1. Home
  2. Tag "russia"

રશિયા-ભારત વ્યૂહાત્મક ભાગીદારીની જવાબદારી નિભાવી રહ્યા છેઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશ પ્રધાન ડો. એસ.જયશંકરએ કહ્યું હતું કે, પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા અને પ્રધાનમંત્રીને તેમનો અંગત સંદેશ પણ આપ્યો હતો. એસ જયશંકરે એમ પણ કહ્યું […]

વિદેશ મંત્રી એસ.જયશંકર આજથી રશિયાની પાંચ દિવસીય મુલાકાતે

વિદેશ મંત્રી એસ જયશંકર વિવિધ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવાના ઉદ્દેશ્ય સાથે સોમવારથી 29 ડિસેમ્બર સુધી રશિયાની પાંચ દિવસીય મુલાકાતે જશે. રવિવારે મુલાકાતની જાહેરાત કરતા વિદેશ મંત્રાલય (MEA) એ કહ્યું કે,જયશંકર મોસ્કોની સાથે સેન્ટ પીટર્સબર્ગની પણ મુલાકાત લેશે. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ, વેપાર, ઉર્જા, સંરક્ષણ અને કનેક્ટિવિટીના ક્ષેત્રો […]

યુક્રેન માટે અમેરિકા બનશે બીજુ વિયેતનામ: રશિયાની USને ચેતવણી

નવી દિલ્હીઃ યુક્રેન અમેરિકા માટે બીજુ વિયેતનામ બનશે. તેવી રશિયાની ફોરેન ઈન્ટેલિજન્સ સર્વિસ (SVR)ના પ્રમુખ સર્ગેઈ નારીશકિને આ ચેતવણી આપી હતી. સર્ગેઈએ કહ્યું કે, યુક્રેન માટે યુએસ અને પશ્ચિમી સમર્થન આગામી વર્ષો સુધી વોશિંગ્ટનને મુશ્કેલીમાં મૂકશે. ગયા વર્ષની શરૂઆતમાં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું હતું, જે હજુ પણ ચાલુ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા […]

રશિયાએ ભારતના કર્યા વખાણ,કહ્યું ‘G20માં ભારતના પ્રમુખપદે મળ્યા સારા પરિણામો

દિલ્હી: ભારત અને રશિયા પરંપરાગત રીતે મિત્રો છે. રશિયા અને ભારતે વ્યૂહાત્મક અને રાજદ્વારી સ્તરે દરેક મોરચે અને પ્લેટફોર્મ પર એકબીજાને ટેકો આપ્યો છે. ભારતની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલી G20 સમિટની સફળતા માટે રશિયાએ તેના મિત્ર ભારતની પ્રશંસા કરી છે. રશિયાએ કહ્યું છે કે ભારતની અધ્યક્ષતામાં G20 સમિટમાં વધુ સારા પરિણામો પ્રાપ્ત થયા છે. રશિયાએ કહ્યું […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુદ્ધવિરામની માંગણી સાથેનો પ્રસ્તાવ ના મંજુર થયો

નવી દિલ્હીઃ ગાઝામાં ચાલી રહેલી હિંસા પર રશિયાના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ફગાવી દેવામાં આવ્યો હતો. રશિયાના પ્રસ્તાવમાં ગાઝામાં નાગરિકો સામેની હિંસાની નિંદા કરવામાં આવી હતી અને યુદ્ધવિરામની માંગ કરવામાં આવી હતી, પરંતુ તેમાં હમાસ અથવા તેના દ્વારા ઇઝરાયેલી નાગરિકો પરના બર્બર હુમલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં પશ્ચિમી દેશોએ આ પ્રસ્તાવને […]

યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા ઉત્તર કોરિયા પાસેથી શસ્ત્રો ખરીદવાની તૈયારીમાં

રશિયા શસ્ત્રો ખરીદવાની તૈયારીમાં ઉત્તર કોરિયા પાસેથી ખરીદશે શસ્ત્રો કિમ જોંગ પુતિનને મળવા મોસ્કો જશે દિલ્હી: ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંગ ઉન ટૂંક સમયમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા માટે રશિયા જઈ શકે છે. અમેરિકી અધિકારીએ દાવો કર્યો છે કે આ દરમિયાન ક્રેમલિન યુક્રેનમાં યુદ્ધ માટે કિમ જોંગ પાસેથી સૈન્ય હથિયારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું […]

રશિયામાં પ્રાઈવેટ જેટ ક્રેશ, વેગનર ગ્રૂપના વડા પ્રિગોઝિન સહીત 10ના મોત,જેણે રાષ્ટ્રપતિ પુતિન સામે છેડી હતી જંગ

દિલ્હીઃ- રશિયામાં વેગનર ગ્રુપના ચીફ પ્રિગોઝિનનું વિમાન દુર્ઘટનામાં મોત થયાના સમાચાર સામે આવ્યા છે. તેમનું નામ થોડા સમય પહેલા ખૂબ ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેમણે  રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે બળવો કર્યો હતો. રશિયાના મોસ્કોના ઉત્તરમાં એક ખાનગી જેટ ક્રેશ થતા દસ લોકોના મોત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ક્રેશ થયેલા પ્લેનમાં સવાર મુસાફરોની યાદીમાં વેગનર […]

રશિયાએ ઉઠાવ્યું મોટું પગલું, ICC પ્રોસીક્યુટર્સ અને UKના મંત્રીઓ પર લગાવ્યો પ્રતિબંધ

દિલ્હી : યુક્રેન સાથે યુદ્ધ લડી રહેલા રશિયાએ એક મોટું પગલું ભરતા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)ના પ્રોસિક્યુટર્સ અને બ્રિટનના મંત્રીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે 54 બ્રિટિશ નાગરિકોને પણ રશિયામાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર ICCના વકીલોએ રાષ્ટ્રપતિ પુતિનની ધરપકડની માંગ કરી હતી. તે જ સમયે, બ્રિટિશ મંત્રીઓએ યુક્રેન પર […]

રશિયાનું મૂન મિશન લુના-25 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું,47 વર્ષ પછી ચંદ્ર પર મોકલ્યું

દિલ્હી: રશિયાએ લગભગ 47 વર્ષ પછી ચંદ્ર પર તેનું મૂન મિશન મોકલ્યું. લુના-25 લેન્ડર મિશન 11 ઓગસ્ટના રોજ સવારે 4:40 વાગ્યે અમુર ઓબ્લાસ્ટના વોસ્ટોની કોસ્મોડ્રોમથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ Soyuz 2.1b (Soyuz 2.1b) રોકેટથી કરવામાં આવ્યું હતું. તેને લુના-ગ્લોબ મિશન પણ કહેવામાં આવે છે. આ રોકેટ લગભગ 46.3 મીટર લાંબુ છે. તેનો વ્યાસ 10.3 […]

રશિયાએ રાજધાની મોસ્કો તરફ આવી રહેલા બે ડ્રોનને તોડી પાડ્યા

દિલ્હી: રશિયા પર ડ્રોન હુમલાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરનો હુમલો રશિયાની રાજધાની મોસ્કો નજીક કરવામાં આવ્યો હતો. રશિયન સેનાએ મોસ્કો તરફ જઈ રહેલા બે ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા છે. આ ઘટના બાદ હવે તપાસ કરવામાં આવી રહી છે કે આ ડ્રોન હુમલાના હેતુ માટે ક્યાં મોકલવામાં આવ્યા હતા. મોસ્કોના મેયર સર્ગેઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code