ભાવનગરમાં સક્કરટેટી અને તરબૂચની પુષ્કળ આવક, ભાવમાં ઘટાડો થતાં લોકોની ખરીદી વધી
ભાવનગરઃ ગોહિલાડ પંથકમાં સક્કરટેટી અને દેશી તડબુચનું સારૂએવું ઉત્પાદન થયું હોવાથી ભાવનગરમાં ઠેર ઠેર તડબુચ અને સક્કરટેટી વેચનારા જોવા મળી રહ્યા છે. અને ભાવમાં પણ ઘટાડો થતાં ભાવેણાવાસીઓ ગરમીના સીઝનમાં તડબુચ અને સક્કરટેટીનો સ્વાદ માણી રહ્યા છે. શહેરમાં ઉનાળાના અમૃત ફળો ગણાતા સક્કરટેટી તથા તરબૂચની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. ભાવનગર શહેર-જિલ્લામાં ફળો વેચાણ […]