અમદાવાદનું CA ફાઉન્ડેશનનું પરિણામ 37.90 ટકા, 3575 વિદ્યાર્થીઓમાંથી 1393 ઉતીર્ણ
અમદાવાદ: કોમર્સ ફેકલ્ટીના દરેક વિદ્યાર્થીઓનું સીએ બનવાનું સ્વપ્નુ હોય છે. અને કોલેજના પ્રથમ વર્ષની સાથે જ વિદ્યાર્થીઓ સીએની તૈયારીમાં લાગી જતાં હોય છે. આજે સીએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર થયું હતું. ડિસેમ્બર 2022માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર દેશનું 29.25 ટકા પરિણામ જાહેર થયું છે, જ્યારે અમદાવાદનું પરિણામ 37.90 ટકા આવ્યું છે. […]