1. Home
  2. Tag "russia"

પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે થઈ વાત

રશિયા-યુક્રેન સંઘર્ષ અને યુક્રેન મુલાકાત વિશે વાત કરી સંઘર્ષના નિરાકરણને સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો નવી દિલ્હીઃ યુક્રેન પ્રવાસ પરથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક દેશોના રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનો સાથે વાત કરી રહ્યા છે. મંગળવારે પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. તેમણે રશિયા-યુક્રેન સંઘર્ષ અંગે પોતાના વિચારો વ્યક્ત […]

રશિયાના સૈન્ય દળએ યુક્રેનના મોટાભાગના વિસ્તારમાં મિસાઈલથી હુમલા કર્યાં

રશિયા-યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહ્યું છે યુદ્ધ બંને દેશ વચ્ચે શાંતિ સ્થપાય તેવા દુનિયાના દેશોના પ્રયાસો નવી દિલ્હીઃ શિયન સેનાએ ફરી એકવાર યુક્રેનને નિશાન બનાવ્યું છે. રશિયાએ ઉત્તર, પૂર્વ અને દક્ષિણ યુક્રેન પર હુમલા કર્યા હતાં. આ હુમલામાં ચાર લોકોના મોત થયા હતા અને 37 લોકો ઘાયલ થયા હતા. યુક્રેનની સેના અને સ્થાનિક સત્તાવાળાઓએ આ […]

રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી કરનાર ભારત સૌથી મોટો દેશ

ક્રુડ ઓઈલની આયાત મામલે ચીનને ભારતે પાછળ પાડ્યું પશ્ચિમિ દેશોના પ્રતિબંધ વચ્ચે ભારતે ખરીદી વધારે નવી દિલ્હીઃ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાતમાં ભારતે જુલાઈ મહિનામાં ચીનને પાછળ છોડી દીધું હતું. RT.com એ પોતાના એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે. મોસ્કો દ્વારા આપવામાં આવેલી છૂટને કારણે નવી દિલ્હી તેની ક્રૂડ ઓઈલની ખરીદી વધારી રહી છે કારણ […]

રશિયાની રાજધાની મોસ્કો પર યુક્રેનનો મોટો હુમલો

યુક્રેનનો 10 ડ્રોન વડે ભીષણ હુમલો બંને દેશ વચ્ચે યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. યુક્રેનની સેનાએ રશિયાના ઘણા વિસ્તારો પણ કબજે કર્યા છે. હવે સમાચાર આવ્યા છે કે યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. બુધવારે યુક્રેનથી મોસ્કો પર અનેક […]

ભારતે જુલાઈમાં રશિયા પાસેથી 2.8 બિલિયન ડોલરનું ક્રૂડ ઓઈલ આયાત કર્યું

ચીન બાદ ભારત રશિયન તેલનો સૌથી મોટો આયાતકાર ભારતે રશિયા પાસેથી ઓઈલની સાથે કોલસાની પણ કરી ખરીદી નવી દિલ્હીઃ વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ ઉપભોક્તા અને આયાતકાર ભારતે જુલાઈમાં રશિયા પાસેથી 2.8 બિલિયન ડોલરનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું. આ સંદર્ભમાં, ભારત ચીન પછી બીજા ક્રમે છે, જે રશિયન તેલનો સૌથી મોટો આયાતકાર છે. એક રિપોર્ટ […]

રશિયાના ત્રણ પ્રદેશોમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરાઈ

રશિયાના ત્રણેય પ્રદેશમાં રહેતા ભારતીય નાગરિકોને સુરક્ષિત સ્થળોએ જવા સલાહ એમ્બેસીએ રશિયા-યુક્રેન યુદ્ધની તીવ્રતાને પગલે આ વિસ્તારોમાં સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હીઃ ભારતીય દૂતાવાસે રશિયાના બ્રાયન્સ્ક, બેલગોરોડ અને કુર્સ્ક પ્રદેશોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત તેના નાગરિકોને અસ્થાયી રૂપે સુરક્ષિત સ્થળોએ જવાની સલાહ આપી હતી. એમ્બેસીએ રશિયા-યુક્રેન યુદ્ધની તીવ્રતાને પગલે આ વિસ્તારોમાં સુરક્ષાની ચિંતાઓને ટાંકી […]

રશિયા સાથેના સંબંધોને લઈને ભારત પર દબાણ અયોગ્ય: રશિયન વિદેશ મંત્રી

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું છે કે ભારત એક મહાન શક્તિ છે જે તેના રાષ્ટ્રીય હિતોને અનુસરે છે અને તેના પર મોસ્કો સાથેના સંબંધોને લઈને સંપૂર્ણપણે અયોગ્ય દબાણ કરવામાં આવી રહ્યું છે. રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવે કહ્યું છે કે ભારત તેના રાષ્ટ્રીય હિતોને અનુસરે છે, તે “મહાન શક્તિ” છે અને મોસ્કો સાથેના તેના […]

ટ્રમ્પ પર હુમલા બાદ રશિયાએ કહ્યું બિડેન સરકારે વાતાવરણ જ એવું ઉભું કર્યુ……

ટ્રમ્પ પર હુમલાને લઇને રશિયાએ બિડેન સરકારને જવાબદાર ગણાવી છે.. રશિયાનું કહેવું છે કે બિડેન સરકારે એવું વાતાવરણ બનાવ્યું છે, જેના કારણે ટ્રમ્પ પર આ હુમલો થયો છે. રશિયન પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે બહાર બેઠેલા તમામ સમીક્ષકો જાણતા હતા કે ટ્રમ્પના જીવને ખતરો છે. રશિયાએ બિડેન સરકાર પર આરોપ લગાવ્યો ટ્રમ્પ પરના હુમલાને લઈને […]

રશિયામાં BRICS સંસદીય મંચમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું ઓમ બિરલા નેતૃત્વ કરશે

નવી દિલ્હીઃ 11-12 જુલાઈના રોજ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સેન્ટ પીટર્સબર્ગ, રશિયામાં 10મા BRICS સંસદીય મંચમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. ભારતીય પ્રતિનિધિમંડળમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશનો સમાવેશ થાય છે; રાજ્યસભાના સભ્ય શંભુ શરણ પટેલ; લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહ; રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદીનો સમાવેશ થાય છે. લોકસભા સચિવાલયમાં સંયુક્ત સચિવ અંજની કુમાર પ્રતિનિધિમંડળના સચિવ છે. 10મી બ્રિક્સ સંસદીય […]

રશિયાની મુલાકાત પછી PM મોદી ઓસ્ટ્રિયાની મુલાકાતે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાનો પ્રવાસ પૂર્ણ કરીને આજે ઓસ્ટ્રિયા પહોચશે.. છેલ્લા  40 વર્ષોમાં  ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ  ઓસ્ટ્રીયા યાત્રા છે. અને બંને દેશોના રાજદ્વારી સંબંધો માટે આ યાત્રા ઘણી મહત્વની છે. ભારત અને ઓસ્ટ્રીયા વચ્ચે વેપાર, ટેકનિક અને સતત વિકાસના ક્ષેત્રમાં સંબંધો ધણા મજબૂત છે. ત્યારે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ યાત્રા બંને દેશોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code