1. Home
  2. Tag "Samachar Blog"

દક્ષિણ કોરિયા વિદેશમાં લોજિસ્ટિક્સ હબ સુરક્ષિત કરવા માટે 4.5 ટ્રિલિયન વોનનું રોકાણ કરશે

નવી દિલ્હી: સરકાર દક્ષિણ કોરિયન કંપનીઓના નિકાસ કામગીરીને ટેકો આપવા માટે વિદેશમાં લોજિસ્ટિક્સ હબ સુરક્ષિત કરવા માટે ઓછામાં ઓછા 4.5 ટ્રિલિયન વોન ($3.06 બિલિયન)નું રોકાણ કરશે. મહાસાગરો અને મત્સ્યઉદ્યોગ મંત્રાલયે ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા સંબંધિત મંત્રીઓની બેઠક દરમિયાન આ યોજનાનું અનાવરણ કરાયું. 15 મુખ્ય સ્થાનિક લોજિસ્ટિક્સ કંપનીઓ દ્વારા સંચાલિત વિદેશી લોજિસ્ટિક્સ કેન્દ્રોમાંથી, ફક્ત 8.8 ટકા કોરિયન માલિકીના […]

આજના સમયમાં ભારત અને UAE વચ્ચેનો ઊંડો સહયોગ સહિયારા હિતોને આગળ ધપાવે છેઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે અબુ ધાબીમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)ના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે 16મી સંયુક્ત કમિશન બેઠક અને 5મી વ્યૂહાત્મક સંવાદની સહ-અધ્યક્ષતા કરી. બંને નેતાઓએ ભારત અને UAE વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના તમામ પાસાઓની સમીક્ષા કરી અને ભવિષ્ય માટે મુખ્ય પ્રાથમિકતાઓ પર ચર્ચા […]

ભારત અને જોર્ડનેનો દ્વીપક્ષીય વેપારને પાંચ અબજ ડોલર સુધી લઈ જવાશે

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય બિન અલ-હુસૈનને અમ્માનના અલ હુસૈનિયા પેલેસ ખાતે મળ્યા હતા અને આગામી પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારને 5 અબજ ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક રજૂ કર્યો હતો. આ મુલાકાત પછી, પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “અમ્માનમાં રાજા અબ્દુલ્લા II સાથે ફળદાયી […]

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય કાર્યક્રમમાં 4.5 કરોડ બાળકોએ લાભ લીધો

શાળા આરોગ્ય કાર્યક્રમમાં 3 વર્ષમાં 17,5 હજાર બાળકોને હૃદય સંબંધિત સારવાર અપાઈ, 4,149 કીડનીની સારવાર, 2336 કલબફૂટ,  તેમજ 692 બાળકોને કેન્સરની સારવાર અપાઈ, દર વર્ષે અંદાજિત સરેરાશ કુલ 1 કરોડ 89 લાખથી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી કરી સ્થળ પર સારવાર કરવામાં આવે છે  ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન […]

સરદાર પટેલ યુનિવર્સિટીના 68મા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને રાજ્યપાલે આપી શીખ

પદવીધારકો પોતાના જ્ઞાનનો ઉપયોગ વિશ્વના કલ્યાણ અને ભલાઈ માટે કરે: રાજ્યપાલ, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે અમૂલ મોડલ કરશે, ડો. મિનેશ સરદાર પટેલ યુનિના 16963 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ આણંદઃ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ નવ પદવીધારકોને પોતાના જ્ઞાનનો ઉપયોગ વિશ્વના કલ્યાણ અને ભલાઈ માટે કરવા અનુરોધ કર્યો હતો. અજ્ઞાન, અભાવ અને અન્યાયથી મુક્ત […]

ગ્રાન્ટેડ શાળાઓમાં કલાર્ક, પટ્ટાવાળાની ભરતી અને FRCના મુદ્દે શાળા સંચાલકો લડત આપશે

શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠકમાં નિર્ણય લેવાયો સરકારે વિનંતીઓને ગ્રાહ્ય ના રાખતા કોર્ટમાં જવાનો ઠરાવ કરાયો કલાર્ક અને પટ્ટાવાળાનું કામ શિક્ષકોએ કરવું પડે છે અમદાવાદઃ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં કલાર્ક અને પટ્ટાવાળાની ખાલી જગ્યાઓ ભરાતી નથી તેમજ ફીના ધારાધોરણ અંગે શાળા સંચાલકોએ અગાઉ સરાકારને વખતોવખત રજુઆતો કરી હોવા છતાંયે વણઉકલ્યા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. તાજેતરમાં […]

રવિ સીઝનમાં ઘઉંના ઊભાપાકમાં રોગચાળો, જીવાંત અટકાવવા કૃષિ વિભાગની જાહેર કરી માર્ગદર્શિકા

ખેડૂતોએ વધુ જાણકારી માટે ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે, ઘઉંના પાકમાં મોલોનો ઉપદ્રવથી ખેડૂતો પરેશાન, લીલી ઈયળના નિયંત્રણ માટે ખેતર નીંદણ મુક્ત રાખવા ભલામણ ગાંધીનગરઃ રાજ્યમાં શિયાળુ એટલે કે રવિ સીઝન મોટા પ્રણામમાં ખેડૂતો દ્વારા ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં ઘઉંના પાકમાં મોલાનો ઉપદ્રવ સહિત રોગચાળાને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. […]

પોરબંદર યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું આગમન, ખેડૂતને કેટલો ભાવ મળ્યો ? જાણો

હનુમાનગઢ ગામના બગીચામાં આંબાઓ પર કેસર કેરીઓ લટકી રહી છે પ્રથમ 10 કિલો કેસર કેરીનું બોક્સ હરાજી માટે યાર્ડમાં લવાયું 10 કિલો કેસર કેરીના બોક્સના 12510 રૂપિયા ભાવે હરાજી થઈ પોરબંદરઃ ફળોમાં રાજા ગણાતી કેસર કેરી એ ગ્રીષ્મઋતુનું ફળ છે. એટલે ઉનાળાની સીઝનમાં કેસર કેરીનું આગમન થતું હોય છે. પણ પોરબંદર પંથકમાં હનુમાનગઢના બગીચામાં ભરશિયાળે […]

અમદાવાદના 16 બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાનો નિર્ણય કેમ સ્થગિત કરાયો ? જાણો

AMCના સત્તાધિશો હવે એક્સપર્ટના અભિપ્રાય બાદ જ નિર્ણય લેશે, મોટાભાગના બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધથી વધુ મુશ્કેલીઓ પડી શકે તેમ છે, બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાથી AMTS, BRTS અને ફાયરના વાહનોને પણ રોક લાગી જાત અમદાવાદઃ શહેરમાં સરદાર બ્રિજ પર તિરાડો જોવા મળ્યા બાદ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. એએમસી દ્વારા તમામ બ્રિજની ચકાસણી […]

રાજસ્થાનમાં ઉદયપુર નજીક હાઈવે પર અકસ્માત, વાવ-થરાદના ઠાકોર સમાજના 3 યુવાનોના મોત

ઉદેપુર હાઈવે પર 6 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત પથ્થર ભરેલી ટ્રકે 5 વાહનોને લીધા અડફેટે ભારેખમ પથ્થરોથી કારમાં બેઠેલા પ્રવાસીઓ દબાઈ ગયા અમદાવાદઃ દેશભરના રાષ્ટ્રીય ધોરી માર્ગો પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજસ્થાનમાં ઉદેપુર નજીક 6 વાહનો વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં પ્રવાસ કરી રહેલા ઠાકોર સમાજના ભાભર તાલુકાના ત્રણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code