પાર્ટીના ખરાબ પ્રદર્શનની જવાબદારી સ્વિકારી

નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા ભક્ત ચરણ દાસે ઓડિશા કોંગ્રેસ પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. ઓડિશા વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત પરિણામો ન મળવાને કારણે તેમણે રાજીનામું આપ્યું છે. તેમણે પ્રદેશ કોંગ્રેસની નિષ્ફળતાની નૈતિક જવાબદારી સ્વીકારી અને પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ ભવ્ય જીત મેળવી […]

ઓડિશાઃ મુખ્યમંત્રી અને બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ ઓડિશામાં યોજાયેલી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં નવીન પટનાયકના બીજુ જનતા દળને મોટો ઝટકો લાગ્યો. રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી છે. 78 બેઠકો જીતીને ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ ભાજપે રાજ્યની મોટાભાગની લોકસભા બેઠકો પણ જીતી લીધી છે. આ હાર બાદ હવે ઓડિશાના મુખ્યમંત્રી અને બીજુ […]

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના પરિણામોને પગલે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણી પરિણામો આવ્યા બાદ તેમનું રાજીનામું આપ્યું છે. તેમણે મહારાષ્ટ્રમાં ભાજપની હારની જવાબદારી સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ભાજપને ઓછી બેઠક મળી જેની તમામ જવાબદારી મારી છે.   મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત પવાર જૂથ) સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. ભાજપે 28 બેઠકો પર, શિવસેના […]

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ગઈકાલે પરિણામ જાહેર થયાં છે. હવે એનડીએ અને ઈન્ડિ ગઠબંધન દ્વારા સરકાર રચવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિજીને મળ્યા હતા. તેમજ પીએમ પદથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપતિ મુર્મુજીએ તેમનું રાજીનામું સ્વિકારી લીધું હતું. નવી સરકાર બને ત્યાં સુધી નરેન્દ્ર મોદી કાર્યવાહક પ્રધાનમંત્રી બની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code