1. Home
  2. Tag "RMC"

રાજકોટમાં સરકારી કચેરીઓનો 100 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી, RMC નોટિસ આપીને સંતોષ માને છે

રાજકોટઃ મ્યુનિ,કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની સારીએવી આવક થાય છે. જેમાં પ્રોપર્ટી ટેક્સના બાકી બીલોમાં રિબેટની યોજના દાખલ કરાયા બાદ એને સારોએવો પ્રતિસાદ મળ્યો હતો, ખાસ કરીને કોમર્શિલ પ્રોપર્ટીધારકોનો ટેક્સ બાકી હોય તો મિલકતોને સીલ મારવા સુધીના પગલાં લેવામાં આવતા હોય છે. પરંતુ શહેરમાં સરકારી કચેરીઓનો કરોડો રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવા છતાં મ્યુનિ.ના સત્તાધિશો માત્ર નોટિસ […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થતાં કાલથી 3 દિવસ વિવિધ કાર્યક્રમો યોજાશે

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી તા.19મી નવેમ્બરથી ત્રણ દિવસ સુધી મ્યુનિ. દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની સ્થાપના ગત 19 નવેમ્બર 1973માં કરવામાં આવી હતી. જેને લઈને 50 વર્ષ પૂર્ણ થતાં. ગોલ્ડન જ્યુબિલી અંતર્ગત 19થી 21 નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક જ […]

રાજકોટમાં મ્યુનિ.ના દરોડા, વોશિંગ સોડા મિશ્રિત અખાદ્ય 170 કિલો ફરસાણનો નાશ કરાયો,

રાજકોટઃ શહેરમાં દિવાળીના તહેવારોમાં લોકોને ભેળસેળ વગરની ખાદ્ય ચિજવસ્તુઓ મળી રહે તે માટે આરએમસીના હેલ્થ અને ફુડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણ અને મીંઠાઈની દુકાનોમાં સર્ચ કામગીરી હાથ ધરી છે. જેમાં શહેરના ગુંદાવાડી મેઇન રોડ, લાકડિયા પુલ પાસે આવેલી એક ફરસાણની શોપમાં વોશિંગ સોડાનો ઉપયોગ કરી બનાવાયેલું 170 કિલો ફરસાણ મળી આવતા તેનો નાશ […]

રાજકોટમાં એનિમલ હોસ્ટેલ અને વાહનો ખરીદવા મ્યુનિ.એ સરકાર પાસે 36.60 કરોડની કરી માગ

રાજકોટઃ ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ કરાયા બાદ તમામ શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા દુર કરવા માટે રાજ્ય સરકારે તમામ નગરપાલિકાઓ તેમજ મ્યુનિ.કોર્પોરેશનને સુચના આપી છે. તેમજ નવી પોલીસી પણ અમલમાં મુકવામાં આવી છે. નવી પોલીસી મુજબ રાજકોટ મ્યુનિ, કોર્પોરેશન દ્વારા નવી એનીમલ હોસ્ટેલથી માંડી કર્મચારીઓની સુરક્ષા અને પુરાવા માટે બોડી વોર્ન કેમેરા, વાહનો પર કેમેરા સહિતની સિસ્ટમ […]

રાજકોટ શહેરના મેયર અને ડે.મેયર સહિતના હોદ્દેદારોની નિમણુંક કરાઈ

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટ શહેરમાં મેયર અને ડેપ્યુટી મેડર સહિતના હોદ્દેદારોની વરણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અટકળોનો આજે અંત આવ્યો છે. રાજકોટ શહેરના નવા મેયર તરીકે નયનાબેન પઢેડિયાની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ […]

રાજકોટમાં મ્યુનિ.ના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોની અચોક્કસ મુદતની હડતાળ

રાજકોટઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા સફાઈ કામદારો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા સમયથી લડત લડી રહ્યા છે. અગાઉ પણ સફાઈ કામદારોએ રેલી યોજીને વિરોધી પ્રદર્શન કર્યું હતુ. છતાંપણ પ્રશ્ન ન ઉકેલાતા સફાઈ કામદારો બેમુદ્દતી હડતાલ પર ઉતરી ગયા છે. જેના પગલે શહેરના અનેક વિસ્તારોના બુધવારે સફાઇ કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. રાજકોટ […]

રાજકોટમાં પ્રિ-મોન્સુનની કામગીરી 10 દિવસમાં પૂર્ણ કરાશે, 45 લાખના ખર્ચનો અંદાજ

રાજકોટઃ ચોમાસાના આગમનને સવા મહિના જેટલો સમય બાકી છે. ત્યારે રાજકોટ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીનો પ્રારંભ શરૂ કરી દેવામાં આવ્યા છે. તમામ ગટરોની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય તે વિસ્તારોમાં પાણીનો ત્વરિત નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. શહેરના 52 જેટલા વોકળાની સફાઈ કરવામાં આવી છે. તમામ […]

રાજકોટ મ્યુનિ. કચેરીમાં વિપક્ષની ઓફિસ છીનવાઈ જતાં કોંગ્રેસે બગીચામાં બેસી ફરિયાદો સાંભળી

રાજકોટ : શહેરની મ્યુનિ.કોર્પોરેશનમાં કોંગ્રેસ વિપક્ષ પાસેથી ઓછી સભ્ય સંખ્યા હોવાને લીધે કાર સહિત વિપક્ષપદ છીનવી લેવામાં આવ્યું છે. એટલે વિપક્ષ કોંગ્રેસના નેતાએ મ્યુનિ.કચેરીમાં મળેલી ઓફિસ અને કાર પરત આપી દીધી છે. હવે કોંગ્રેસ પાસે વિપક્ષનું કાર્યાલય ન હોવાથી અરજદારોની ફરિયાદો સાંભળવાની કોઈ જગ્યા ન હોવાથી આખરે મ્યુનિ.કચેરીના ગાર્ડનમાં ખૂલ્લામાં ઝાડના છાંયે બેસીને અરજદારોની ફરિયાદો […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં કોંગ્રેસ પાસેથી વિપક્ષપદ પાછું ખેચાયું, હવે વિપક્ષ ઓફિસને તાળાં લાગશે

રાજકોટઃ લોકશાહીમાં સબળ વિરોધપક્ષ હોવો જરૂરી છે, પ્રજાના પ્રશ્નોને વાચા આપીને સત્તાપક્ષને ઢંઢોળવાનું કામ વિપક્ષનું છે. પરંતુ લોકસભા હોય કે વિધાનસભા, કે મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા, વિપક્ષ નબળો પડતો જાય છે. અને હવે સ્થિતિ એવી આવી છે, કે, કોંગ્રેસ પક્ષ વિપક્ષનું સ્થાન પણ ગુમાવતો જાય છે. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસે જીતેલી 4 બેઠકમાંથી બે […]

રાજકોટમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝૂંબેશ, કોઠારિયા રોડ પર 52 સ્થળોએ ડિમોલિશન

રાજકોટઃ શહેરમાં આડેધડ ખડકાયેલા દબામો સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં મ્યુનિ.દ્વારા વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત  વોર્ડ નં.18ના કોઠારીયા ગામથી સાંઇબાબા ચોક સુધીના રોડ પર ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જેમાં ટીપી શાખાએ 52 સ્થળોએ બિલ્ડીંગ, દુકાનો, કારખાના બહારથી ઓટલા અને છાપરાના દબાણો તોડી પાડયા હતા અને 1820 ચો.ફુટ  જગ્યા પાર્કિંગ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code