યુદ્ધમાં 21 હજાર રશિયન સૈનિકો મરાયાનો યુક્રેનનો દાવો
નવી દિલ્હીઃ યુક્રેન વિરુદ્ધ રશિયન સૈન્યની કાર્યવાહી શરૂ થયાને લગભગ બે મહિના વીતી ગયા છે. આ દરમિયાન તબાહી સાથે જોડાયેલી ઘણી તસવીરો સામે આવી છે. અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકોએ યુક્રેન છોડ્યો છે. આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો અને સૈનિકો પણ મૃત્યુ પામ્યા હતા. જોકે, રશિયન સૈનિકોના મૃત્યુનો આંકડો હજુ સ્પષ્ટ થયો નથી. […]