1. Home
  2. Tag "Sabarmati River"

અમદાવાદમાં સાબરમતી નદીને પ્રદુષિત કરતાં 32 ઉદ્યોગોની ડ્રેનેજ લાઈન કાપી નંખાઈ

અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં પણ પ્રદુષણ વધતું જતા અને વારંવારની સુચના છતાં કોઈ પગલાં ન લેવાતા આખરે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. અને ત્વરિત પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. આથી સાબરમતી નદીમાં પ્રદુષિત પાણી છોડતા 32 ઉદ્યોગોની ડ્રેનેજ લાઈન કાપી નાંખવામાં આવતા ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અમદાવાદમાં સાબરમતી નદીમાં વધી રહેલા પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં […]

અમદાવાદમાં સાબરમતી નદી પરનો બેનમુન ફુટઓવર બ્રીજ જાન્યુઆરીમાં ખૂલ્લો મુકાશે

અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદી  પર ફૂટ ઓવરબ્રિજને  જાન્યુઆરી માસમાં ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા છે. જેમાં આ ફૂટ ઓવર બ્રિજના સ્ટ્રક્ચરનું મોટાભાગનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. તેમજ આ ફૂટ ઓવર બ્રિજ અમદાવાદ શહેરના જોવાલાયક સ્થળોમાં પણ ઉમેરો કરશે. શહેરના સાબરમતી નદી પરના એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે આકાર પામી રહેલો આ બ્રિજ હાલ તો લોકોના […]

સાબરમતી નદીમાં પ્રદુષણઃ મેગા પાઈપલાઈનમાં ગેરકાયદે જોડાણ કરનારા એકમો સામે કાર્યવાહી થશે

અમદાવાદઃ ગુજરાતની મેસાસિટી અમદાવાદના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પ્રદુષણ મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરીને પ્રદુષણ ફેલાવતા ઔદ્યોગિક એકમોને શોધી કાઢીને કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરમતી નદીમાં પ્રદુષણ મુદ્દે સુઓમોટો જાહેરહિતની અરજી ઉપર હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નિર્દેશ કર્યો હતો કે, મેગાપાઈપલાનમાં ગેરકાયદે જોડાણ કરીને પ્રદુષિત પાણી ઓછનારા […]

અમદાવાદમાં સાબરમતી નદી જંગલી વેલ અને લીલથી પ્રદુષિત બની

અમદાવાદઃ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પ્રદુષિત બની ગઈ છે. નદીના પટમાં ચારે તરફ જંગલી વેલ અને લીલનું સામ્રાજ્ય છવાયું છે. શહેરના સુભાષબ્રિજ નજીક રેલવે ઓવરબ્રિજ પાસે અડધો કિલોમીટર સુધીના પટ્ટામાં લીલથી ભારે દુર્ગંધ આવે છે.આ લીલથી મચ્છર, જીવાતનો ઉપદ્રવ વધ્યો છે, જેથી નદીકાંઠાની આસપાસ રહેતા લોકો પર રોગચાળાનો ખતરો છવાયો છે. અમદાવાદની સાબરમતી […]

અમદાવાદમાં સાબરમતી નદીને પ્રદુષિત કરનારા ઓદ્યોગિક એકમો સામે હાઈકોર્ટની ચેતવણી

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ટ્રીટમેન્ટ વગર ગંદુ કેમિકલ વાળુ પાણી છોડતા એકમો સામે કડક કાર્યવાહી કરવાની ગુજરાત હાઈકોર્ટે ચેતવણી આપી છે. હાઈકોર્ટે રાજ્યના પ્રદુષણ નિયંત્રણ બોર્ડને પણ કડક પગલાં લેવા આદેશ કર્યો છે. કોર્ટ મિત્ર હેમાંગ શાહ સ્વતંત્ર રીતે ઈન્ડસ્ટ્રીઝનું ઈન્સપેક્શન કરી શકશે. જ્યારે કોર્ટના બન્ને જજીસ પણ સરપ્રાઈઝ વિઝીટ કરે તેવો […]

ગાંધીનગરના ભાટ-નભોઈની સાબરમતી નદીમાં રેતીની ચોરી કરતા ભૂમાફિયા પર સપાટો, કુલ રૂ. 77 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગરઃ રાજ્યમાં ગેરકાયદે ખનન વ્યાપક બની રહ્યું છે, ત્યારે સરકારે પણ ખનન માફિયા સામે લાલા આંખ કરી છે, ગાંધીનગર જિલ્લાની સાબરમતી નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ચોરીની પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા જિલ્લા ભૂસ્તર તંત્રની ટીમે ભાટ-નભોઈ સાબરમતી નદીમાં ઓચિંતી રેડ પાડીને ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરનાર 7 ટ્રેકટરો તેમજ બે ડમ્પર ટ્રકને ઝડપી લઈ કુલ રૂ. […]

અમદાવાદઃ સાબરમતી નદીમાંથી મળ્યું કોરોનાનું સંક્રમણ

અમદાવાદઃ કોરોનાની બીજી લહેર ધીમી પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, તાજેતરમાં જ ગંગા નદીમાંથી કોરોનાનું સંક્રમણ મળી આવ્યા બાદ હવે અમદાવાદની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી કોરોનાનું સંક્રમણ મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે. આમ, ગુજરાતની નદીઓ પણ કોરોનાથી મુક્ત નહીં હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ તમામ પ્રાકૃતિક જળ સ્ત્રોતમાં કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code